For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મુંબઇ 26/11ના હુમલાને આજે થયા સાત વર્ષ

મુંબઇ 26/11ના હુમલાને આજે થયા સાત વર્ષ

મુંબઇ હુમલાને આજે સાત વર્ષ થઇ ગયા. ત્યારે આ સમયે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નરીમન પોઇન્ટ પર જઇને શહિદોને શ્રદ્ધાજંલિ અર્પી હતી. 26 નવેમ્બરના રોજ મુંબઇમાં આતંકીઓએ અનેક સ્થળો પર આંધાધૂધ ગોળીબારી કરીને મુંબઇની શાંતિને હચમચાવી નાંખી હતી. અને આ દુર્ધટનામાં લગભગ 160 લોકો પોતાના પ્રાણ ગુમાવ્યા હતા.

આજથી શિયાળું સત્ર શરૂ, વડાપ્રધાને વિપક્ષને કરી અપીલ

આજથી શિયાળું સત્ર શરૂ, વડાપ્રધાને વિપક્ષને કરી અપીલ

દિલ્હીમાં આજથી શિયાળુ સત્ર શરૂ થવાનું છે. જે પહેલા વડાપ્રધાને વિપક્ષ પર તમામ મુદ્દા પર ચર્ચા કરવાની અપીલ કરી છે. અને આ સત્ર શાંતિપૂર્ણ રહે તેવી આશા વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વાદ-વિવાદ સંસદની આત્યમા છે. નોંધનીય છે કે આ સત્ર 23 ડિસેમ્બર સુધી ચાલશે.

આમીર ખાને કહ્યું હું દેશ છોડીને ક્યાં નથી જવાનો

આમીર ખાને કહ્યું હું દેશ છોડીને ક્યાં નથી જવાનો

અસહિષ્ણુતા મુદ્દે વિવાદિત નિવેદન આપીને ખબરોમાં છવાઇ ગયેલા બોલીવૂડ સુપર સ્ટાર આમીર ખાને આજે પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા કહ્યું છે કે તેમણે જે કંઇક પણ કહ્યું તેના પર તે અટલ રહેશે. પણ તે ભારત છોડીને જવાનું નથી વિચારી રહ્યા. તેમણે કહ્યું કે હું ભારતીય છું અને મને મારા દેશથી પ્રેમ છે. હું મારો દેશ છોડીને નહીં જઉં.

તમિલનાડુમાં વરસાદે મચાવ્યો હાહાકાર, 175 લોકોની મોત

તમિલનાડુમાં વરસાદે મચાવ્યો હાહાકાર, 175 લોકોની મોત

તમિલનાડુમાં સતત પડી રહેલા વરસાદના કારણે મરનાર લોકોની સંખ્યા વધીને 175 થઇ ગઇ છે. વળી હવામાન વિભાગે આવનારા સમયમાં કોઇ રાહત ન મળવાના અને વરસાદ ચાલુ રહેવાના આસાર આપ્યા છે. નોંધનીય છે કે આવતા 48 કલાકમાં કર્ણાટક, પોન્ડીચેરી, તમિલનાડુ અને કેરળ તથા લક્ષ્યદ્રિપ પર કેટલાક સ્થળોએ વરસાદ થશે.

ઉત્તર પ્રદેશમાં 3 દિવસના નવજાત બાળકને જીવતું દફનાવ્યું

ઉત્તર પ્રદેશમાં 3 દિવસના નવજાત બાળકને જીવતું દફનાવ્યું

ઉત્તર પ્રદેશના બારબંકી જિલ્લાના સૈદપુર ગામમાં જ્યારે એક મહિલા જ્યારે સવારે ખેતરમાં ગઇ તો ત્યાં તેણે કાગડા અને બાજ કોઇ અજ્ઞાત વસ્તુને ખાઇ રહ્યા હતા તેવું જોયું. જે બાદ નજીક તપાસ કરતા મહિલાને એક બાળકનો પગ જમીનમાં દટાયેલો જોવા મળ્યો. તેણે જલ્દીથી આ જમીનમાં જમીનમાંથી બહાર નીકાળ્યું ગામવાળાને આ અંગે ખબર કરી. ત્યારે પોલિસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ભારત પાક શુંખલાની મળી લીલી ઝંડી, 15 ડિસેમ્બરે થશે જંગ

ભારત પાક શુંખલાની મળી લીલી ઝંડી, 15 ડિસેમ્બરે થશે જંગ

ભારત પાકિસ્તાન વચ્ચે પ્રસ્તાવિત ક્રિકેટ સીરીજ માટે પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે હામી ભરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે બન્ને દેશો વચ્ચે ટી-20 મેચ રમાશે. આ શૃખંલા શ્રીલંકમાં થશે. અને 15મી ડિસેમ્બર તેની મેચ રમાશે.

મિલ્કમેન વર્ગીજ કૂરિયનના જન્મદિવસને ગૂગલ-ડૂડલે કર્યો યાદ

મિલ્કમેન વર્ગીજ કૂરિયનના જન્મદિવસને ગૂગલ-ડૂડલે કર્યો યાદ

અમૂલ ડેરીના સ્થાપક અને ગુજરાતનાં શ્વેત ક્રાંતિ લાવનાર વર્ગીજ કૂરિયનના જન્મદિવસને ગૂગલે તેમનું ડૂડલ બનાવીને યાદ કરી અનોખી રીતે ઉજવ્યો. કુરિયનને ભારતની શ્વેત ક્રાંતિના પિતામહ કહેવાય છે.

આમિર ખાને લગાનના ચૂકવી, મળી નોટિસ

આમિર ખાને લગાનના ચૂકવી, મળી નોટિસ

અસહિષ્ણુતાના મુદ્દે નિવેદન આપનાર આમીર ખાનની મુશ્કેલીમાં વધારો થયો છે. શાહાબદમાં આવેલા તેમના પિતાના ઘરનો ટેક્સ આમીરને 30 સપ્ટેમ્બર સુધી ભરવાનો હતો. જે ન ભરતા તેમને ટેક્સ વિભાગે નોટિસ મોકલી છે.

કટરા હેલિકોપ્ટરમાં મૃત્યુ પામેલી લેડી પાયલોટ ફેસબુક લખ્યું

કટરા હેલિકોપ્ટરમાં મૃત્યુ પામેલી લેડી પાયલોટ ફેસબુક લખ્યું "હું જીવત છું"

મીડીયાની ભૂલના લીધે એક મહિલા જીવત હોવા છતાં મૃત ધોષિત કરાઇ. થયું એવું કે વૈષ્ણવ દેવી જતી વખતે દુર્ધટનાગ્રસ્ત થયા હેલિકોપ્ટરની લેડી પાયલોટ સુમિતા વિજયની મોત બાદ મીડિયા દ્વારા દુબઇમાં ટીચર તરીકે કામ કરતી કોઇ અન્ય સુમિતા વિજયનો ફોટો લઇ તેની મૃત ધોષિત કરાતા આ કન્ફ્યૂઝન થઇ હતી. ત્યારે દુબઇમાં રહેતી સુમિતા આ અંગે મીડિયા પર નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે તે જીવતી છે.

શિયાળુ સત્રની શરૂઆત રાજનાથ અને સોનિયા આમને સામને

શિયાળુ સત્રની શરૂઆત રાજનાથ અને સોનિયા આમને સામને

આજે શિયાળુ સત્રની શરૂઆત થતા ગૃહમંત્રી રાજનાથ સિંહે સેક્યૂલર શબ્દના દૂરઉપયોગ પર સચોટ ટિપ્પણી કરતા કહ્યું કે આ શબ્દનો સૌથી વધુ દૂરઉપયોગ થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે સેક્યુલરનો અર્થ થાય છે પંથ નિરપેક્ષ, ધર્મ નિરપેક્ષ તેની પર રાજનીતિ કરવી બંધ કરવી જોઇએ. વધુમાં આમીરનું નામ લીધા વગર તેમણે કહ્યું કે બાબા સાહેબ આબંડકરે કદી નહતું કહ્યું કે તે આ દેશ છોડીને જતા રહેશે. જો કે સોનિયા ગાંધીએ આ અંગે પલટવાર કરતા કહ્યું કે આજે સંવિધાન ખતરો આવીને ઊભો રહ્યો છે કારણ કે કેન્દ્ર સરકાર સંવિધાનના નિયમોનું પાલન કરવામાં અસફળ રહી છે.

યુપીમાં વિદેશી મહિલાને સડક પર દોડાવી દોડાવીને મારી

યુપીમાં વિદેશી મહિલાને સડક પર દોડાવી દોડાવીને મારી

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં એક વિદેશી મહિલા જોડે મારપીટ અને શોષણનો મામલો સામે આવ્યો છે. જીના સુલ્તાન નામની મોરેશિયસની રહેવાસી છે. તેણે અહીં રહેતા રાહુલ નામના યુવકથી પ્રેમ કરતી હતી. અને તેણે વેપાર માટે તેને નાણાં પણ આપ્યા હતા. પણ બન્ને વચ્ચે અનબન થતા રાહુલે તે રસ્તે દોડાવી દોડાવીને મારી.

આપણે આમીર અને દિલીપ કુમાર જેવા સાંપ પાળી રાખ્યા છે

આપણે આમીર અને દિલીપ કુમાર જેવા સાંપ પાળી રાખ્યા છે

મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી અને શિવસેનાના નેતા રામદાસ કદમે આમીર ખાનની અસહિષ્ણુતા મામલે ટિપ્પણી કરતા કહ્યું કે જો આમીર ખાનને ભારતથી પ્રેમ ના હોય તો તે પાકિસ્તાન જઇ શકે છે. તેમણે કહ્યું કે "દિલિપ કુમારથી લઇને શાહરૂખ અને આમિર આપણે બધાએ ખૂબ જ પ્રેમ આપ્યો પણ તેમના દ્વારા જાહેર કરાયેલા નિવેદનો પછી તો લાગે છે કે આપણે સાંપ પાળીને રાખ્યા છે"

 શંકરસિંહ કહ્યું હા અમે આપ્યું હતું હાર્દિકને માર્ગદર્શન

શંકરસિંહ કહ્યું હા અમે આપ્યું હતું હાર્દિકને માર્ગદર્શન

ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન વિષે ભાજપે અનેક વાર આક્ષેપ લગાવ્યો છે કે આ આંદોલનને ક્રોંગ્રેસનું પરોક્ષ સમર્થન છે. ત્યારે એક સ્થાનિક ચેનલના ઇન્ટરવ્યૂમાં શંકરસિંહ વાધેલા સ્વીકાર્યું કે તેમણે હાર્દિક પટેલને આંદોલન માટે માર્ગદર્શન આપ્યું હતું. પણ તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ માટે તેમણે કોઇ પણ પ્રકારની આર્થિક સહાય કે અન્ય કોઇ મદદ નથી કરી.

English summary
November 26: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X