Video: ફટાકડાને બદલે ગોળીઓ ચલાવીને આ પરિવારને મનાવી દિવાળી
Video: ફટાકડાને બદલે ગોળીઓ ચલાવીને આ પરિવારને મનાવી દિવાળી
નોઇડાઃ ઉત્તર પ્રદેશના નોઇડાથી દિવાળીના દિવસે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પરિવાર રિવૉલ્વરથી ફાયરિંગ કરી દિવાળી મનાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં વારા ફરતે પરિવારના સદસ્યો ગોળીઓ ફોડતા જોવા મળી રહ્યા છે. આ વખતે સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા પર કડક વલણ અપનાવ્યું હતું અને માત્ર 2 કલાક જ ફટાકડા ફોડવાની મંજૂરી આપી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાના પરિવારના સભ્યોને એક પછી એક રિવોલ્વર આપતો જોવા મળી રહ્યો છે. છોકરીઓથી માંડીને નાના ટાબરિયાં પણ રિવોલ્વરથી ફાયરિંગ કરતાં જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ ધાબડો ઓઢીને બેઠો છે અને તે એક છોકરીને રિવોલ્વર થમાવે છે અને તે હવામાં ફાયરિંગ કરે છે. જે બાદ પરિવારના અન્ય સભ્ય પણ રિવોલ્વર માટે તૈયાર રહે છે. બીજા એક વીડિયોમાં એક મહિલા રિવોલ્વરથી હવામાં ફાયર કરતી જોવા મળી રહી છે.
@ndtvindia पटाखों पर प्रतिबंध,नोएडा के हरौला गांव में एक शख्स ने की परिवार के साथ रिवाल्वर से फायरिंग,मनाई दीवाली ! पुलिस मामले की जांच में लगी pic.twitter.com/zOQknDxkLi
— Mukesh singh sengar (@mukeshmukeshs) November 13, 2018
વીડિયો નોયડાના હરૌલા ગામનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો દિવાળી પર ઉતારવામાં આવ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહેલ શખ્સનું નામ મનોજ જૈન હોવાનું જાણવા મળી રહ્યું છે. હેરાનીની વાત તો એ છે કે વીડિયોમાં લોકો એક બીજાને રિવોલ્વર ચલાવવા માટે એક-બીજાને પ્રોત્સાહન આપી રહ્યા છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો- સબરીમાલા મંદિરઃ પુનર્વિચાર યાચિકાઓ પર સુપ્રીમ કોર્ટે આપ્યો સુનાવણીનો આદેશ