For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આલોક વર્મા સામે ભ્રષ્ટાચારના કોઈ પુરાવા નહોતાઃ જસ્ટીસ પટનાયક

સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ અને આ સીબીઆઈ વિવાદ સામે સીવીસીની તપાસનું મોનિટરીંગ કરી રહેલ એ કે પટનાયકનું કહેવુ છે કે સસ્પેન્ડ કરાયેલા સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા સામે કોઈ પણ પુરાવા નથી.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ અને આ સીબીઆઈ વિવાદ સામે સીવીસીની તપાસનું મોનિટરીંગ કરી રહેલ એ કે પટનાયકનું કહેવુ છે કે સસ્પેન્ડ કરાયેલા સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા સામે કોઈ પણ પુરાવા નથી. જસ્ટીસ પટનાયકે કહ્યુ, 'વર્મા સામે ભ્રષ્ટાચારના કોઈ આરોપ નથી અને જે પણ સીવીસીનો રિપોર્ટ કહે છે તે ફાઈનલ નિર્ણય ન હોઈ શકે.' આ સપ્તાહે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આલોક વર્માએ ફરીથી સીબીઆઈ ડાયરેક્ટરનું પદ સંભાળ્યુ હતુ પરંતુ 24 કલાકની અંદર પીએમ મોદીના નેતૃત્વમાં થયેલી સિલેક્શન સમિતિમાં 2:1થી વર્માને આ મહત્વપૂર્ણ પદ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટે જ વર્મા સામે સીવીસી તપાસ દરમિયાન જસ્ટીસ પટનાયકને મોનિટરીંગ કરવા કહ્યુ હતુ.

અસ્થાનાની ફરિયાદ પર ટકી હતી સીવીસીની તપાસ

અસ્થાનાની ફરિયાદ પર ટકી હતી સીવીસીની તપાસ

ઈન્ડિયા એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર જસ્ટીસ પટનાયકે કહ્યુ કે ભ્રષ્ટાચાર સાથે જોડાયલ વર્મા સામે કોઈ પુરાવા નથી. તેમણે કહ્યુ કે રાકેશ અસ્થાનાની ફરિયાદ બાદ વર્મા સામે આ આખી તપાસ બેસાડવામાં આવી હતી. પટનાયકે આગળ કહ્યુ કે મે પોતાના રિપોર્ટમાં જણાવ્યુ કે સીવીસીના રિપોર્ટમાં કોઈ પણ નિષ્કર્ષ મારો નથી.

‘સીવીસી જ અંતિમ શબ્દ નથી'

‘સીવીસી જ અંતિમ શબ્દ નથી'

પટનાયકે કહ્યુ કે, ‘ભલે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે હાઈ પાવર કમિટીએ આ નિર્ણય કરવો જોઈએ પરંતુ આ નિર્ણય (વર્માને સસ્પેન્ડ કરવાનો નિર્ણય) બહુ ઉતાવળમાં કરવામાં આવ્યો. અમે અહીં એક સંસ્થા સાથે કામ કરી રહ્યા છે. તેમને આ સારી રીતે ખબર હોવી જોઈએ અને ખાસ કરીને સુપ્રીમ કોર્ટના જજ તરીકે કે સીવીસી જે કહે છે, તે જ અંતિમ શબ્દ ન હોઈ શકે.' તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટીસ પટનાયક આ સમગ્ર મામલે ચાલી રહેલી સીવીસીની તપાસ પર નજર રાખી રહ્યા હતા.

વર્માએ આપ્યુ રાજીનામુ

વર્માએ આપ્યુ રાજીનામુ

ગયા સપ્તાહે આલોક વર્મા અને સીબીઆઈ વિવાદ મામલે ઘણુ બધુ જોવા મળ્યુ છે. પહેલા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના ચુકાદાને પલટીને વર્માની રજા રદ કરી તે બાદ વર્મા સીબીઆઈ ડાયરેક્ટર તરીકે પોતાનું પદ સંભાળ્યુ. આ ચુકાદાના 24 કલાકની અંદર સિલેક્શન કમિટીની બેઠકમાં વર્માને તેમના પદ પરથી હટાવીને કેન્દ્ર સરકારે તેમને અગ્નિશામક વિભાગ, નાગરિક સુરક્ષા અને હોમ ગાર્ડ્ઝ વિભાગના મહાનિર્દેશક બનાવ્યા હતા. પરંતુ કાર્મિક તેમજ પ્રશિક્ષણ વિભાગના સચિવ સી ચંદ્રમૌલીને પોતાનું રાજીનામુ મોકલીને કહ્યુ કે તેમને પક્ષ રાખવાનો મોકો આપવામાં નથી આવ્યો અને તેમને ન્યાય નથી મળ્યો.

આ પણ વાંચોઃ નેશનલ સ્ટૉક એક્સચેન્જના ચેરમેન પદ પરથી અશોક ચાવલાનું રાજીનામુંઆ પણ વાંચોઃ નેશનલ સ્ટૉક એક્સચેન્જના ચેરમેન પદ પરથી અશોક ચાવલાનું રાજીનામું

English summary
No evidence against CBI director Alok Verma, says Justice Patnaik
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X