ગુજરાત જાસૂસી કાંડ: તપાસ સમિતિનું અધ્યક્ષ કોઇ બનવા નથી માગતું
નવી દિલ્હી, 20 જાન્યુઆરી: ગુજરાતમાં એક યુવતીની કથિત જાસૂસીની તપાસ કરવાની જાહેરાત કેન્દ્ર સરકાર એક મહિના પહેલા કરી ચૂકી છે. પરંતુ કોઇ પણ જજ આ કેસમાં તપાસ કમિશનના અધ્યક્ષ બનવા માટે તૈયાર નથી.
સૂત્રોની માનીએ તો સરકારે કેટલાંક નિવૃત્ત ન્યાયાધિશોનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે આને પોલિટિકલ ગણાવી આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આ મામલામાં કથિત રીતે જોડાયેલા છે.
સૂત્રોએ જણાવ્યું કે મોદી ભાજપના વડાપ્રધાન ઉમેદવાર છે અને લોકસભા ચૂંટણી માથા પર છે. આવામાં સરકાર આરોપોના તપાસની અધ્યક્ષતા કરવા તૈયાર થાય તેઓ કોઇ જજ શોધી શકી નથી. કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ આનો ઇનકાર કર્યો છે કે તપાસની અધ્યક્ષતા કરવા માટે કોઇ જજ તૈયાર નથી, પરંતુ સાથે જ જણાવ્યું કે નિવૃત્ત જજના નામની જાહેરાતમાં કેટલીક સમસ્યા છે.
સરકારે 26 ડિસેમ્બરના રોજ કથિત રીતે મોદી તરફથી એક મહિલાની જાસૂસી કરાવવાના મામલાની તપાસ માટે પંચના ગઠનની જાહેરાત કરી હતી. કેન્દ્રીય કેબિનેટે તપાસપંચ અધિનિયમની ધારા 3 અંતર્ગત આ નિર્ણય કર્યો હતો, જે કેન્દ્રને એવા આયોગના ગઠનની શક્તિ પ્રદાન કરે છે. આ આયોગની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના કોઇ નિવૃત્ત જજને કરવાની છે. માનવામાં આવે છે કે કમિશન ત્રણ મહીનામાં પોતાની રિપોર્ટ પણ રજૂ કરી દેશે.