For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મોદી દ્વારા દત્તક લેવામાં આવેલ ગામના લોકો પાકિસ્તાની: મિસા યાદવ

મોદી દ્વારા દત્તક લેવામાં આવેલ ગામના લોકો પાકિસ્તાની: મિસા યાદવ

રાષ્ટ્રીય જનતા દળના સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવની દિકરી મીસા યાદવે ટ્વિટ કરીને પ્રધાનમંત્રી મોદી અને ભાજપને આડે હાથ લીધા હતા. મિસા યાદવે ટ્વિટ કરીને પૂછ્યુ છેકે શું પીએમ મોદીએ જે ગામને દત્તક લીધુ છે ત્યાં પંચાયત ચૂંટણીમાં ભાજપની હાર બાદ ગામના લોકો પાકિસ્તાની કહેવાશે.

બિહારમાં પાંચમા અને અંતિમ તબક્કાનું મતદાન, મતગણના 8 નવેમ્બરે

બિહારમાં પાંચમા અને અંતિમ તબક્કાનું મતદાન, મતગણના 8 નવેમ્બરે

આજે બિહારમાં અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. કુલ 57 વિધાનસભા બેઠકો માટે 827 ઉમેદવારોના ભાવિનો ફેંસલો સાંજ સુધીમાં 1.5 કરોડ મતદાતા કરી દેશે. આજે અંતિમ તબક્કાનું મતદાન સંપન્ન થતાની સાથે જ પરિણામોનું કાઉન્ટડાઉન શરૂ થઇ જશે. મહત્વપૂર્ણ છેકે મતગણતરી 8 નવેમ્બરે છે.

ચૂંટણી પંચે ફટકારી ભાજપને નોટીસ

ચૂંટણી પંચે ફટકારી ભાજપને નોટીસ

મતદાનના એક દિવસ પહેલા કોસી અને સીમાંચલમાં વિજ્ઞાપન આપવાના કારણે ભાજપને નોટીસ આપવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી આર.લક્ષ્મણે જણાવ્યું કે ચૂંટણી પંચે ભાગલપુર અને મુઝ્ઝફરપુરમાં સંસ્કરણના પેપરમાં જાહેરાત આપવાને લઇને ભાજપને નોટીસ ફટકારી છે.

બે યુવતીઓએ બંદુકની અણીએ કરી યુવતની છેડતી

બે યુવતીઓએ બંદુકની અણીએ કરી યુવતની છેડતી

ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં એક અજીબ ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં બે યુવતિઓએ એક યુવક સાથે છેડછાડ કરીને તેનો વિડીયો ઉતાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પરંતુ વધુ આશ્ચર્યની વાત તો એ છેકે જ્યારે આ અંગે યુવક પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવા ગયો ત્યારે પોલીસે યુવકની વાત સાચી ના માની અને આખરે તેણે ઉચ્ચ અધિકારીઓ પાસે જવુ પડ્યુ. ત્યારબાદ પોલીસે, પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

યુવકના પ્રેમમાં પડવુ કિન્નરને ભારે પડ્યુ

યુવકના પ્રેમમાં પડવુ કિન્નરને ભારે પડ્યુ

જી હા, સાંભળીને આશ્ચર્ય થશે પણ વાત સાચી છે. દિલ્હીના એક વિસ્તારમાં કિન્નરને એક યુવક સાથે પ્રેમ થઇ ગયો. અને પ્રેમમાં પાગલ આ કિન્નરે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધુ. આ યુવક કિન્નરને પ્રેમના સપના બતાવીને રૂપિયા પડાવી ભાગી ગયો. આખરે ઘણી રાહ જોયા પછી કિન્નરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે કેસ ઉકેલતા યુવકની ધરપકડ કરી.

ઇડીની નોટીસ મળી એટલે શાહરૂખે નિવેદન આપ્યુ

ઇડીની નોટીસ મળી એટલે શાહરૂખે નિવેદન આપ્યુ

દેશમાં અસહિષ્ણુતાના મુદ્દે દેશમાં નિવેદનોનો સિલસિલો યથાવત છે. જોરશોરથી અભિનેતા શાહરૂખ ખાનને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. પરંતુ હવે આ અંગે એક નવો વળાંક આવી રહ્યો છે, જી હા વ્યવસાયે વકીલ એવા મિનાક્ષીએ જણાવ્યુ છેકે EDની નોટિસ મળ્યા બાદ શાહરૂખને દેશનો માહોલ બગડેલો લાગી રહ્યો છે.

શાહરૂખ ખાનને લઇને યોગી આદિત્યનાથનું વિવાદીત નિવેદન

શાહરૂખ ખાનને લઇને યોગી આદિત્યનાથનું વિવાદીત નિવેદન

હાલમાં દેશભરમાં સહિષ્ણુતાને લઇને જબરજસ્ત ઘમાસાણ મચેલુ છે. આ ઘમાસાણને હવે ભાજપ નેતા યોગી આદિત્યનાથે વધુ ચિનગારી આપી છે. યોગી આદિત્યનાથે ફરીએકવખત વિવાદીત નિવેદન આપતા કહ્યું છેકે જો હિંદુઓ શાહરૂખ ખાનની ફિલ્મો જોવાનું છોડી દેશે તો શાહરૂખ રસ્તાઓ પર આવી જશે.

શાહરૂખ અંગે વિવાદીત નિવેદન કરનાર ભાજપ નેતા વિજયવર્ગીયએ નિવેદન પાછુ લીધુ

શાહરૂખ અંગે વિવાદીત નિવેદન કરનાર ભાજપ નેતા વિજયવર્ગીયએ નિવેદન પાછુ લીધુ

ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયએ શાહરૂખ ખાન અંગે આપેલા વિવાદીત નિવેદનને પાછું લીધુ છે. જો કે તેમણે પોતાની ટ્વીટ્સ હજી પણ ટ્વીટર અકાઉન્ટ પરથી હટાવી નથી. તેમણે જણાવ્યું છેકે તેમનો હેતુ કોઇને ઠેસ પહોંચાડવાનો ન હતો.

શિયાળાની શરૂઆત થતા જ સ્વાઇન ફ્લુને લઇને હોસ્પિટલમાં અલર્ટ

શિયાળાની શરૂઆત થતા જ સ્વાઇન ફ્લુને લઇને હોસ્પિટલમાં અલર્ટ

દેશભરમાં શિયાળાની શરૂઆત થઇ રહી છે, ત્યારે ઠંડીનો ચમકારો વધતા સ્વાઇન ફ્લુના કેસીસ પણ જોવા મળી રહ્યાં છે. જો કે તંત્રએ પાણી પહેલા પાળ બાંધતા તમામ હોસ્પિટલ્સને અલર્ટ કરી દીધી છે.

કાશ્મીરમાં બરફવર્ષા, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં વરસાદ

કાશ્મીરમાં બરફવર્ષા, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં વરસાદ

દિલ્હી, ઉત્તરપ્રદેશમાં વરસાદથી ઠંડીમાં એકદમ વધારો થઇ ગયો છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં હિમપાતથી અનેક રસ્તાઓ બંધ થઇ જતા જનજીવન ખોરવાયું છે. તો આ કારણે ગુજરાતમાં પણ ઠંડીનો અનુભવ થાય તેવી શક્યતા છે.

યુવરાજ સિંહે લગ્નની ખબરોનું કર્યું ખંડન

યુવરાજ સિંહે લગ્નની ખબરોનું કર્યું ખંડન

પાછલા કેટલાક દિવસોથી મિડીયામાં ભારતના સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહના લગ્નને લઇને ચર્ચા ચાલી રહી છે. આ સમાચારનું યુવરાજ સિંહે ખંડન કર્યું છે. તેમણે આ સમાચારને લઇને મિડીયા પર સવાલ ઉઠાવતા ટ્વીટ કર્યું છેકે "માય ડીયર મિડીયા ફેન્ડ્ઝ પ્લીઝ લગ્નની તારીખ અને વેન્યુ પણ જણાવી દો".

ફેસબુક અને BSNLની ભાગીદારીમાં ગ્રામીણ ક્ષેત્રોમાં પહોંચશે ઇન્ટરનેટ

ફેસબુક અને BSNLની ભાગીદારીમાં ગ્રામીણ ક્ષેત્રોમાં પહોંચશે ઇન્ટરનેટ

ભારતમાં પાછલા કેટલાક સમયથી ઇન્ટરનેટનો ઉપયોગ ખુબ ઝડપથી વધી રહ્યો છે. પરંતુ ભારતના ઘણાં ગ્રામિણ વિસ્તારો સુધી નેટ નથી પહોંચ્યુ. ત્યારે સમાચાર મળી રહ્યાં છેકે ફેસબુકે BSNL સાથે હાથ મિલાવ્યા છે, અને ભારતના ગ્રામીણ વિસ્તારો સુધી ઇન્ટરનેટ પહોંચાડવા માટે કવાયદ હાથ ધરી છે.

મોદી ત્રણ ગોલ્ડ સ્કીમ કરશે લોન્ચ, અનેક પડકારો

મોદી ત્રણ ગોલ્ડ સ્કીમ કરશે લોન્ચ, અનેક પડકારો

મોદી સરકાર લગભગ એક વર્ષના અભ્યાસ બાદ આજે ત્રણ ગોલ્ડ સ્કીમ લોન્ચ કરવા જઇ રહી છે. જેમાં ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ, ગોલ્ડ સોવરેન બોન્ડ સ્કીમ, અને અશોક ચક્ર ચિન્હીત સોનાના સિક્કા લોન્ચ કરવામાં આવશે. આ ત્રણેય સ્કીમને લઇને કેન્દ્ર સરકાર ઘણી પોઝીટીવ છે. પણ પડકારો પણ એટલા જ છે.

કાશ્મીર

કાશ્મીર

કાશ્મીરમાં મુઠભેડ દરમ્યાન લશ્કર-એ-તૈયબાના કમાંડરને ઠાર કરાયા બાદ હવે સંગઠને તેના સ્થાને એક નવા કમાંડરની પસંદગી કરી લીધી છે. જીહા, અબુ કાસિમ બાદ અબુ દુજાના હવે આ આતંકી સંગઠનનો ટોપ કમાંડર બની ગયો છે. કાશ્મીરમાં લશ્કરના બધા ઓપરેશનને પાર પાડવાની કમાન હવે દુઝાનાના હાથમાં આવી ગઇ છે.

ફોર્બ્સની યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી 9માં શક્તિશાળી નેતા

ફોર્બ્સની યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી 9માં શક્તિશાળી નેતા

ભારતના પીએમ નરેન્દ્ર મોદીને મેગેઝીનમાં 9મું સ્થાન મળ્યું છે. જો કે મેગેઝીને તેમના વખાણ તો કર્યા છે પણ સાથે લખ્યુ છેકે દુનિયાભરના નેતાઓ સાથે હાથ મિલાવવાથી કંઇ નહીં થાય. તેમણે કેટલાક ચોક્કસ પગલા પણ ભરવા પડશે.

English summary
November 5: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X