For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: 'લંગર' પર નહીં લાગે GST

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: 'લંગર' પર નહીં લાગે GST, અત્યાર સુધીમાં લેવામાં આવેલો ટેક્સ પાછો આપવામાં આવશે

By Lekhaka
|
Google Oneindia Gujarati News

જલંધર: કેન્દ્ર સરકારે મફત લંગર આપનારી બધી ધાર્મિક / ચેરીટેબલ સંસ્થાઓ છે તેના પર લાગતો જી.એસ.ટી પાછો આપવાની સૂચનાની જાણ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે લંગર ને જીએસટીથી બહાર કરવામાં આવી છે. અગાઉ પંજાબ સરકાર લંગર ને જીએસટીથી મુક્ત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર આ નિર્ણયથી પંજાબના લોકો ખાસ કરીને શીખ સંગઠન ને રાહત મળી છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે માનવતાને જેઓ મફત ભોજન આપવાની સેવા કરે છે તેમના પર કોઈ ટેક્સ નહીં લાગશે.

langars

કેન્દ્ર સરકારે પોતાના નિર્ણયમાં પાછળના એક વર્ષમાં લીધેલો જીએસટી ટેક્સ પાછો આપવાની વાત કરી છે. તેઓ તેની માટે 350 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે કે જેનાથી ગુરુદ્વારો અને ધાર્મિક સંસ્થાઓ તરફથી આજ સુધી ખરીદેલા સમાન પર લેવાયેલો ટેક્સ પણ પાછો આપવામાં આવશે. હવે ફક્ત ગુરુદ્વારો જ નહીં પરંતુ મંદિરો, ચર્ચ અને મસ્જિદોમાં પણ જી.એસ. ટી પરત કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલએ તેમના ફેસબુક પેજ પર માહિતી આપતાં લખ્યું છે કે, ભારત સરકાર તરફથી લંગર પર લગાવેલ જીએસટીમાંથી મેળવવામાં આવેલી દરેક રકમ પરત આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ઘણા મહિનાઓથી લંગર પર લાગેલા જીએસટી ના નિર્ણયથી તેમનું હૃદય અત્યંત દુ: ખી હતું અને તે એક બોજ લાગતો હતો.

langars

ભૂતકાળમાં અકાલી દળએ જીએસટી ને લઈને ભાજપ પર આક્રમક વલણ કર્યું હતું અને લંગર ને જીએસટીથી મુક્ત કરવા માટેની માગણી કરી હતી. પરંતુ શાહકોટ ચૂંટણીઓમાં અકાલી દળની હાર બાદ અચાનક આ નિર્ણયને લઇ ચર્ચા કરવાનું શરૂ થયું છે કે ભાજપે પોતાની જનતાને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે.

પંજાબમાં ભાજપના અકાલી દળ સહયોગી પક્ષ છે. તાજેતરમાં શિરોમણી અકાલી દળ એ લંગર પર લાગેલા જીએસટી નઈ હટાવે તો કેન્દ્ર સરકાર વિરુધ્ધ ઊભા રેહવાની ચેતવણી આપી અને કહ્યું કે જો સરકાર તેમની માંગ પુરી નહિ કરે તો તેમનો પક્ષ તેનો વિરોધ કરશે. અકાલી દળનું કહેવું હતું કે ભાજપના રાષ્ટ્રીય પ્રધાન અમિત શાહ ખાતરી આપવા છતાં લંગર પરથી જીએસટી દૂર કરવામાં આવ્યું નથી. પરંતુ હવે નવા નિર્ણય સાથે અકાલી દળે પણ રાહતનો શ્વાસ લીધો છે.

English summary
no gst on langars says central government, notification issued
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X