For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરમાણુ ક્ષમતાઓનો માનવીય ચહેરો રજૂ કરે ભારત: વડાપ્રધાન

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 22 જુલાઇ: વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ સોમવારે મુંબઇ સ્થિત ભાભા પરમાણું સંશોધન કેન્દ્ર (બાર્ક)ની મુલાકાત લીધી અને વૈજ્ઞાનિકો સાથે વાતચીત પણ કરી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરમાણુ ઊર્જા સંસ્થાઓને આહ્વાન કર્યું કે પરમાણુ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતની ક્ષમતાઓનું માનવીય ચહેરો વિશ્વ પટલ પર રાખે અને વર્ષો સુધી આંતરરાષ્ટ્રીય ટેકનોલોજીથી વંચિત રહેવા છતા પોતાની સિદ્ધિઓ ગણાવે. સાથે જ વડાપ્રધાને પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની મોટી ભૂમિકાના સંકેત આપતા જણાવ્યું કે મહત્વાકાક્ષી વિસ્તાર કાર્યક્રમ માટે રોકાણના વધારાના સ્ત્રોત તપાસવાની જરૂર છે.

વડાપ્રધાને આ વિચાર મુંબઇ સ્થિત ડીએઇની મુલાકાત દરમિયાન રજૂ કર્યો. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાનની સાથે પરમાણુ ઊર્જા વિભાગના સચિવ આર.કે. સિન્હા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. આ દરમિયાન ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રમાં વૈજ્ઞાનિકોએ વડાપ્રધાનને ભારતના પરમાણુ ઊર્જા કાર્યક્રમથી અવગત કરાવ્યા. બાર્કમાં સંબોધન કરતી વખતે મોદીએ પોતાની ધારણા વ્યક્ત કરી કે ઊર્જા સુરક્ષા ભારતના ઝડપી અને દીરઘકાલીન વિકાસનું મહત્વપૂર્ણ ચાલક છે જે સ્વચ્છ અને વિશ્વસનીય સ્ત્રોતો પર આધારીત છે. માંગના સ્તરને ધ્યાનમાં રાખતા દેશની ઊર્જા રણનીતિમાં પરમાણું ઊર્જાની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

તેમણે જણાવ્યું કે વૈજ્ઞાનિક પોતાના દીર્ઘકાલિન યોજનાઓ અને આંતરરાષ્ટ્રીય અંદાજ અનુસાર ટેકનોલોજીનો ઉદભવ ચાલુ રાખે. વડાપ્રધાને જણાવ્યું કે ડીએઇને દેશમાં પર્યાપ્ત માત્રામાં કુશળ માનવ સંસાધનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની યોજના પણ બનાવવી જોઇએ. વડાપ્રધાનની સાથે રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજિત દાવોલ પણ હતા.

મોદીએ પરમાણુ ઊર્જા વિભાગને જણાવ્યું કે તેઓ પોતાનું સંશોધન વધારવા માટે વિશેષ પ્રયત્ન કરે અને પરમાણુ વિજ્ઞાનના ઉપયોગને રાષ્ટ્રીય સ્તર પર તબીબી, મેનેજમેન્ટ, જળશોધન, કૃષિ અને ખાદ્ય સંરક્ષણ જેવા ક્ષેત્રમાં વિસ્તારો.

જ્યારે આનાથી પહેલા બપોરે હવાઇ મથક પર પહોંચવા પર મોદીનું સ્વાગત રાજ્યપાલના શંકરનારાયણ અને મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કર્યું. આ સમયે પ્રદેશ ભાજપ સમિતિના વરિષ્ઠ નેતા હાજર હતા. મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ દેવેન્દ્ર ફડનવીસ અને વિધાનપરિષદમાં વિપક્ષના નેતા વિનોદ તાવડેએ પણ હવાઇ મથક પર મોદીનું સ્વાગત કર્યું.

તસવીરોમાં જુઓ મોદીની બાર્ક મુલાકાત...

નરેન્દ્ર મોદી બાર્કની મુલાકાતે

નરેન્દ્ર મોદી બાર્કની મુલાકાતે

વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ સોમવારે મુંબઇ સ્થિત ભાભા પરમાણું સંશોધન કેન્દ્ર (બાર્ક)ની મુલાકાત લીધી અને વૈજ્ઞાનિકો સાથે વાતચીત પણ કરી.

મોદીએ પરમાણુ ઊર્જા સંસ્થાઓને આહ્વાન કર્યું

મોદીએ પરમાણુ ઊર્જા સંસ્થાઓને આહ્વાન કર્યું

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરમાણુ ઊર્જા સંસ્થાઓને આહ્વાન કર્યું કે પરમાણુ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતની ક્ષમતાઓનું માનવીય ચહેરો વિશ્વ પટલ પર રાખે અને વર્ષો સુધી આંતરરાષ્ટ્રીય ટેકનોલોજીથી વંચિત રહેવા છતા પોતાની સિદ્ધિઓ ગણાવે.

ખાનગી ક્ષેત્રની મોટી ભૂમિકાના સંકેત

ખાનગી ક્ષેત્રની મોટી ભૂમિકાના સંકેત

વડાપ્રધાને પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની મોટી ભૂમિકાના સંકેત આપતા જણાવ્યું કે મહત્વાકાક્ષી વિસ્તાર કાર્યક્રમ માટે રોકાણના વધારાના સ્ત્રોત તપાસવાની જરૂર છે.

વડાપ્રધાનની સાથે પરમાણુ ઊર્જા વિભાગના સચિવ

વડાપ્રધાનની સાથે પરમાણુ ઊર્જા વિભાગના સચિવ

આ મુલાકાત દરમિયાન વડાપ્રધાનની સાથે પરમાણુ ઊર્જા વિભાગના સચિવ આર.કે. સિન્હા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. આ દરમિયાન ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રમાં વૈજ્ઞાનિકોએ વડાપ્રધાનને ભારતના પરમાણુ ઊર્જા કાર્યક્રમથી અવગત કરાવ્યા.

ઊર્જા સુરક્ષા ભારતના ઝડપી વિકાસનું ચાલક

ઊર્જા સુરક્ષા ભારતના ઝડપી વિકાસનું ચાલક

બાર્કમાં સંબોધન કરતી વખતે મોદીએ પોતાની ધારણા વ્યક્ત કરી કે ઊર્જા સુરક્ષા ભારતના ઝડપી અને દીર્ઘકાલીન વિકાસનું મહત્વપૂર્ણ ચાલક છે જે સ્વચ્છ અને વિશ્વસનીય સ્ત્રોતો પર આધારીત છે. માંગના સ્તરને ધ્યાનમાં રાખતા દેશની ઊર્જા રણનીતિમાં પરમાણું ઊર્જાની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

કુશળ માનવ સંસાધનની ઉપલબ્ધતા

કુશળ માનવ સંસાધનની ઉપલબ્ધતા

તેમણે જણાવ્યું કે વૈજ્ઞાનિક પોતાના દીર્ઘકાલિન યોજનાઓ અને આંતરરાષ્ટ્રીય અંદાજ અનુસાર ટેકનોલોજીનો ઉદભવ ચાલુ રાખે. વડાપ્રધાને જણાવ્યું કે ડીએઇને દેશમાં પર્યાપ્ત માત્રામાં કુશળ માનવ સંસાધનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની યોજના પણ બનાવવી જોઇએ. વડાપ્રધાનની સાથે રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજિત દાવોલ પણ હતા.

મોદીએ પરમાણુ ઊર્જા વિભાગને જણાવ્યું કે

મોદીએ પરમાણુ ઊર્જા વિભાગને જણાવ્યું કે

મોદીએ પરમાણુ ઊર્જા વિભાગને જણાવ્યું કે તેઓ પોતાનું સંશોધન વધારવા માટે વિશેષ પ્રયત્ન કરે અને પરમાણુ વિજ્ઞાનના ઉપયોગને રાષ્ટ્રીય સ્તર પર તબીબી, મેનેજમેન્ટ, જળશોધન, કૃષિ અને ખાદ્ય સંરક્ષણ જેવા ક્ષેત્રમાં વિસ્તાર.

નરેન્દ્ર મોદીએ બાર્કની મુલાકાત લીધી

નરેન્દ્ર મોદીએ બાર્કની મુલાકાત લીધી

જ્યારે આનાથી પહેલા બપોરે હવાઇ મથક પર પહોંચવા પર મોદીનું સ્વાગત રાજ્યપાલના શંકરનારાયણ અને મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કર્યું. આ સમયે પ્રદેશ ભાજપ સમિતિના વરિષ્ઠ નેતા હાજર હતા. મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ દેવેન્દ્ર ફડનવીસ અને વિધાનપરિષદમાં વિપક્ષના નેતા વિનોદ તાવડેએ પણ હવાઇ મથક પર મોદીનું સ્વાગત કર્યું.

English summary
No policy change in N-energy project: Prime Minister Narendra Modi at BARC, see in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X