For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમિર ખાન મામલે આઝમ ખાને કહ્યું અમને તો ગદ્દાર જ ગણાશે

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

આમિર ખાન મામલે આઝમ ખાને કહ્યું અમને તો ગદ્દાર જ ગણાશે

આમિર ખાન મામલે આઝમ ખાને કહ્યું અમને તો ગદ્દાર જ ગણાશે

ઉત્તર પ્રદેશના કદાવર નેતા આઝમ ખાને આમીર ખાનની અસહિષ્ણુતા વાળી ટિપ્પણી અંગે તેને એક પત્ર લખીને દેશને સાચો માર્ગ ચીંધવો જોઇએ તેવું કહ્યું છે. આજમે આમીરને સલાહ આપી છે કે લોકોના વિરોધ અને આક્રોશને તે સાચા માર્ગે લાવે. તેમણે કહ્યું કે જ્યારે પાકિસ્તાન બની રહ્યું હતું ત્યારે મુસ્લિમોને ગદ્દાર કહેવામાં આવતા હતા અને આજે પણ. આવા આરોપથી સમાજ બંટાઇ જાય છે જેને આપણે બચાવવો જોઇએ.

ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે છે ત્રીજો ટેસ્ટ મેચ

ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે છે ત્રીજો ટેસ્ટ મેચ

નાગપુરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઇ રહી છે ત્રીજી ટેસ્ટ મેચ. જેમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં 6 વિકેટ પડી ચૂકી છે અને 131 રન થયા છે.
શિખર ધવન અને મુરલી વિજય આ ટેસ્ટ મેચમાં અત્યાર સુધી આઉટ થઇ ચૂક્યા છે.

વિધાનસભામાં અલકા લાંબાને મરાયો ધક્કો થયો વિવાદ

વિધાનસભામાં અલકા લાંબાને મરાયો ધક્કો થયો વિવાદ

મંગળવારે દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના વિધાયક ઓમ પ્રકાશ શર્મા અને આમ આદમી પાર્ટીની વિધાયક અલકા લાંબા આવી ગયા. કહેવાય છે કે શર્માએ અલકાને ધક્કો માર્યો હતો અને બન્ને એક બીજાના અપશબ્દો બોલ્યા હતા. અલકા જ્યાં શર્મા પર નશાનો વેપાર કરવાનો આરોપ લગાવ્યો ત્યાં જ તેના જવાબમાં શર્માએ અલકા કહ્યું કે તે રાત રાત ભર ફરતી રહેતી હોય છે.

સોશ્યલ મીડિયામાં ન્યાય માટે છેડાઇ જંગ, લોકો ઉતર્યા રસ્તા પર

સોશ્યલ મીડિયામાં ન્યાય માટે છેડાઇ જંગ, લોકો ઉતર્યા રસ્તા પર

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ભર દિવસે નમન વર્મા નામના યુવકની ધાતકી હત્યા કરવામાં આવી. આ ધટનાને એક અઠવાડિયું થઇ ગયું હોવા છતાં કોઇ અપરાધી ન પકડાતા. નમનના પરિવારવાળાઓએ ન્યાયની માંગ કરવા માટે મંગળવારે એક કેન્ડલ માર્ચ નીકાળી હતી. અને પોતાના પુત્રના હત્યારાઓને જલ્દી જ પકડવા માટે અપીલ કરી હતી.

વિસનગરમાં આનંદીબેનના કાફલા પર કરાયો પથ્થરમારો

વિસનગરમાં આનંદીબેનના કાફલા પર કરાયો પથ્થરમારો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રસાર અને રોડ શો કરવા નીકળેલા ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના કાફલા પર વિસનગર મહેસાણા ચોકડી પાસે પાટીદારો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના લીધે કેટલીક ગાડીઓના કાચ તૂટ્યા હતા.

આમીરના નિવેદન બાદ લોકોએ સ્નેપડીલના એપ કરી અનઇનસ્ટોલ

આમીરના નિવેદન બાદ લોકોએ સ્નેપડીલના એપ કરી અનઇનસ્ટોલ

આમીર ખાને અસહિષ્ણુતા પર જે ટિપ્પણી કરી તે બાદ ટ્વિટર પર એપવાપસીનો ટ્રેન્ડ શરૂ થયો હતો. અને તે અંતર્ગત અનેક લોકોએ સેન્પડિલ કે જોનો આમીર ખાન બ્રાન્ડ એમ્બેસેડર છે તેના એપને પોતાના મોબાઇલમાંથી ડિલિટ કરવા લાગ્યા હતા. તથા લોકોએ સ્નેપડિલને આમીરને તેનો એમ્બેસેડર પદેથી હટાવાની પણ માંગ કરી હતી.

અહેમદ પટેલ કહ્યું કે રાજ્યમાં ભાજપના દિવસો પૂરા થયા

અહેમદ પટેલ કહ્યું કે રાજ્યમાં ભાજપના દિવસો પૂરા થયા

ક્રોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભરૂચની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં પરિવર્તનની લહેર દેખાય છે. અને ગુજરાત મોડેલનો પણ ફુગ્ગો ફૂટી ગયો છે. જે જોતા ભષ્ટ્રાચારથી તસ્ત્ર જનતા આવનારા સમયમાં ક્રોંગ્રેસને જીત જરૂરથી અપાવશે.

ગુજરાતમાં કસોમસી વરસાદ, પાકને ભારે નુક્શાન

ગુજરાતમાં કસોમસી વરસાદ, પાકને ભારે નુક્શાન

ડિસા, વડોદરા અને અમરેલી જિલ્લામાં મંગળવારે અચાનક જ વરસાદ પડતા ખેડૂતોના ઊભા પાકને મોટું નુક્શાન થયું છે. ગાજવીજ સાથે વરસાદ પડતા જીરૂ, ચણા અને કપાસના પાકને નુક્શાન થયું છે.

ધમકી ભરેલા પત્રો હજી પણ ચાલુ, ઇડર બસ ડેપોને ઉડાવાની મળી ધમકી

ધમકી ભરેલા પત્રો હજી પણ ચાલુ, ઇડર બસ ડેપોને ઉડાવાની મળી ધમકી

મંગળવારે ઇડર બસ ડેપોના મેનેજરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો પત્ર મળતા ડોગ સ્કવોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડે દ્વારા સધન તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે કંઇ શંકાસ્પદ ન મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

તંગધારમાં આર્મી કેમ્પ પર થયો આત્મધાતી હુમલો, એક જવાન શહીદ

તંગધારમાં આર્મી કેમ્પ પર થયો આત્મધાતી હુમલો, એક જવાન શહીદ

બુધવારે, આતંકીઓએ કુપવાડામાં એલઓસીના તંગધાર વિસ્તારમાં આવેલી સેનાને ચોકી પર હુમલો કર્યો જેને સુસાઇડ અટેક બતાવવામાં આવી રહ્યો છે. જેમાં એક જેસીઓના શહિદ થવાની ખબર મળી છે. અને કેમ્પના કેટલાક વિસ્તારમાં આગ લાગવાની પણ ખબર આવી છે. જો કે હાલ તો સેના આ વિસ્તારનું સર્ચ ઓપરેશન કરી રહી છે.

તૂર્કીએ રુસનું ફાઇટર જેટ પાડ્યું, બન્ને દેશો વચ્ચે તનાવ

તૂર્કીએ રુસનું ફાઇટર જેટ પાડ્યું, બન્ને દેશો વચ્ચે તનાવ

તૂર્કીએ કહ્યું કે રશિયાએ તેની એરસ્પેસના નિયમોનું ઉલ્લધન કર્યું છે અને માટે જ તેણે તેના ફાઇટર જેટ વિમાનને પાડી નાખ્યું છે. તેણે કહ્યું કે આ અંગે રશિયાને અનેક વાર ચેતવણી આપવામાં આવી હતી. જો કે રશિયા આ વાતનું ખંડન કર્યા કહ્યું હતું તૂર્કીએ આમ કરીને તેની પીઠ પર ખંજર ભોક્યું છે. નોંધનીય છે કે આ ઘટનામાં રશિયાના બે પાઇલોટો જે પેરાશૂટથી બહાર આવ્યા હતા તેમની શોધ હાલ ચાલુ છે.

અસહિષ્ણુતા મુદ્દે આમીર બાદ હવે એ.આર રહેમાન પણ બોલ્યા

અસહિષ્ણુતા મુદ્દે આમીર બાદ હવે એ.આર રહેમાન પણ બોલ્યા

એક બાજુ જ્યાં આમીર ખાનના અસહિષ્ણુતા અંગેના નિવેદને નવો વિવાદ ઊભો કર્યો છે ત્યાં જ તે વિવાદમાં જોડાયા છે જાણીતા સંગીતકાર એ.આર. રહેમાન. તેમણે કહ્યું કે આમીર ખાન જે સ્થિતિમાંથી હાલ પસાર થઇ રહ્યા છે તેમાંથી તે પોતે પણ પસાર થઇ ચૂક્યા છે. આ વાત તેમણે રજા એકેડમી દ્વારા જાહેર કરવામાં આવેલા એક ફતવાને આધાર બનાવીને કહી. તેમને આ ફતવો ઇરાની ફિલ્મ મોહમ્મદમાં મ્યૂઝિક આપવા માટે જાહેર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતમાં અસહિષ્ણુતા વધી છે.

મલેશિયા અને સિંગાપુરની સફળ યાત્રા કરી પીએમ પરત ફર્યા ભારત

મલેશિયા અને સિંગાપુરની સફળ યાત્રા કરી પીએમ પરત ફર્યા ભારત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ચાર દિવસીય વિદેશ યાત્રાને પૂરી કરીને મંગળવારે મોડી રાતે ભારત પરત ફર્યા છે. ત્યારે એરપોર્ટ પર ભાજપના કાર્યકર્તાઓએ મોદીની ભવ્ય સ્વાગત કર્યું હતું.

અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં ઉજવાયો ગુરુ પર્વ, મોદીએ પાઠવી શુભેચ્છા

અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં ઉજવાયો ગુરુ પર્વ, મોદીએ પાઠવી શુભેચ્છા

ભારતભરમાં ગુરુ પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્રહ મોદી અને ક્રોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ સોશ્યલ મીડિયા પર લોકોને આ અંગે શુભેચ્છા પાઠવી. વધુમાં મંગળવારે, અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં શ્રી ગુરુ નાનક દેવની 547 જન્મજયંતી નિમિત્તે શીખ ભક્તો દ્વારા ધાર્મિક સરધસ નીકાળવામાં આવ્યું.

આમીર ખાનના ઘર આગળ હિંદુ સેનાના કાર્યકર્તાઓની કરાઇ ધરપકડ

આમીર ખાનના ઘર આગળ હિંદુ સેનાના કાર્યકર્તાઓની કરાઇ ધરપકડ

મંગળવારે, આમીર ખાન દ્વારા અસહિષ્ણુતા પર કરવામાં આવેલી ટિપ્પણી બાદ આમીર ખાનના ઘરની સુરક્ષા વધારવામાં આવી હતી. જો કે હિંદુ સેનાના કાર્યકર્તાઓ દ્વારા તેના ઘરની આગળ સુત્રોચ્ચાર કરાતા પોલિસે 25 જેટલા કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.

રાષ્ટ્રિય પ્રિમિયર મહિલા ચેસ સ્પર્ધાની વિજેતા બની પદ્મીની રાઉત

રાષ્ટ્રિય પ્રિમિયર મહિલા ચેસ સ્પર્ધાની વિજેતા બની પદ્મીની રાઉત

મંગળવારે, કોલકત્તામાં યોજવામાં આવેલી રાષ્ટ્રિય પ્રિમીયર મહિલા ચેસ કોમ્પીટીશન 2015ની વિજેતા બની ઓડિસ્સાની પદ્મીની રાઉત. તો ફસ્ટ રનર અપ બની સૌમ્યા સ્વામીનાથન અને ભક્તિ કુલકર્ણી. ત્યારે પોતાની વિનિંગ ટ્રોફી અને મેડલ સાથે સસ્મિતે આ યુવતીઓએ ફોટો પડાવ્યો હતો.

ગુરગાંવમાં મંગળવારે ઉજવાયો કાર ફ્રી ડે

ગુરગાંવમાં મંગળવારે ઉજવાયો કાર ફ્રી ડે

મંગળવારે, ગુરગાંવમાં કાર ફ્રી ડેની ઉજવણીના ભાગ રૂપે ગુરગાંવ પોલિસ કમિશ્નર નવદિપ સિંહ અને જોઇન્ટ કમિશ્નર સૌરભ સિંગ અન્ય પોલિસ કર્મીઓ જોડે મળીને સાયકલિંગ કર્યું હતું.

તમારો જૂનો પાસપોર્ટ હવે કોઇ કામનો નથી રહ્યો, જાણો કેમ

તમારો જૂનો પાસપોર્ટ હવે કોઇ કામનો નથી રહ્યો, જાણો કેમ

જો તમારી પાસે હાથથી લખેલો જૂનો પાસપોર્ટ છે તો હવે તે કોઇ કામનો નથી રહ્યો. કેન્દ્ર સરકારે નકલી પાસપોર્ટની સમસ્યાને દૂર કરવા માટે હવે નવા નિયમો બનાવ્યા છે. જે મુજબ બાર કોડ વાળા ઇલક્ટ્રોનિક પાસપોર્ટને જ હવે માન્ય ગણવામાં આવશે.

English summary
November 25: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X