• search

શું વરિષ્ઠ નેતાઓનું દિલ દુખાવીને ભાજપ મેળવશે સત્તા?

નવી દિલ્હી, 23 માર્ચઃ ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે તે કોણપણ સ્થિતિમાં સત્તામાં આવશે. જો વર્ષ 2009માં વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી જે નથી કરી શક્યા તે આ વખતે ગુજરાતના મુખ્યમંત્રી નેરન્દ્ર મોદી કરી શકશે અને કદાચ એટલા માટે જ તેમને પોતાના વરિષ્ઠ નેતાઓના આસું દેખાઇ રહ્યાં નથી. ટીકીટ વહેંચણીને લઇને જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપમાં તોફાન આપવામાં આવ્યો છે, તેને જોઇને એવું લાગે છે કે પાર્ટીનો દારોમદાર જે લોકોના હાથમાં તેમને ના તો વરિષ્ઠ નેતાઓની ચિંતા છે અને ના તો વૃદ્ધ નેતાઓના આસું દેખાઇ રહ્યાં છે કે ના તો તેમનું દુઃખ અનુભવી રહ્યાં છે.

જેનાથી એક વાત સાબિત થાય છે કે ભાજપ કોઇપણ રીતે ચૂંટણીમાં જીત હાંસલ કરવા માગે છે અને તેથી તે વરિષ્ઠ લોકોની અનદેખી કરવામાં પણ ખચકાતો નથી. તેને કોઇ વાંધો નથી કે વરિષ્ઠ નેતાઓ પાર્ટીમાં રહે કે ના રહે અને કદાચ એટલા માટે જ ટીકીટ વહેચણીને લઇને પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ પોતાની નારાજગી છૂપાવી રહ્યાં નથી અને ખુલીને પોતાનો ગુસ્સો દેખાડી રહ્યાં છે. અડવાણી, જોશી બાદ નારાજગીનું નવું સંસ્કરણ પાર્ટીના વરિષ્ઠ નેતા જસવંત સિંહના રૂપમાં સામે આવ્યા છે.

જસવંત સિંહ રાજસ્થાનના બાડમેરથી ટીકીટ ઇચ્છતા હતા, પરંતુ પાર્ટીએ ત્યાંથી અન્ય કોઇને ઉમેદવાર બનાવ્યા છે, ત્યારબાદ જસવંત સિંહે ભાવુક થઇને ભાજપ છોડી દેવાની વાત કરી છે. જેના કારણે વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજ પણ ઘણા આહત છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહે છેલ્લા બે ત્રણ મહિનાથી જે પ્રકારે પાર્ટીનું પ્રબંધન કરવામાં આવી રહ્યું છે, તેને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. જસવંતે કહ્યું કે, સાચો મુકાબલો અસલી ભાજપ અને નકલી ભાજપની વચ્ચે છે. હું નિર્ણય નથી કરતો, લોકો કરશે.

લાલ કૃષ્ણ અડવાણી

લાલ કૃષ્ણ અડવાણી

જસવંત સિંહે પહેલા પાર્ટીએ વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને ટીકીટ આપવાને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. પાર્ટીના વયોવૃદ્ધ નેતા ગુજરાતના ગાંધીનગરના સ્થાને ભોપાલથી ચૂંટણી લડવા માગતા હતા. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ તેમને ગાંધીનગરની બેઠક આપી છે. ભાજપ નેતાઓએ મનાવ્યા બાદ અડવાણી ગાંધીનગરથી ચૂંટણી લડવા માટે તૈયાર થઇ ગયા. તેમને બનાવવા માટે પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ ગયા હતા.

મુરલી મનોહર જોશી

મુરલી મનોહર જોશી

મોદીના કારણે જોશીએ પોતાની વારાણસીની બેઠક છોડવી પડી છે અને તેઓ ગુસ્સો પી ગયા છે. જો કે, તમામ ઉતાર ચઢાવ બાદ તે કાનપુરથી ચૂંટણી લડવા તૈયાર થઇ ગયા છે.

લાલજી ટંડન

લાલજી ટંડન

લખનઉના સીટિંગ એમપી લાલજી ટંડનને પણ રાજનાથ સિંહના કારણે લખનઉ બેઠક છોડવી પડી છે. જો કે તેઓ આ વાત માટ તૈયાર નહોતા.

વિરોધ અને વિદ્રોહ

વિરોધ અને વિદ્રોહ

કદાચ એટલા માટે જ ગાઝિયાબાદથી પાર્ટીના ઉમેદવાર પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી કે સિંહને કાળા વાવટાથી સ્વાગત કર્યું. ચંદીગઢમાં પાર્ટીના જ કેટલાક કાર્યકર્તાઓના કારણે કિરણ ખેર પર ઇંડા ફેંક્યા અને પટણામાં શત્રુઘ્ન સિન્હાના સમર્થકોના વિરોધીઓ સાથે બબાલ થઇ ગઇ.

મનસેના કારણે શિવસેના નારાજ

મનસેના કારણે શિવસેના નારાજ

મહારાષ્ટ્રમાં ભાજપના સહયોગી શિવસેનાએ નીતિન ગડકરીની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાત પર નાખુશી જાહેર કરી છે. શિવસેનાએ ભાજપને યાદ અપાવ્યુ કે રાષ્ટ્રીય રાજકારણમાં અડવાણીનો યુગ સમાપ્ત થયો નથી.

જસવંત સિંહ

જસવંત સિંહ

રાજસ્થાનના બાડમેરથી ઉમેદવાર નહીં બનાવવામાં આવવાથી નારાજ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા જસવંત સિંહે શનિવારે કહ્યું કે, પાર્ટી પર બહારના લોકોની પકડ થઇ ગઇ છે. જસવંત સિંહના નજીકના લોકોએ કહ્યું કે, તે સંભવતઃ ભાજપમાંથી ટૂંક સમયમાં રાજીનામું આપી દેશે.

English summary
Old Politician are useless For Bjp Because After L K Advani, Jaswant Singh Sidelined by BJP. And the party is desperate to ride on the Narendra Modi wave and cruise to a victory in the coming elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X