24 કલાકમાં યુપીમાં 6 એન્કાઉન્ટર, રાખવામાં આવ્યું હતું ઇનામ

Posted By:
Subscribe to Oneindia News

યુપી માં બદમાશો ના એન્કાઉન્ટર ચાલુ છે. નોઈડા માં એક એન્કાઉન્ટર થયું છે. જેમાં એક બદમાશ પર એક લાખ રૂપિયાનું ઇનામ હતું તેને પણ મારી નાખવામાં આવ્યો છે. જેમાંથી એક પાસે AK-47 મળી આવી છે. જયારે ગાઝિયાબાદ માં બે ઈનામી બદમાશો ગોળી લાગવાથી ઘાયલ થઇ ગયા છે. આજતક ની ખબર અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6 એન્કાઉન્ટર થયાની ખબર છે.

encounter

નોઈડા, ગાઝિયાબાદ, મુઝફ્ફરનગર અને અલીગઢમાં મોડી રાત્રે એન્કાઉન્ટર થયા છે. ગાઝિયાબાદ માં એક જ રાત્રે પોલીસ અને બદમાશો વચ્ચે ઝડપ થયી જેમાં એક ઇન્સ્પેક્ટર અને એક સિપાહી સહીત બે બદમાશો પણ ઘાયલ થયા છે, ત્યાં જ નોઈડા ફેઝ ચોકી ક્ષેત્રમાં ક્રાઇમ બ્રાંચ અને પોલીસ ઝડપમાં એક લાખનો ઈનામી બદમાશ સરવન ઘાયલ થયો. સરવનની હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હતા. એવું કહેવામાં આવ્યું છે કે આ એન્કાઉન્ટર પુંઠલા નજીક થયું હતું. બદમાશો પાસે AK-47 અને એક રાઈફલ પણ મળી આવી હતી.

encounter

મુઝફ્ફરનગરમાં પોલીસે ગોળીબારમાં બે બદમાશો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે સી.એચ.સી.માં દાખલ કરવામાં આવ્યા છે, આ ગુનેગારો પર લૂંટ, હત્યા અને ડકેતી જેવા ગુના નોંધાયેલા છે. જ્યારે અલીગઢમાં જે બદમાશો નું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે, તે બધા લૂંટ, હત્યા અને ડકેતી જેવા ઘણા કિસ્સાઓમાં અપરાધી હતા.

English summary
Noida: Criminal with Rs. 1 Lakh reward injured during an encounter with police, later died during treatment. One AK 47 confiscated.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.