For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી-NCR સહિત કેટલાય રાજ્યોમાં આધી અને ભારે વરસાદની આશંકા, સાવધાન રહો

દિલ્હી-NCR સહિત કેટલાય રાજ્યોમાં આધી અને ભારે વરસાદની આશંકા, સાવધાન રહો

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આગામી બે દિવસોમાં મોસમનો મિજાજ બદલાઈ શકે છે, એજન્સી સ્કાઈમેટે આગલા બે દિવસોમાં દિલ્હી-એનસીઆર સહિત, મહારાષ્ટ્ર, આસામ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં તેજ વરસાદ થવાની આશંકા જતાવી છે, આ સંબંધિત વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે અને લોકોને ગરમીથી રાહત મળશે.

આંધી તોફાનની આગાહી

આંધી તોફાનની આગાહી

અગાઉ ભારતીય હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ માટે યેલો વોર્નિંગ જાહેર કરતા હિમાચલ પ્રદેશમાં 10 અને 11મી મેના રોજ તેજ વરસાદ અને આંધીની આશંકા જતાવી હતી, વિભાગ મુજબ શુક્રવાર અને શનિવારે હિમાચલ પ્રદેશના સમતલ અને ઓછી પહાડીવાળા વિસ્તારોમાં કરા પડવાની સાથે તેજ વરસાદ અને આંધી ચાલવાનું અનુમાન છે. હિમાચલ પ્રદેશમાં સતત ત્રણ દિવસ સુધી વરસાદ રહેવાનું અનુમાન છે, હિમાચલના બગડેલ મોસમની અસર આજુબાજુના રાજ્યોમાં પણ પડશે, જે બાદ દિલ્હી અને એનસીઆરમાં પણ તેજ હવાઓ ચલવાની અને વરસાદ થવાની આશંકા છે.

લૂ અને આંધી પરેશાન કરશે

લૂ અને આંધી પરેશાન કરશે

જ્યારે કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને વિદર્ભમાં પણ હવામાન બદલવાથી લોકોને ભીષણ ગરમીથી રાહત મળવાની ઉમ્મીદ છે. જો કે ઉત્તર અને આંતરિક કર્ણાટકમાં કેટલાક સ્થળો પર મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. કલબુર્ગીમાં તાપમાન 41.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું , જે પ્રદેશભરમાં ઉચ્ચતમ સ્તર પર હતું. ભારતીય હવામાન ખાતાએ પોતાના પુર્વાનુમાનોમાં રાયલસીમા, તમિલનાડુ અને પોંડિચેરીના કેટલાક વિસ્તારોમાં ભીષણ લૂ ચાલવાના અણસાર છે તો સાંજ સુધી કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ થઈ શકે છે.

ચોમાસું સામાન્યથી નજીક

ચોમાસું સામાન્યથી નજીક

હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે આ વર્ષે ચોમાસું સામાન્યથી નજીક રહેશે. હવામાન ખાતાએ અલનીનોને લઈ દુનિયાભરની એજન્સીઓની આશંકાઓ ફગાવી દીધી છે, તેમણે કહ્યું છે કે ચોમાસું સીઝનમાં દેશણાં લાંબા સમયની સરેરાશના 96 ટકા વરસાદ થવાની શક્યતા છે.

આંધી-વરસાદથી પરેશાન છે દક્ષિણ ભારત, હિમાચલ પ્રદેશમાં પણ યેલો અલર્ટઆંધી-વરસાદથી પરેશાન છે દક્ષિણ ભારત, હિમાચલ પ્રદેશમાં પણ યેલો અલર્ટ

English summary
North East and South India Remain Wet, yellow alert issued for Himachal, Delhi Effected.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X