For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાન ચૂંટણી 2018: મુસ્લિમ ઉમેદવારોથી ભાજપા દૂર રહ્યું

રાજસ્થાન ચૂંટણી માટે ભાજપાએ ઉમેદવારોની બે લિસ્ટ જાહેર કરી દીધી છે. બંને લિસ્ટની ખાસ વાત છે કે તેમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને જગ્યા નથી આપવામાં આવી.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાન ચૂંટણી માટે ભાજપાએ ઉમેદવારોની બે લિસ્ટ જાહેર કરી દીધી છે. બંને લિસ્ટની ખાસ વાત છે કે તેમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને જગ્યા નથી આપવામાં આવી. જેને કારણે આ મુદ્દો ખુબ જ અગત્યનો બની ગયો છે. પાર્ટીના બે અગત્યના મુસ્લિમ ચહેરા વિશે વાત કરવામાં આવે તો વસુંધરા રાજેના નજીક મનાતા યુનુસ ખાનને પહેલા બે લિસ્ટમાં જગ્યા નથી આપવામાં આવી અને તેમના નામ પર હજુ પણ સસ્પેન્સ બન્યું છે. હજુ સુધી આ બાબત સ્પષ્ટ નથી થઇ શકી કે પાર્ટી તેમને ટિકિટ આપશે કે નહીં.

આ પણ વાંચો: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની 152 ઉમેદવારોની યાદી જાહેર

એક પણ મુસ્લિમ ઉમેદવારને જગ્યા નથી મળી

એક પણ મુસ્લિમ ઉમેદવારને જગ્યા નથી મળી

એટલું જ નહીં પરંતુ ભાજપના બીજા મોટા નેતા અને પાંચ વખત વિધાયક હબીબુર્રહમાન ને પણ પાર્ટી ઘ્વારા ટિકિટ નથી આપવામાં આવી, તેનાથી નારાજ હબીબુર્રહમાન કોંગ્રેસમાં જોડાઈ ચુક્યા છે. જે રીતે ભાજપે એક પણ મુસ્લિમ ચહેરાને ટિકિટ નથી આપી તેનાથી અંદાઝો લગાવવામાં આવી રહ્યો છે કે ભાજપ હાર્ડકોર હિંદુત્વના એજન્ડા પર ચાલી રહી છે.

હિંદુત્વના ચહેરાને પણ કિનારે

હિંદુત્વના ચહેરાને પણ કિનારે

રાજસ્થાનમાં ભાજપા હિન્દુત્વનો ચહેરો મનાતા રામગઢ વિધાયક જ્ઞાનદેવ આહુજાને પણ પાર્ટીએ નકાર્યા છે. તેમને શરૂઆતી બંને લિસ્ટમાં જગ્યા નથી આપવામાં આવી. જયારે બાસવાનાથી પાર્ટી વિધાયક ધન સિંહ રાવતને પણ પાર્ટીએ ટિકિટ નથી આપી આવી. પરિસ્થિતિમાં આ અગત્યના ચહેરાઓને ટિકિટ નહીં આપીને પાર્ટીએ કેટલાક હદ સુધી સાફ કર્યું છે કે વિવાદિત ચહેરાઓને ટિકિટ નહીં મળે. પરંતુ એક પણ મુસ્લિમ ચહેરાને ટિકિટ નહીં આપવાને કારણે તેઓ વિપક્ષને નિશાને છે.

7 ડિસેમ્બરે ચૂંટણી

7 ડિસેમ્બરે ચૂંટણી

ખરેખર રામગઢના અલ્વરમાં ગૌ હત્યા, ગૌ રક્ષકોની ગુંડાગર્દી, અને મોબ લિંચિંગની ઘણી ખબરો સામે આવી હતી. આ દરમિયાન જ્ઞાનદેવ આહુજા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા, જેને કારણે પાર્ટી હવે તેમનાથી દૂર રહી છે. આપને જણાવી દઈએ કે રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે ચૂંટણી થવા જઈ રહી છે.

English summary
No muslim face in BJP list of candidates for Rajasthan Assembly elections 2018.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X