આસામમાં બની પોલિસી, 2થી વધુ બાળકો તો No સરકારી નોકરી

Posted By:
Subscribe to Oneindia News

ભારતમાં વસ્તી વધારાના પ્રશ્નનો ઉકેલ લાવવા માટે અનેક પગલાં ઉઠાવવામાં આવ્યા છે. તેમ જ છતાં વસ્તી વધારો કાબુમાં લેવા માટે અનેક સરકારો નિષ્ફળ રહી છે. જો કે આ તમામની વચ્ચે આસામ સરકારે વધતા વસ્તી વધારાને જોતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચીની સરકારના કારગર નિર્ણય બાદ આસામ સરકારે પણ તે જ રીતે નિયમ કર્યો છે કે જે લોકોને 2થી વધારે બાળકો હશે તેમને સરકારી નોકરી નહીં આપવામાં આવે. આસામ સરકારે આ જાહેરાત તેની જનસંખ્યા નીતિ હેઠળ કરી છે.

family

આસામના સ્વાસ્થય મંક્ષી હિમાંત વિશ્વશર્માએ કહ્યું આ જનસંખ્યા નીતિમાં સૂચન કરવામાં આવ્યું છે કે બેથી વધારે બાળકો હશે તો તે લોકોને સરકારી નોકરી નહીં મળે. તેમનું માનવું છે કે આમ કરવાથી વધતી જનસંખ્યાને કાબુમાં લઇ શકાશે. એટલું નહીં નોકરી પર લાગ્યા પછી પણ જો તમારે બેથી વધુ બાળકો થયા તો સંભાવના છે કે તમને સરકારી નોકરીથી નીકાળી દેવામાં આવે.

Read also:બેંકમાં હજી પણ છે નોટોની તંગી, એટીએમ કેમ લટકે હજી પાટિયા?

એટલું જ નહીં બેથી વધુ બાળકો હોવાના કારણે તેમને ટેક્ટર, આવાસ જેવી લાભકારી સરકારી યોજનાઓનો પણ ફાયદો નહીં મળે. વળી પંચાયત, નગર પાલિકા ચૂંટણી માટે પણ ઉમેદવારો પર પણ આ નિયમ લાગુ થશે. વધુમાં આસામ સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હેઠળ યુવતીઓને યુનિવર્સિટી લેવલ સુધી નિશુક્લ ભણતર આપવા અંગે પણ સૂચન કરવામાં આવ્યું છે. 

English summary
No government jobs for those having more than two children in Assam.
Please Wait while comments are loading...