મેનકા ગાંધીએ કહ્યું, ‘રાહુલ ‘ચકલી’ તો મોદી ’સિંહ’ છે’
કાનપુર, 16 જાન્યુઆરીઃ ભારતીય જનતા પાર્ટીના નેતા મેનકા ગાંધીએ કહ્યું કે, કોઇ પણ ગાંધી હવે મેદાનમાં આવી જાય પરંતુ તે કોંગ્રેસ પાર્ટીને બચાવી શકશે નહીં, કારણ કે આ પાર્ટી હવે કિંગ માઇનસ પાર્ટી થઇ ગઇ છે. તેમણે કહ્યું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કોંગ્રેસ પાર્ટી સાથે નથી કારણ કે તે હવે ક્યાંય નથી. મેનકા ગાંધીએ કહ્યું કે, રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે કોઇ મુકાબલો નથી. જો રાહુલ ગાંધી ચકલી છે તો મોદી સિંહ છે. 10 વર્ષથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ જ દેશને ચલાવ્યો છે. મેનકા ગાંધીએ કહ્યું કે, હવે કોંગ્રેસ લૂંટ અને ભ્રષ્ટાચાર બંધ કરે.
તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો કોંગ્રેસ સાથે લોકસભા ચૂંટણીમાં કોઇ મુકાબલો થવાનો નથી, તેમને પૂછવામાં આવ્યું કે પછી મુકાબલો કોના સાથે થશે, તો તેમણે કહ્યું કે, આ અંગે તમે જ વિચારો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કરતા ભાજપના સાંસદે કહ્યું કે, કેજરીવાલે દિલ્હીની જનતાને પાણી, વિજળીના ઝાળામાં ઉલજાવીને જનતા સાથે છળ કર્યું છે. વચનો તો ઘણા કર્યા અને સત્તામાં પણ આવી ગયા, પરંતુ જો હવે વચનો પૂરા કરવામાં નહીં આવે તો પ્રજા પ્રશ્નો પૂછશે.