For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ પછી હવે છત્તીસગઢમાં પણ સીબીઆઈ એન્ટ્રી પર રોક

છત્તીસગઢમાં શાનદાર જીત મેળવ્યા પછી હવે કોંગ્રેસ સરકારે પ્રદેશમાં સીબીઆઈ એન્ટ્રી બેન કરવાનો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

છત્તીસગઢમાં શાનદાર જીત મેળવ્યા પછી હવે કોંગ્રેસ સરકારે પ્રદેશમાં સીબીઆઈ એન્ટ્રી બેન કરવાનો નિર્ણય કર્યો છે. છત્તીસગઢ સરકારે હવે પ્રદેશમાં સીબીઆઈ છાપામારી અથવા તપાસ કરવાની પરમિશન કેન્સલ કરી નાખી છે. ગુરુવારે છત્તીસગઢ સરકારે ઘ્વારા કેન્દ્ર સરકારને એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં પ્રદેશમાં સીબીઆઈ છાપામારી અને તપાસ કરવા માટે આપવામાં આવેલી પરમિશન કેન્સલ કરી દેવામાં આવી છે. પ્રદેશ સરકાર ઘ્વારા વર્ષ 2001 દરમિયાન આ પરમિશન આપવામાં આવી હતી. પરંતુ હવે કોંગ્રેસ સરકારે તેને પાછી લઈ લીધી છે.

cbi

આપને જણાવી દઈએ કે છત્તીસગઢ સરકારે આ નિર્ણય ત્યારે કર્યો જયારે મોદી સરકારની પેનલે સીબીઆઈ ડાયરેટર આલોક વર્માને તેમના પદથી હટાવી દીધા હતા. આ પેનલે તેમને ફાયરબ્રિગેડ સેવા, નાગરિક સેવા અને હોમગાર્ડ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કર્યા. ભ્રષ્ટાચારના આરોપ લગાવાયા બાદ સિલેક્શન પેનલની મીટિંગ બાદ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ગુરુવારે થયેલ બેઠક બાદ સીબીઆઈ પદથી હટાવ્યા બાદ કોંગ્રેસે મોદી સરકારના ફેસલા પર સવાલ ઉઠાવ્યો છે.

આ પણ વાંચો: CBI ડાયરેક્ટર પદેથી હટાવાયા બાદ આલોક વર્માએ તોડ્યુ મૌન, આપ્યુ મોટુ નિવેદન

ધ્યાન આપવા જેવી બાબત છે કે આ પહેલા આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં સીબીઆઈ એન્ટ્રી બેન કરી દેવામાં આવી છે. તેમને પ્રદેશમાં સીબીઆઈ છાપામારી અને જાંચને બેન કરી દીધી છે. છત્તીસગઢ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને કહ્યું કે પ્રદેશમાં કોઈ પણ નવા મામલે સીબીઆઈ જાંચ માટે દાખલ નહીં કરવામાં આવે. પ્રદેશ સરકારના નિર્ણય પર દિલ્હી મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે પહેલાથી ચાલી રહેલી સીબીઆઈ જાંચના મામલામાં તેનાથી કોઈ ફરક નહીં પડે.

આ પણ વાંચો: તેજતર્રાર IAS બી ચંદ્રકલા પહેલા પણ રહી ચૂકી છે વિવાદોમાં, CBI રેડથી થયો હોબાળો

English summary
No entry for CBI in Chhattisgarh government takes back its consent given in 2001
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X