જે ભારતને ફ્રાંસ બનાવી શકે છે તેની વાત મોદી પણ કરતા નથી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

લખનઉ, (અજય મોહન) લોકસભા ચૂંટણીના આ દૌરમાં સોનિયા ગાંધીના નેતૃત્વવાળી સોનિયા ગાંધી વોટ પાકા કરવા માટે મૌલાનાઓને મળી રહ્યાં છે, તો મુલાયમ મુસ્લિમ નેતાઓને સપામાં સામેલ કરવા માટે મહેનત કરી રહ્યાં છે. તો બીજી તરફ અમિત શાહ જેવા નેતા મતદારોને બદલો લેવાની વાત કરી રહ્યાં છે. કેટલીક રેલીઓમાં વિકાસના બોલ સાંભળવામાં આવે છે, પરંતુ કોઇ પણ મુખ્ય પાર્ટી આ સમુદાયની વાત કરતા નથી, જે ભારતને ફ્રાંસ બનાવી શકે છે.

આ તે લોકો છે, જે જમીની સ્તર પર કામ કરે છે, ઓહ સોરી જમીની સ્તર પર નહી પરંતુ જમીની કામ કરે છે. કારણ કે તેમની જવાબદારી જમીન સાફ કરવાની જ છે. જી હાં દેશભરના નેતા ગલી મહોલ્લાના ચક્કર કાપી રહ્યાં છે, પરંતુ તેમાંથી કેટલા છે જે ઝૂંપડપટ્ટીઓ જાય છે અને આ સમાજ વિશે કંઇક કરવાની વાત કરે છે. દરેક વખતે ચૂંટણી આવતાં જ નેતા ઝૂંપડપટ્ટીમાં જઇને તમામ વાયદા કરે છે, પરંતુ ક્રિયાન્વયન થતાં થતાં પાંચ વર્ષ વિતી જાય છે અને આ સમાજ જ્યાં નો ત્યાં રહી જાય છે.

જો કાયદા અને સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રીય માનવાધિકાર પંચના નિર્દેશાનુસાર સફાઇકર્મીઓને રહેવાની વ્યવસ્થા તથા પુનર્વાસ કેમ ન કરવામાં આવ્યો. પ્રથા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગેલ છે, પરંતુ દેશનો કોઇપણ ખૂણો અછૂતો નથી. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ પંચ તથા રાષ્ટ્રીય સફાઇ કર્મચારી પંચની પ્રસ્તુતિયો ફાઇલો સુધી સીમિત કેમ રહી જાય છે.

રાષ્ટ્રીય સ્વચ્છકાર વિભૂતિ યોજના બંધ પડી છે. તેની સુધ ઉત્તર પ્રદેશ સરકારે લીધી નહી, તો આપણે કેન્દ્ર પાસે શું આશા રાખીએ. ખાનગી ક્ષેત્રમાં સફાઇ કર્મીઓને શરતો પર કામ કરવું પડે છે. તેન માટે લેબર લૉનો અર્થ કશું જ નથી.

narendra-modi-supporters-5

ઝાડુ બન્યું ચૂંટણી ચિન્હ પરંતુ ઝાડુવાળાની ચિંતા નહી

આ સંબંધમાં લખનઉના વરિષ્ઠ પત્રકાર તથા ટીવી એન્કર સંતોષ વાલ્મિકી, જે આ સમાજના જ છે, તેમની સાથે વાત કરી તો તેમણે કહ્યું કે કોઇપણ શહેર હોય તેનો વિકાસ પણ સંભવ છે, જ્યારે શહેર સાફ સુથરું રહેશે અને તેના માટે જરૂરી છે સ્વચ્છતા કર્મચારીઓને આર્થિક મજબૂતી પ્રદાન કરવી. દેશની તમામ સ્વચ્છતા એકમોમાં વર્ષોથી ભરતી થઇ નથી. ખાસ વાત એ છે કે ચૂંટણી દરમિયાન નેતા જ્યારે આ સમાજના લોકોને મળવા માટે પણ આવે છે, તો ફક્ત વોટ માંગવા માટે. તેમની પાસે આ સમાજના ઉત્થાન માટે કોઇ વિશેષ એજન્ડા હોતો નથી.

સંતોષ વાલ્મિકી કહે છે કે સૌથી વધુ અફસોસની વાત એ છે કે સરકારો તથા તમારા એનજીઓ સ્વચ્છકાર સમાજના ઉત્થાનના નામ ઘણા બધા પૈસા એકઠા કરે છે, પરંતુ જમીન પર કામ કરવાનું કોઇ પરિણામ આવતું નથી. મારી સમજમાં જો ખરેખર આપણા દેશને ફ્રાંસ જેવો સ્વચ્છ, સાફ તથા સુંદર બનાવવો છે, આ સમાજ માટે અલગથી એજંડા તૈયાર કરવો પડશે, નહી તો વિકાસના બધા દાવા અધૂરા આવશે.

English summary
This Lok Sabha Election 2014, None of the political party is talking about the people who can make India France.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X