• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાહુલ ગાંધીને કોઇ છોકરી પસંદ કરતી નથી: રામદેવ

By Kumar Dushyant
|

અંબાલા, 31 માર્ચ: પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહેનાર યોગ ગુરૂ બાબા રામદેવે કોંગ્રેસના યુવરાજ અને પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર ફરી એકવાર નિશાન તાક્યું છે. અંબાલામાં પોતાના એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતાં બાબા રામદેવે કહ્યું હતું કે કેટલાક લોકો કહે છે કે રાહુલ ગાંધી લગ્ન એ માટે કરતાં નથી કારણ કે તેમને કોઇ છોકરી પસંદ નથી આવતી પરંતુ સત્ય એ છે કે કોઇ છોકરી રાહુલ ગાંધી પસંદ નથી કરતી.

રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં રામદેવ કહ્યું હતું કે આજકાલ પુખ્તવયની ઉંમરને લઇને વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી તો 42 વર્ષના છે તેમછતાં પુખ્ત છે. બાબા રામદેવે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીમાં ભાવિ વડાપ્રધાનનો ચહેરો જોઇ રહી છે પરંતુ તે હજુ નાદાન છે.

બાબા રામદેવે કહ્યું હતું કે દેશને એવા વડાપ્રધાન જોઇએ છે જે દેશની તસ્વીર બદલી શકે. કાળા ધનના મુદ્દે બોલતાં બાબા રામદેવે કહ્યું હતું કે આમાં બેકિંગ સીસી લો મોટી ભુમિકા ભજવી રહ્યું છે. માટે બેંકોમાં ગોપનિયતાનો જે કાનૂન છે તે તાત્કાલિક ખતમ કરી દેવો જોઇએ. તેમને કહ્યું હતું કે બેંક, બેંકર્સ, મોટા ઉદ્યોગપતિઓ અને ભ્રષ્ટ કોર્પોરેટ્સ બધા મળીને દુનિયાભરમાં કાળાધનની ચક્રવ્યું ચાલી રહ્યું છે. આ પહેલાં રામદેવ તેમના પર નિશાન સાંધતાં રહ્યાં છે.

રામદેવને અણ્ણા હજારે અંગે પ્રશ્ન પુછવામાં આવતાં તેમણે બસ એટલું જ કહ્યું છે કે અણ્ણા હજારે હવે ઘરડાં થઇ ગયા છે. તે કોઇ પ્રશ્નનો જવાબ મોડેથી આપે છે. આવા સમયે તેમને રહેવા દો. અરવિંદ કેજરીવાલ અંગે બાબા રામદેવને પુછવામાં આવ્યું તો તેમને કહ્યું હતું કે તેમના અંગે હું કંઇ કહીશ તો પછી તે બોલશે. જેથી રહેવા દો.

English summary
Addressing to media in Ambala Yog Guru Baba Ramdev said that 'No girl will marry to Rahul Gandhi'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X