For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુકેશ અંબાણીનો પગાર 10 માં વર્ષે પણ વધ્યો નહિ, જાણો કારણ

ભારત જ નહિ પરંતુ એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં શામેલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ ધીરુબાઈ અંબાણીએ સતત 10 માં વર્ષે પોતાનો પગાર વધાર્યો નથી.

|
Google Oneindia Gujarati News

ભારત જ નહિ પરંતુ એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં શામેલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ ધીરુબાઈ અંબાણીએ સતત 10 માં વર્ષે પોતાનો પગાર વધાર્યો નથી. તમને જાણીને નવાઈ લાગશે કે મુકેશ અંબાણીએ પોતાનું વેતન નહિ વધારવાની ઈચ્છા દર્શાવી છે. આ વાત કંપનીના વાર્ષિક રિપોર્ટમાં સામે આવી છે. ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીનું વાર્ષિક વેતન 15 કરોડ રૂપિયા છે.

મુકેશ અંબાણીનું વાર્ષિક વેતન 15 કરોડ રૂપિયા

મુકેશ અંબાણીનું વાર્ષિક વેતન 15 કરોડ રૂપિયા

રિપોર્ટ મુજબ કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાનું પારિતોષિક અપરિવર્તિત 15 કરોડ જ રાખ્યુ છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 10 વર્ષથી મુકેશ અંબાણી આમ જ કરતા આવી રહ્યા છે. તમને એ પણ જણાવી દઈએ કે તેમના વેતનમાં ભથ્થા, વળતર, સેવાનિવૃત્તિ લાભ અને કમિશન શામેલ છે.

ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીઃ ફોર્બ્ઝ

ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીઃ ફોર્બ્ઝ

ફોર્બ્ઝ પત્રિકાની વાર્ષિક સૂચિમાં અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ બતાવવામાં આવ્યા છે. ગયા એક વર્ષ દરમિયાન મુકેશ અંબાણીની સંપત્તિમાં 15.3 અબજ ડૉલર એટલે કે 67 ટકાનો વધારો થયો છે. આ રીતે તે ટૉપ સ્થાન પર પોતાની પકડ મજબૂત કરવા સાથે એશિયાના પ્રથમ પાંચ અમીરોમાં પણ શામેલ થવામાં સફળ રહ્યા હતા.

આલિશાન ઘર ‘એન્ટાલિયા’

આલિશાન ઘર ‘એન્ટાલિયા’

અંબાણીની સંપત્તિમાં પહેલુ નામ તેમના આલિશાન ઘર ‘એન્ટાલિયા' નું આવે છે કે જે 27 માળનું છે અને તેની દેખરેખ માટે 600 માણસો રાખવામાં આવ્યા છે.

આલિશાન ઘરની અંદાજિત કિંમત અગિયાર હજાર કરોડ

આલિશાન ઘરની અંદાજિત કિંમત અગિયાર હજાર કરોડ

આ આલિશાન ઘરની અંદાજિત કિંમત અગિયાર હજાર કરોડ છે જેમાં એકથી એક ચડિયાતી સુવિધાઓ છે. આ ઘરમાં લગભગ 168 ગાડીઓ છે જેના માટે 7 માળનું પાર્કિંગ બનેલુ છે. એન્ટાલિયામાં સુવિધા માટે થિયેટર, જિમ વગેરે બધુ જ હાજર છે.

English summary
Richest Indian Mukesh Ambani has kept his annual salary from company Reliance IndustriesNSE 0.15 % capped at Rs 15 crore for the tenth year on the trot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X