For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમ્બ્યુલન્સ નહીં આવી તો ગર્ભવતીને વાંસ સાથે બાંધીને હોસ્પિટલ લાવ્યા

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક કેસ છે, જેણે તબીબી વ્યવસ્થાતંત્રની પોળ ખોલી છે. અહીં એક ગર્ભવતી મહિલાને વાંસ સાથે બાંધીને હોસ્પિટલ લાવવામાં આવી

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક કેસ છે, જેણે તબીબી વ્યવસ્થાતંત્રની પોળ ખોલી છે. અહીં એક ગર્ભવતી મહિલાને વાંસ સાથે બાંધીને હોસ્પિટલ લાવવામાં આવી કારણ કે, હોસ્પિટલ ઘ્વારા ખરાબ રોડનો ઉલ્લેખ કરતા એમ્બ્યુલન્સ મોકલવાનો ઇનકાર કર્યો હતો. ANI અનુસાર, વિશાખાપટ્ટનમ રહેવાસીઓ અનુકુ ગામ નિવાસી ગર્ભવતી મહિલાને વાંસના ડંડા અને ચાદરની મદદ થી 6 કિલોમીટર સુધી ઉંચકીને લાવ્યા.

pregnant woman

કોટરુલતારા ગામની રહેવાસી પીડિતાના પરિવાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે શુક્રવારે તેને પ્રસવ પીડા થયી. ત્યારે તેમને 108 નંબર ડાયલ કરીને એમ્બ્યુલન્સ મોકલવા માટે માંગણી કરી પરંતુ હોસ્પિટલ તરફથી ખરાબ રસ્તાનું કારણ જણાવીને એમ્બ્યુલન્સ મોકવાથી ઇન્કાર કરી દીધો. ગામથી હોસ્પિટલ સડક માર્ગ 10 કિલોમીટર દૂર છે. પરિવાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગર્ભવતી મહિલાને ઉઠાવીને તેઓ 6 કિલોમીટર સુધી ચાલ્યા. બાકીના 4 કિલોમીટર માટે તેમને રીક્ષા મળી ગયી એટલે સારું થયું.

આપણે જણાવી દઈએ કે આ કોઈ પહેલો મામલો નથી જયારે કોઈ ગર્ભવતી મહિલાને વાંસ પર લટકાવીને હોસ્પિટલ લઇ જવામાં આવી હોય. આ પહેલા પણ ઓડિશામાં કાલાહાંડી જિલ્લામાં આવો જ કિસ્સો જોવા મળ્યો હતો. અહીં એમ્બ્યુલન્સ ચાલકના વર્તાવને કારણે ગર્ભવતી મહિલાને પરિવારના લોકો 16 કિલોમીટર સુધી વાંસ પર લટકાવીને લઇ ગયો હતો.

English summary
A pregnant woman in Andhra Pradesh was carried by her family in a bedsheet tied to bamboo poles for six kilometers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X