For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિંમત હોય તો ગુજરાત મોડલ હરિયાણામાં લાગૂ કરવાની માંગ કરે: હુડ્ડા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

hooda-600
હિસાર, 28 જૂન: હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ પ્રદેશમાં ભાજપના બધા સાતેય સાંસદોને પડકારો ફેંક્યો છે કે જો તેમનામાં હિંમત હોય તો તે ગુજરાત મોડલને હરિયાણામાં લાગૂ કરવાની માંગ કરે.

મુખ્યમંત્રીએ ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે જો ગુજરાત મોડલ હરિયાણામાં લાગૂ થઇ જાય તો અહીંના વડીલોને સન્માન ભથ્થું એક હજારથી ઘટીને 400 રૂપિયા થઇ જશે તથા ખેડૂતોને 10 પૈસા પ્રતિ યૂનિટના દરે મળતી વિજળી 2.70 રૂપિયા થઇ જશે. આ પ્રકારે હરિયાણામાં ડીઝલ ગુજરાતથી 8 રૂપિયા સસ્તું છે તે પણ એવી પરિસ્થિતીમાં જ્યારે હરિયાણાને ડીઝલ ગુજરાતથી લાવવું પડે છે. તેમણે કહ્યું કે હરિયાણાના વિકાસને વડાપ્રધાનમંત્રી પોતે સ્વિકાર કરે છે.

હરિયાણા સ્વભાવિક રીતે દેશનું પહેલું રાજ્ય છે, જ્યાં પ્રતિ વ્યક્તિ આવક ગુજરાતની 75 હજાર રૂપિયાના મુકાબલે એક લાખ 35 હજાર રૂપિયા છે. આ પ્રકારે ગુજરાતના મુકાબલે હરિયાણા વધુ સમૃદ્ધ છે.

સ્વામીનાથન પંચની ભલામણો લાગૂ કરવા માટે ઉઠાવશે અવાજ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકારે પોતાની ચૂંટણી જનસભામાં ખેડૂતો માટે બનેલા સ્વામીનાથન પંચની ભલામણો લાગૂ કરવાની વાત કહી હતી, જો કેન્દ્ર તે ભલામણોને નથી માનતા તો કોંગ્રેસ તેના વિરૂદ્ધ અવાજ ઉઠાવશે.

મુખ્યમંત્રી હિસારમાં કાર્યકર્તા સંમેલન બાદ જિંદલ રેસ્ટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યાં હતા. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે ચૂંટણીમાં યુવાનોને ટિકટ વિતરણમાં સંપૂર્ણ મહત્વ આપવામાં આવશે. તેમણે કહ્યું કે હિસારમાં લોકોએ આજે સંમેલનમાં હુટિંગ તથા હંગામો કર્યો છે તેમને પાર્ટીમાં તગેડી મૂકવામાં આવશે.

English summary
Haryana chief minister Bhupinder Singh Hooda threw his weight behind Congress Gurgaon Lok Sabha candidate Rao Dharampal on Tuesday by organizing a constituency-wide roadshow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X