• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IAS-IPS બનવું થયું અઘરું, અંગ્રેજી ફરજિયાત

|

નવી દિલ્હી, 7 માર્ચઃ યુપીએસસી પરીક્ષામાં થયેલા ફેરબદલે રાજકીય માહોલ ગરમ કરી દીધો છે. પરીક્ષા પ્રણાલીમાં થયેલા ફેરફાર અનુસાર અંગ્રેજી ભાષામાં પરીક્ષા આપવી ફરજિયાત હશે, જેના માર્ક મેરિટમાં ગણાશે. પહેલા અંગ્રેજી સાથે કોઇ એક ભારતીય ભાષાની પરીક્ષામાં ન્યૂનતમ અંક મેળવવા અનિવાર્ય હતા પરંતુ તે નંબર મેરિટમાં ઉમેરાતા નહોતા. શિવસેનાએ આ નિર્ણયને મરાઠીઓ વિરોધી ગણાવી આંદોલન છેડ્યું છે. બીજી તરફ વિપક્ષે પણ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે.

યુપીએસસીની પરીક્ષા પાસ થનારા જ આઇએએસ, આઇપીએસ, આઇએફએશ અને આઇઆરએસ વગેરે બનીને દેશનું પ્રશાસન સંભાળતા હતા, પરંતુ આયોગે પરીક્ષા પદ્ધતિમાં 20 વર્ષ બાદ થોડાક પરિવર્તન કર્યા છે, જેના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. શિવસેનાએ મરાઠીની ઉપેક્ષાનો મુદ્દો ઉઠાવીને વિરોધ કરી રહી છે. ગુરુવારે શિવસેનાને રાજ્યસભા આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો છે.

પરીક્ષા પદ્ધતિમાં થયેલા પરિવર્તનને પ્રધાનમંત્રીએ તાજેતરમાં મંજૂરી આપી છે. ત્યારબાદ તમામ બદલાવો સાથે જોડાયેલી અધિસુચના જારી તઇ જેના આધારે 2013માં પરીક્ષા થશે. જેમાં અંગ્રેજીની પરીક્ષા અનિવાર્ય રહેશે. અંગ્રેજી પરીક્ષામાં મળનારા માર્કને મેરિટમાં ઉમેરવા આવશે, આ ઉપરાંત અન્ય કોઇ ભાષાના સાહિત્યને વૈકલ્પિક વિષય તરીકે એ જ લોકો પસંદ કરી શકશે, જેમણે એ વિષય બીએમાં ભળ્યો હોય. જૂના પાઠ્યક્રમમાં અંગ્રેજીની સાથોસાથ એક ભારતીય ભાષામાં ન્યૂનતમ અંક મેળવવા જરૂરી હતા, આ પરીક્ષાઓના માર્ક મેરિટમાં ઉમેરાતા નહોતા.

વિપક્ષે આ નિર્ણયને જનવિરોધી ગણાવ્યો છે. તેમણે ચેતવ્યા છે કે ભારતીય ભાષાઓની અવગણના કરવી સરકારને નડશે, પરંતુ સરકાર આ આરોપોને ખારીજ કરી રહી છે, આ નિર્ણય ભારતીય ભાષાની અવગણના માટે નથી.

English summary
No regional language test in UPSC exams. BJP, Shiv Sena call decision anti people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X