For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'નોર્વે બાલ શોષણ કેસમાં ભારત સરકાર માથું નહી મારે'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

salman-khurshid
હૈદ્રાબાદ, 2 ડિસેમ્બર: હૈદ્રાબાદના દંપતિની નોર્વેના ઓસ્લોમાં કરવામાં આવેલી ધરપકડનો કેસ જોર પકડી રહ્યો છે. નોર્વે કોર્ટ આ કેસમાં 3 ડિસેમ્બરના રોજ ચૂકાદો સંભળાવશે. પોતાના બાળકો પર કડકાઇ વર્તવાના આરોપોમાં માતા-પિતાને એક વર્ષની જેલ થઇ શકે છે. ત્યારે વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે સ્પષ્ટતા કરી છે કે આ કેસમાં ભારત સરકાર માથું નહી મારે.

હૈદ્રાબાદના સોફ્ટવેર એંજીનિયર પતિ-પત્ની ચંદ્રશેખર અને અનુપમા વિરૂદ્ધ નોર્વેમાં કાનૂની રસ્તા બંધ થતા જઇ રહ્યાં છે. બંને પર નોર્વેની પોલીસે તેમના સાત વર્ષના બાળકને ધમકાવવાના અને યોગ્ય ઉછેર ન કરવાના આરોપો લગાવ્યા છે. નોર્વેના કડક બાળ અધિકાર કાયદા હેઠળ પિતાને દોઢ વર્ષની જેલ અને માતાને એક વર્ષ ત્રણ મહિનાની જેલ થઇ શકે છે. કોર્ટ આ કેસની 3 ડિસેમ્બરે ચૂકાદો આપશે.

ચંદ્રશેખર અને અનુપમાના પુત્રએ 9 મહિના પહેલાં પોતાની શાળામાં ફરિયાદ કરી હતી કે માતા-પિતા તેને ભારત પાછો મોકલી આપવાની ધમકી આપે છે. આ જાણકારી મળતાં નોર્વેના બાળ કલ્યાણ વિભાગે પોલીસ કેસ દાખલ કર્યો હતો. ચંદ્રશેખર અને અનુપમા જુલાઇમાં બાળકો સાથે હૈદ્રાબાદ આવ્યા હતા. ઑક્ટોબરમાં જ્યારે તે ઓસ્લો પાછા ફર્યા તો ઓફિસરોએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા અને પછી ધરપકડ કરી લીધી.

નોર્વેમાં જે રીતે માતા-પિતાને દોષી ગણાવવાની કોશિશ કરી રહી છે તેને લઇને અહીં ભારતમાં પરિવારના લોકો અને સામાજિક કાર્યકર્તાઓ પરેશાન છે. બધાનું કહેવું છે જો કે આ પરિસ્થિતી નોર્વે અને ભારતીય સંસ્કૃતિના અંતરના કારણે પેદા થઇ છે. માટે તેને ગુના તરીકે જોવામાં ન આવે.

આ પહેલાં નોર્વેમાં એક અન્ય ભારતીય દંપતિ પાસેથી બાળક છીનવી લેવાના કેસે ભારતનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારે વિદેશ મંત્રાલયની દખલગીરી બાદ બાળક ભારત ફરી શક્યું હતું. હવે ફરી એકવાર ભારતીય માતા-પિતા કાયદામાં ફસાતા વિપક્ષે સરકાર પાસે આ કેસમાંથી જલ્દી બહાર કાઢવાની માંગણી કરી છે.

જો કે વિદેશમંત્રી સલમાન ખુર્શીદે સ્પષ્ટ કહ્યું છે કે સરકાર આ કેસમાં વધુ માથું નહી મારે. સલમાન ખુર્શીદે કહ્યું હતું કે આ નિજી મામલો છે. આ કેસમાં નોર્વેના કાયદા મુજબ નિર્ણય લેવાશે. નોર્વેમાં રહેતાં ભારતીય સંસ્કૃતિની કિંમત ચૂકવી રહ્યાં છે. એક એવો દેશ છે જ્યાં બાળકોને હાથ ખવડાવવું અને સાથે સુવડાવવું ગુનો છે. એવા સમયે ભારત સરકારનું વલણ નોર્વેમાં વસવાટ કરતાં ભારતીય પરીવારોની આશા પર ફેરવી વાળશે.

English summary
Salman Khurshid has stated that the ongoing row over Sriram, the child of an Indian couple working in Norway.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X