• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેમ ભડક્યાં છે કીમ જોંગ ઉન?, એક સપ્તાહમાં 4 બેલેસ્ટિક મિસાઇલ દાગી ચુક્યુ છે ઉત્તર કોરિયા

|
Google Oneindia Gujarati News

ઉત્તર કોરિયા પોતાનુ આક્રમક વલણ બતાવી રહ્યું છે. કોરિયા ગત સપ્તાહમાં ચાર બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. આ બાદ કિમ જોંગ ઉન ગુસ્સે કેમ છે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. ઉત્તર કોરિયાએ શનિવારે સમુદ્રના પૂર્વ કિનારે ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલો દાગી હતી. આ અઠવાડિયામાં ઉત્તર કોરિયાએ ચોથી વખત મિસાઇલો દાગી છે. દક્ષિણ કોરિયાની સૈન્યએ કહ્યું છે કે, ઉત્તર કોરીયાએ એક અઠવાડિયામાં ચોથી વખત મિસાઇલ દાગી છે, જેણે કોરિયન ટાપુની આસપાસ તણાવમાં વધારો કર્યો છે.

એક સપ્તાહમાં 4 વાર પરિક્ષણ

એક સપ્તાહમાં 4 વાર પરિક્ષણ

આ અઠવાડિયે અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાનની નૌકાદળોએ એન્ટી સબમરીન સાથે યુદ્ધાભ્યાસ કર્યો ત્યારે ઉત્તર કોરિયાએ ચાર વખત બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ આ સપ્તાહે દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી છે. ઉત્તર કોરિયાએ કમલા હેરિસ દક્ષિણ કોરિયા પહોંચ્યા તે પહેલાં જ પ્રથમ વખત બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી અને પછી એક અઠવાડિયામાં ચાર વખત પરિક્ષણ કર્યુ હતુ. દક્ષિણ કોરિયાની સૈન્યના જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ તેની રાજધાની પ્યોંગયોંગની ઉત્તરે સ્થિત સુનાનથી બે શોર્ટ રેન્જની મિસાઇલો છોડી હતી. આ મિસાઈલની મેક-6ની સ્પીડ હતી, જ્યારે આ મિસાઈલની રેન્જ 350 કિમી હતી, તે 30 કિમીની ઉંચાઈએ ઉડી છે.

જાપાનની પ્રતિક્રીયા

જાપાનની પ્રતિક્રીયા

જાપાનના કોસ્ટ ગાર્ડે કહ્યું છે કે તેણે પ્યોંગયોંગની બે મિસાઇલોની પણ નોંધ લીધી છે. જાપાનના રક્ષા મંત્રી તોશિરો ઈનોએ કહ્યું કે આ મિસાઈલોની ઉડાન 400 કિમી હતી અને બીજી મિસાઈલની ઉડાન 350 કિમી હતી અને આ મિસાઈલો લગભગ 50 કિમીની ઉંચાઈ પર પહોંચી ગઈ હતી. જાપાને રાજદ્વારી માધ્યમો દ્વારા ઉત્તર કોરિયા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જાપાનના સંરક્ષણ પ્રધાને કહ્યું છે કે ઉત્તર કોરિયાની મિસાઇલો 'અનિયમિત માર્ગે' ઉડતી હતી અને આ કદાચ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને ચકમો આપી શકાય.

અમેરિકાને ચેતવણી?

અમેરિકાને ચેતવણી?

યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડે કહ્યું છે કે તે ઉત્તર કોરિયાની મિસાઇલોથી પરિચિત છે અને તેના મૂલ્યાંકન અનુસાર, તે યુએસ ક્ષેત્ર અથવા યુએસ સૈન્ય કર્મચારીઓ માટે તાત્કાલિક ખતરો નથી. ઉત્તર કોરિયાએ કમલા હેરિસની દક્ષિણ કોરિયાની મુલાકાતના અંત પહેલા અને તેના થોડા સમય પહેલા જ મિસાઇલો દાગી હતી અને ઉત્તર કોરિયાએ આ વર્ષે રેકોર્ડ ઝડપે તેના શસ્ત્રો પરીક્ષણમાં વધારો કર્યો છે. ઉત્તર કોરિયાએ કોરિયા ફરી એક વાર પરમાણુ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે તેવો ભય સતાવી રહ્યો છે. ઉત્તર કોરિયા ફરીથી તેની ટનલનું સમારકામ કરી રહ્યું છે, જેમાં તેણે છેલ્લી વખત પરમાણુ પરીક્ષણ કર્યું હતું. અમેરિકા માટે તણાવ એ હકીકતને લઈને છે કે ઉત્તર કોરિયા ધીમે ધીમે તેની ક્ષમતાને તે સ્તરે વિસ્તારી રહ્યું છે જ્યાં તે અમેરિકા માટે સીધો ખતરો બની શકે છે અને ઉત્તર કોરિયાની અમેરિકા પર પરમાણુ હુમલો કરવાની ક્ષમતા ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહી છે. તમને જણાવી દઈએ કે ઉત્તર કોરિયાએ 2017 પછી પહેલીવાર ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM)નું પણ પરીક્ષણ કર્યું છે.

યુક્રેન યુદ્ધનો ફાયદો ઉઠાવવાની કોશિશ

યુક્રેન યુદ્ધનો ફાયદો ઉઠાવવાની કોશિશ

વિશ્લેષકોનું કહેવું છે કે ઉત્તર કોરિયા યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો ફાયદો ઉઠાવવા માંગે છે. આખી દુનિયા તે લડાઈમાં વ્યસ્ત છે અને આ દરમિયાન ઉત્તર કોરિયા શક્ય તેટલા વધુ પરીક્ષણો કરી શકે છે. સિઓલની ઇવા યુનિવર્સિટીમાં પ્રોફેસર લીફ-એરિક ઇસ્લીએ કહ્યું કે તેની આંતરિક નબળાઈઓ અને આંતરરાષ્ટ્રીય અલગ ઠલગ હોવા છતાં ઉત્તર કોરિયા તેના શસ્ત્રોના ભંડારને આધુનિક બનાવી રહ્યું છે અને યુએસ-ચીન દુશ્મનાવટ અને યુક્રેન પર રશિયાના હુમલાનો લાભ ઉઠાવવાની કોશિશ કરી રહ્યું છે." તેમણે દક્ષિણ કોરિયા અને રાષ્ટ્રપતિની આંતરિક રાજનીતિમાં કલહનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'કિમ જોંગ ઉનનું વહીવટીતંત્ર દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સામે મુશ્કેલ પડકારો રજૂ કરી રહ્યું છે, જ્યારે તેઓ આંતરિક કલહમાં વ્યસ્ત છે.' જાપાનના સંરક્ષણ મંત્રાલયે જુલાઈમાં એક અહેવાલમાં કહ્યું હતું કે ઉત્તર કોરિયા ટુંકા અંતરની મિસાઈલો લોન્ચ કરી રહ્યું છે જે નીચા અને અનિયમિત માર્ગો પર ઉડે છે અને ઉત્તર કોરિયાએ આ મિસાઈલોને ઉચ્ચ યુદ્ધ લડવાની અસરકારકતા માટે ડિઝાઇન કરી છે.

ઉત્તર કોરિયા પર વધુ પ્રતિબંધ

ઉત્તર કોરિયા પર વધુ પ્રતિબંધ

યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલે બેલેસ્ટિક મિસાઇલ અને પરમાણુ પરીક્ષણો કરવા બદલ ઉત્તર કોરિયા પર વિવિધ પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. ઉત્તર કોરિયા સતત તેના પરના આરોપોને ફગાવી દે છે અને કહે છે કે તે સ્વ-બચાવ અને સાર્વભૌમ અધિકારો અને અવકાશ સંશોધનનું ઉલ્લંઘન છે. દક્ષિણ કોરિયાના ધારાશાસ્ત્રીઓએ બુધવારે કહ્યું કે ઉત્તર કોરિયાએ પણ પરમાણુ પરીક્ષણની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ઉત્તર કોરિયા ઓક્ટોબરના મધ્યમાં જ્યારે ચીન તેના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી કરશે અથવા જ્યારે નવેમ્બરમાં યુએસ સેનેટની ચૂંટણી કરશે ત્યારે ઉત્તર કોરિયા દ્વારા પરમાણુ પરીક્ષણ કરવાની સંભાવના છે.

English summary
North Korea has fired 4 ballistic missiles in a week
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X