For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મીસા, તેજ કે પછી તેજસ્વી, ઉપમુખ્યપ્રધાન પદને લઇને અટકળો શરૂ

મીસા, તેજ કે પછી તેજસ્વી, ઉપમુખ્યપ્રધાન પદને લઇને અટકળો શરૂ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનની ઐતિહાસિક જીત સાથે જ મુખ્યપ્રધાન નિતીશ કુમાર આગામી 5 વર્ષ માટે મુખ્યપ્રધાન પદે બિરાજમાન થશે. ત્યારે રાજકીય ગલિયારીઓમાં ઉપ મુખ્યપ્રધાનના પદ માટે અટકળો તેજ થઇ ગઇ છે. સૂત્રોનું માનીએ તો આ પદ રાજદના પક્ષમાં જશે. જેને લઇને લાલુ પ્રસાદ યાદવની દીકરી મીસા ભારતી, તેજ યાદવ, અને તેજસ્વીને લઇને ચર્ચા થઇ રહી છે.

હાર બાદ પશ્ચિમમાં શોર, ઓછી થઇ પીએમ મોદીની ચમક

હાર બાદ પશ્ચિમમાં શોર, ઓછી થઇ પીએમ મોદીની ચમક

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદી માટે ઝટકા સમાન છે. ત્યારે વિદેશોમાં પણ બિહાર વિધાનસભાના ચૂંટણી પરિણામોની ચર્ચા થઇ રહી છે. ખાસ કરીને બ્રિટેન, પાકિસ્તાન અને અમેરિકામાં ચર્ચાઇ રહ્યું છેકે પીએમ મોદીની ચમક ઓછી થઇ રહી છે.

ધનતેરસે મેગી લવર્સ માટે સારા સમાચાર, મેગીનું બજારમાં આગમન

ધનતેરસે મેગી લવર્સ માટે સારા સમાચાર, મેગીનું બજારમાં આગમન

ધનતેરસનો દિવસ મેગી લવર્સ માટે શુભ સમાચાર લઇને આવ્યો છે. જી હા, આજથી બજારમાં ફરી એકવખત મેગી મળતી થઇ જશે. કોર્ટ દ્વારા મળેલા બધાં જ દિશા નિર્દેશોની કાર્યવાહી પૂર્ણ થતા ફરી એકવખત મેગી બજારમાં ઉપલબ્ધ થઇ છે.

3000 રૂપિયાના ખર્ચ સાથે સંપન્ન થઇ બિહાર ચૂંટણી

3000 રૂપિયાના ખર્ચ સાથે સંપન્ન થઇ બિહાર ચૂંટણી

બિહારમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સૌ કોઇને આશ્ચર્યચકિત કરી દીધા છે. પરંતુ જે રીતે બિહારમાં રાજનૈતિક દળોએ પૈસા ખર્ચ કર્યા છે, તે પણ આશ્ચર્યચકિત કરે તેવા છે. જી હા, બિહારના ચૂંટણી સંગ્રામમાં રાજનૈતિક દળોએ લગભગ 3000 કરોડ રૂપિયા ખર્ચ કરી નાખ્યા છે.

ગરજ્યા લાલુ પ્રસાદ, કહ્યું મોદી સરકારને ઉખાડી ફેંકીશું

ગરજ્યા લાલુ પ્રસાદ, કહ્યું મોદી સરકારને ઉખાડી ફેંકીશું

બિહાર વિધાનસભા ચૂંટણીમાં જોરદાર પરિણામો આવ્યા બાદ ઉત્સાહિત લાલુ પ્રસાદ યાદવે મિડીયા સાથે વાતચીત કરી હતી. આ તકે તેમણે નરેન્દ્ર મોદી પર નિશાન સાંધતા કહ્યું હતુ કે આ બહુમત બાદ અમે નરેન્દ્ર મોદીને ઉખાડી ફેંકીશુ.

આજે ધનતેરસનું મહાપર્વ

આજે ધનતેરસનું મહાપર્વ

દિવાળીના તહેવારોમાં આજે ધનતેરસનું પર્વ છે. ધન્વંતરીને હિંદુ ધર્મમાં દેવતાઓના વૈદ્ય માનવામાં આવે છે. હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર તેમને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. આજે લોકો શ્રદ્ધાપૂર્વક ભગવાન ધન્વતરીની પૂજા કરશે.

જીવિત હતા નેતાજી, પુસ્તકનો દાવો, DNA ટેસ્ટથી કરવામાં આવી હતી છેડછાડ

જીવિત હતા નેતાજી, પુસ્તકનો દાવો, DNA ટેસ્ટથી કરવામાં આવી હતી છેડછાડ

નેતાજી સુભાષ ચંદ્ર બોઝના મોતની ગુથ્થી આજે પણ એક રહસ્ય સમાન છે. આ દરમ્યાન બ્રિટનમાં પ્રકાશિત થયેલા એક પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છેકે નેતાજી સાધુના વેશમાં લાંબા સમય સુધી જીવિત હતા. લેખક અનુજ ધરે દાવો કર્યો છેકે નેતાજીના જીવિત હોવાના દસ્તાવેજ મોજુદ છે.

શશાંક મનોહર બન્યા ICCના નવા ચેરમેન

શશાંક મનોહર બન્યા ICCના નવા ચેરમેન

ICCના ચેરમેન એન.શ્રીનાવસનની ખુર્શી આખરે ચાલી ગઇ. શ્રી નીવાસનની જગ્યાએ હવે BCCIના અધ્યક્ષ શશાંક મનોહરને ICCના નવા ચેરમેન
બનાવી દેવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો LPG સબસિડી છોડવાનો આગ્રહ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો LPG સબસિડી છોડવાનો આગ્રહ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગ્રહ કર્યો છેકે જે લોકો LPG સબસીડી છોડી શકે છે, તે લોકો સબસિડી ચોક્કસ છોડી દે. ઉપભોક્તા mylpg.in, giveitup.in ebharatgas.com, indane.co.in, અને hpgas.com પર જઇને ઑનલાઇન પદ્ધતિથી પણ LPG સબસીડી સરળતાથી છોડી શકે છે. LPG ગેસ ધારકો રૂબરૂમાં જઇને અથવા ફોન મેસેજ દ્વારા પણ સબસિડી છોડી શકે છે.

ટ્વિટરે લોન્ચ કર્યું મેક ઇન ઇન્ડિયા ઇમોજી

ટ્વિટરે લોન્ચ કર્યું મેક ઇન ઇન્ડિયા ઇમોજી

માઇક્રો બ્લોગીંગ સાઇટ ટ્વિટરે ભારત સરકારની મહત્વકાંક્ષી પહેલ મેક ઇન ઇન્ડિયાનું ટ્વિટર ઇમોજી લોન્ચ કર્યું છે. જેનો હેતુ પ્રધાનમંત્રીના વિઝન મેક ઇન ઇન્ડિયાની જાગૃતતા છે.

2016માં થશે ઘાયલ વન્સ અગેઇન રિલીઝ

2016માં થશે ઘાયલ વન્સ અગેઇન રિલીઝ

ઘણાં વર્ષોથી સની દેઓલ એક સફળ ફિલ્મની રાહ જોઇ રહ્યાં છે. ઘાયલ વન્સ અગેઇનનું પોસ્ટર રિલીઝ થઇ ચૂક્યું છે. ત્યારે માનવામાં આવી રહ્યું છેકે વર્ષ 2016માં આવી રહેલી ફિલ્મ ઘાયલ વન્સ અગેઇન તેમને તે સફળતા અપાવશે.

"દિલવાલે" શાહરૂખ અને કાજોલની પહેલી રોમેન્ટીક ઝલક

ફેન્સનો ઉત્સાહ વધારવા માટે રોહિત શેટ્ટીના નિર્દેશન વાળી ફિલ્મ દિલવાલેનું એક મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરને જોઇને સ્પષ્ટ થઇ રહ્યું છેકે ફિલ્મ સુપર રોમેન્ટીક હશે.

English summary
November 9: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X