ભાઈની લાશ ખભા પર મૂકી હોસ્પિટલ લઇ જવું પડ્યું.

Posted By:
Subscribe to Oneindia News

સ્વાસ્થ્ય વિભાગની બેજવાબદારી ફરી એકવાર સામે આવી. અહીં મૃતકના પરિવારને ઘણીવાર જણાવ્યા પછી પણ એમ્બ્યુલન્સ આપવામાં આવી નહીં. જેના કારણે પરિવારે શવ ખભા પર મૂકીને લઇ જવું પડ્યું. અહીં નાના સાથે ખેતરમાં કામ કરી રહેલી યુવક માટીમાં દબાઈ ગયો જયારે તેને ઘાયલ હાલતમાં દવાખાને લઇ જવામાં આવ્યો ત્યારે તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો.

મૃતકના પરિવારે જયારે ઘરે લઇ જવા માટે એમ્બ્યુલન્સ માંગી ત્યારે તેમને ભગાડી દેવામાં આવ્યા. જેના કારણે પરિવારનો એક વ્યક્તિ તેને ખભા પર મૂકીને ઘરે લઇ ગયો. આ આખા મામલામાં સ્વાસ્થ્ય વિભાગની બેજવાબદારી ફરી એકવાર સામે આવી ચુકી છે.

બેહજોઇ કોતવાલી ગામના સાબતબાડી નો મામલો

બેહજોઇ કોતવાલી ગામના સાબતબાડી નો મામલો

આ આખો મામલો બેહજોઇ કોતવાલી ગામના સાબતબાડી નો છે. જ્યાં સુરજપાલ પોતાના નાના સાથે ખેતરમાં માટીની કુફાઇયાં સાફ કરી રહ્યો હતા ત્યારે અચાનક જ માટી સુરજપાલ પર આવીને પડી જેમાં તે દબાઈ ગયો. ઘણા સમય પછી ગામના લોકોની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યો. તેના નાનીહાલ લોકો ઘ્વારા એમ્બ્યુલન્સ માટે ઘણા ફોન કરવામાં આવ્યા પરંતુ કોઈએ ફોન ઉઠાવ્યો નહીં એટલા માટે મોટરસાઇકલમાં જ તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.

કોઈ સ્ટ્રેચર પણ મળ્યું નહીં

કોઈ સ્ટ્રેચર પણ મળ્યું નહીં

જયારે તેને ઘાયલ હાલતમાં મોટરસાઇકલ થી ઉતારવામાં આવી રહ્યો હતો ત્યારે કોઈ પણ સરકારી કર્મચારી મદદ માટે આગળ આવ્યો નહીં તેને કોઈ સ્ટ્રેચર પણ મળ્યું નહીં.

વાહન હોસ્પિટલ તરફથી આપવામાં આવ્યું નહીં

વાહન હોસ્પિટલ તરફથી આપવામાં આવ્યું નહીં

ડોક્ટરે ઘ્વારા તેને મૃત ઘોષિત કર્યા પછી તેમને કોઈ પણ વાહન આપવામાં આવ્યું નહીં પરંતુ તેમને ફટકાર આપવામાં આવી. કોઈ પણ વાહન હોસ્પિટલ તરફથી આપવામાં આવ્યું નહીં જેથી તેમને શવ ફરી મોટરસાઇકલ પર જ લઇ જવું પડ્યું.

સીએમઓ અમૃતા સિંહ ઘ્વારા બેજવાબદારી પૂર્ણ જવાબ

સીએમઓ અમૃતા સિંહ ઘ્વારા બેજવાબદારી પૂર્ણ જવાબ

આ છે યોગી સરકારની સ્વાસ્થ્ય વિભાગની સેવા. જયારે આ બાબતે જનપથ ની મુખ્ય અધિકારી અમૃતા સિંહ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમને ખુબ જ બેજવાબદારી પૂર્ણ જવાબ આપ્યો અને કોઈના પણ વિરુદ્ધ કોઈ પણ પગલાં ભરવાની ના પાડી દીધી.

English summary
No Stretcher No Ambulance brother body was taken over the shoulder

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.