ના રેતી, ના સિમેન્ટ, 48 કલાકમાં બની 10 માળની ઇમારત !
બિલ્ડિંગનું નિર્માણ ગુરૂવારે 4.30 વાગે સાંજે શરૂ થયું હતું. શુક્રવાર સાંજ સુધી સાત માળ તૈયાર થઇ ગયા હતા. 48 કલાકની સમય મર્યાદામાં પુર્ણ થનાર આ બિલ્ડિંગ થઇ ગયું છે. જો કે એંજીનિયર બારીઓના કાચ લગાવવાનું તથા અન્ય આંતરિક સજાવટનું કામ રહ્યાં હતા.
સમાગ્રીનું નિર્માણ એક નજીકના કારખાનામાં બે મહિનાથી થઇ રહ્યું હતું. બિલ્ડિંગ નિર્માણમાં 200 ટનથી વધુ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બિલ્ડિંગના નિર્માણ પહેલાંથી તૈયાર સંરચનાવાળી સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સિનર્જી થ્રિસલિંગટન આધારભૂત સંરચના કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'અમારો પ્રયત્ન 48 કલાકમાં 10 માળની બિલ્ડિંગ ઉભી કરવાનો હતો. અમે તે સાબિત કરવા માંગણીએ છીએ કે આ શક્ય છે. આ લક્ષ્ય 48 કલાકમાં પ્રાપ્ત થયું. ફિનિશિંગનું થોડું કામ બાકી રહ્યું છે. આ ફક્ત એક નમૂના સંરચના છે.
1,000 કરોડ રૂપિયાની આધારભૂત સંરચના કંપનીન પ્રમુખ ઉદ્યમી હરપાલ સિંહએ દાવો કર્યો હતો કે 48 કલાકમાં 10 માળની બિલ્ડિંગ તૈયાર થઇ જશે. ચંદીગઢના જેડબ્લ્યૂ મેરિયટ હોટલના માલિક હરપાલ સિંહે કહ્યું હતું કે 48 કલાકમાં 10 માળની તૈયાર થનારી આ પ્રથમ ઇમારત હશે. આ ઇમારતના નકશાને ભૂકંપ ઝોન પાંચ વિસ્તારના માટે મંજૂરી આપવામાં આવી છે. જેને સૌથી ખતરનાક વિસ્તાર ગણવામાં આવે છે.
ગુરૂવારે ફક્ત છ કલાકમાં ત્રણ માળ તૈયાર થઇ ગયા હતા. આ ઇમારતને બનાવવા માટે 200થી વધુ કુશળ કારીગરો કામ કરી રહ્યાં છે. આ ઇમારતને બનાવવા માટે રેતી અને સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.