મહારાષ્ટ્ર-ગુજરાત નહિ પરંતુ આ 5 રાજ્યો લૉકડાઉન બાદ ઈકોનૉમી સુધારવામાં મદદ કરી રહ્યા છે
ભારતની જીડીપીમાં 27%નુ યોગદાન આપનાર 5 રાજ્ય અનલૉક 1.0માં દેશની અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવામાં મદદ કરી રહ્યા છે. આ રાજ્યોમાં દેશમાં અર્થવ્યવસ્થાનુ કેન્દ્ર મનાતા મહારાષ્ટ્ર કે ગુજરાત જેવા રાજ્યો નથી પરંતુ આ રાજ્યો છે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પંજાબ અને હરિયાણા. દુનિયાનુ સૌથી મોટુ લૉકડાઉન ખુલ્યા બાદ આ પાંચે રાજ્યોએ આર્થિક ગતિવિધિઓએ ધીમે ધીમે ગતિ પકડવી શરૂ કરી દીધી છે. એલારા સિક્યોરિટીઝના અભ્યાસમાં આ માહિતી સામે આવી છે.

વિજળીની માંગ વધી
આ સ્ટડી વિજળીના ઉપયોગ, ટ્રાફિક મૂવમેન્ટ, જથ્થાબંધ બજારોમાં કૃષિ ઉત્પાદનો પહોંચવા અને ગૂગલ મોબિલિટી ડેટાના વિશ્લેષણથી સામે આવી છે. મુંબઈમાં એલારા સિક્યોરિટીઝના એક અર્થશાસ્ત્રી ગરિમા કપૂરે આના વિશે માહિતી આપી છે. પંજાબ અને હરિયાણામાં વિજળીની માંગ વધી છે જેનાથી લાગે છે કે ખેતીની ગતિવિધિઓમાં ગતિ આવી રહી છે. અહીં સુધી કે દિલ્લીમાં પણ વિજળીની માંગ વધતી દેખાઈ રહી છે. કપૂરનુ કહેવુ છે કે, દેશમાં ગતિવિધિઓમાં તેજી દેખાઈ રહી છે પરંતુ તે હાલમાં છૂટીછવાઈ જ દેખાઈ રહી છે.

મહારાષ્ટ્ર-ગુજરાતમાં હજુ ઘણા પ્રતિબંધો
જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યોમાં કોરોના વાયરસના જોખમને જોતા હજુ પણ ઘણા પ્રકારના પ્રતિબંધો છે. માટે અર્થતંત્ર માટે આ ધૂરંધર રાજ્યો હાલમાં ગતિ આપવામાં પાછળ પડતા દેખાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભારતીય અર્થવ્યવસ્થા લગભગ 203 લાખ કરોડની છે.

શૉપિંગ મૉલ, રેસ્ટોરાં અને ધાર્મિક સ્થળો ખોલવાની પણ મંજૂરી
તમને જણાવી દઈએ કે જે વિસ્તારોમાં કોરોના વાયરસનુ સંક્રમણ નિયંત્રણમાં છે ત્યાં 8 જૂનથી શૉપિંગ મૉલ, રેસ્ટોરાં અને ધાર્મિક સ્થળો ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે. ગરિમા કપૂરનુ કહેવુ છે કે દેશની અર્થવ્યવસ્થામાં તેજી લાવવા માટે સૌથી મોટુ સ્ટિમુલસ પેકેજ સામાન્ય આર્થિક ગતિવિધિનુ ચાલુ રહેવાનુ છે અને સરકાર હવે આ દિશામાં કામ કરી રહી છે.
Cyclone Nisarg: BMCએ જારી કર્યા હેલ્પલાઈન નંબર, જણાવ્યુ શું કરવુ અને શું ન કરવુ