હિજાબ વિવાદ: કોઇ પણ યુવતી પોતાની મરજીથી હિજાબ નથી પહેરતી: CM યોગી આદીત્યનાથ
કર્ણાટકમાં હિજાબ વિવાદે જોર પકડ્યું છે, જ્યાં આ મુદ્દે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, તો બીજી તરફ યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ અંગે મોટી વાત કહી છે. સીએમએ કહ્યું કે 'મુસ્લિમ મહિલાઓ પર હિજાબ બળજબરીથી થોપવામાં આવે છે અને કોઈ પણ પોતાની મરજીથી હિજાબ પહેરતું નથી.

"કોઈ પણ યુવતી તેની ઇચ્છાથી હિજાબ પહેરતી નથી"
ઈન્ડિયા ટુડે ટીવી સાથેના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં યોગી આદિત્યનાથે કહ્યું, "કોઈ પણ છોકરી પોતાની પસંદગી પ્રમાણે હિજાબ પહેરતી નથી. શું મહિલાઓએ ક્યારેય તેમની પસંદગીથી ટ્રિપલ તલાકનો સ્વીકાર કર્યો છે?"

મેં તેમના આંસુ જોયા છે...
"તે દીકરીઓ અને બહેનોને પૂછો. મેં તેમના આંસુ જોયા છે... જ્યારે તેઓએ તેમની વેદના વિશે વાત કરી, ત્યારે તેમના સંબંધીઓ આંસુ વહાવી રહ્યાં હતા," જૌનપુરની એક મહિલા ટ્રિપલ તલાકનો અંત લાવવા માટે પીએમ મોદીનો આભાર માનવા આવી હતી, ત્યારે તેણે જે કહ્યું હતું તે હૃદયદ્રાવક હતું.

'હિજાબની પીડા મહિલાઓ પણ સહન કરી રહી છે'
તેણે કહ્યું કે 'તેઓ ત્રણ બહેનો છે. મોટી બહેન પરિણીત હતી પરંતુ તેના પતિએ તેને ટ્રિપલ તલાક કહીને છોડી દીધી હતી. તેનું જીવન બરબાદ થઈ ગયું. તેની હાલત જોઈને અમે પ્રતિજ્ઞા લીધી કે હવે અમે બંને લગ્ન પણ નહિ કરીએ. તેથી જે રીતે મહિલાઓ ટ્રિપલ તલાક માટે સહન કરતી હતી તે રીતે મહિલાઓ પણ હિજાબની પીડા સહન કરી રહી છે.

શું હું દરેકને ભગવો પહેરવાનું કહી શકું?
તેમણે આગળ કહ્યું કે 'હું ભગવા કપડાં પહેરું છું, મને તે ગમે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે હું તેને દરેક પર લાદી દઉં. મેં કોઈ અધિકારીને તે પહેરવા દબાણ કર્યું નથી. શું હું મારી ઓફિસમાં દરેકને ભગવો પહેરવાનું કહી શકું? અથવા હું મારી પાર્ટીના દરેકને ભગવો પહેરવાનું કહી શકું? હું નથી કરી શકતો. દરેક વ્યક્તિને સ્વતંત્રતા હોવી જોઈએ પરંતુ જો કોઈ સંસ્થા હોય તો દરેક વ્યક્તિએ તે સંસ્થાની શિસ્તનું પાલન કરવું જોઈએ, પરંતુ તાલિબાની વિચારધારાના કેટલાક લોકો ગઝવા-એ-હિંદના સપના જોઈ રહ્યા છે, તો મને જણાવી દઈએ કે તેમનું સ્વપ્ન "કયામત" સુધી પણ પૂર્ણ નહી થાય."
|
કર્ણાટક હિજાબ વિવાદ
યોગી આદિત્યનાથની ટિપ્પણી કર્ણાટકમાં શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરતી છોકરીઓ અને મહિલાઓ સામે વ્યાપક વિરોધના સ્વરૂપમાં આવી છે. આ મામલો એક મહિના પહેલા ભડક્યો હતો જ્યારે રાજ્યના કેટલાક ભાગોમાં કેટલીક મુસ્લિમ યુવતીઓને કોલેજોમાં પ્રવેશતા અટકાવવામાં આવી હતી. ત્યારપછી રાજ્યમાં હિજાબ સામે વધુ વિરોધ થઈ રહ્યો છે અને આ મુદ્દે રાજકીય નિવેદનબાજી પણ તેજ થઈ ગઈ છે.