For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સબસિડી વિનાના ગેસ સિલિન્ડર પર રૂપિયા 3 ઘટ્યા

|
Google Oneindia Gujarati News

lpg-cylinder
નવી દિલ્હી, 1 એપ્રિલ : ક્રુડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો થતાં દેશમાં સબ્સિડી વગરનાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ત્રણ રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. 14.2 કિ.ગ્રા.નું આ એલપીજી સિલિન્ડર ગ્રાહકો સબ્સિડીવાળા 9 સિલિન્ડરોનો વાર્ષિક ક્વોટા પૂરો થયા બાદ ખરીદે છે. હવે સોમવારથી આ સિલિન્ડર એમને રૂપિયા 901.50ના ભાવે પડશે, એમ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને જણાવ્યું છે.

સરકારે ઘરદીઠ સબ્સિડીવાળા એલપીજી સિલિન્ડરોની સંખ્યા વર્ષ દરમિયાન અગાઉ 6 નક્કી કરી હતી, પણ બાદમાં તે વધારીને 9 કરી છે. તેનાથી વધારે જેમને સિલિન્ડર ખરીદવા હોય તેમણે એ માર્કેટ ભાવે ખરીદવાના રહે છે.

સબ્સિડી વગરનું પ્રત્યેક સિલિન્ડર મુંબઈમાં રૂપિયા 912માં પડશે જે ગયા મહિના સુધી રૂપિયા 919માં મળતું હતું. સૂત્રોનું કહેવું છે કે આમ કરવાથી કંપનીઓની પ્રતિ સિલિન્ડર આવકમાં થોડો ઘટાડો થશે. અગાઉ 439 રૂપિયા મળતા હતા હવે 434.50 મળશે.

English summary
Non subsidized LPG price cut by Rs 3 per cylinder.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X