કોરોનાથી ડરવાની જરૂર નથી, તે રોકી શકાય તેવી બિમારી છેઃ સીનિયર ડૉક્ટર
ભારત સહિત આખી દુનિયામાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસ સતત વધતા જઈ રહ્યા છે. લોકોમાં વાયરસ માટે ખૂબ જ ભયનો માહોલ છે. આ કેસમાં ઈન્ડિયન એસોસિએશન ઑફ પીડિયાટ્રિક્સમાં મીડિયા સેલના અધ્યક્ષ ડૉક્ટર રવિ મલિકે કહ્યુ કે કોરોના વાયરસને રોકી શકાય છે. તેમણે કહ્યુ, સામાન્ય રીતે ફેફસા સાથે સંબંધિત વાયરસ બાળકોને પ્રભાવિત કરે છે અને તેમાં મૃત્યુદર પણ વધુ હોય છે પરંતુ આ કોરોના વાયરસના કેસમાં સાચુ નથી. આનાથી ડરવાની કોઈ જરૂર નથી, આ એક રોકી શકાય તેવી બિમારી છે.
તમને જણાવી દઈએ કે દુનિયા હાલમાં કોરોના વાયરસ(કોવિડ-19) સામે લડી રહી છે. દુનિયાભરમાં વાયરસના કારણે 8,961થી પણ વધુ લોકોના મોત નીપજ્યા છે. વળી, સંક્રમિત લોકોની સંખ્યા 219,087નો આંકડો પાર કરી ચૂકી છે. ભારતની વાત કરીએ તો અહીં પણ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 168 થઈ ગઈ છે. જ્યારે આ મહામારીથી 3 લોકો મોતના શિકાર પણ થઈ ચૂક્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો વાયરસ સામે લડવા માટે દરેક જરૂરી પગલા લઈ રહી છે.
આ પણ વાંચોઃ આજે રાતે 8 વાગે પીએમ મોદી કરી શકે છે કંઈ મોટુ એલાન, લાગી રહી છે અટકળો