• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હવે દિલ્હીમાં ચાલતી બસમાં સગિરા સાથે છેડછાડ, કંડક્ટરની ધરપકડ

By Super
|

નવીદિલ્હી, 30 ડિસેમ્બરઃ ચાલતી બસમાં સાહુહિક બળાત્કારનો ભોગ બનેલી યુવતીની ઘટના શાંત નથી પડી ત્યાં નવો એક મામલો પ્રકાશમાં આવ્યો છે. દિલ્હીમાં ચાલતી બસમાં એક સગિરા સાથે છેડતી કરવામાં આવી હોવાના અહેવાલ છે. જેમાં કંડન્કટરની ધપરકડ કરવામાં આવી છે. આ ઘટના શનિવારે રાત્રે 11.45 વાગ્યે ઘટી હતી.

માહિતી અનુસાર અન્ય બે લોકોને છેડતીના મામલે અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ અંગે બારાખંભા પોલીસમાં મામલો દાખલ કરવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બસ ખ્યાલાથી લાજપત નગર જઇ રહી હતી અને મંડી હાઉસ નજીક સગિરા સાથે છેડછાડ કરવામાં આવી હતી.

પ્રત્યક્ષદર્શીએ કહ્યું છે કે તેમાં સગિરાને બસમાં રડતી જોઇ તો તેણે બસનો પીછો કર્યો. સૂત્રોએ કહ્યું કે કન્ડક્ટરે દારૂ પીધો હતો. તે અન્ય કોઇ બસનો કંન્ડક્ટર હતો જે ઘટનાવાળી બસમાં ચઢી ગયો હતો.

નોંધનીય છે કે, 16 ડિસેમ્બરના રોજ મેડિકલની વિદ્યાર્થિની રાત્રીના સમયે પોતાના મિત્ર સાથે ફિલ્મ જોઇને ઘરે પરત ફરી રહી હતી. ત્યાંથી પસાર થતી એક બસમાં તેઓ બેઠાં એ સમયે બસમાં સવાર હવસખોરોએ નશામાં ચૂર થઇને એ વિદ્યાર્થિની સાથે સામુહિક દૃષ્કર્મ આચર્યો, મારપીટ કરી અને મહિપાલપુર ખાતે તેને અને તેના મિત્રને ચાલું બસમાંથી ફેંકી દીધા હતા. બન્નેને ગંભીર હાલતમાં સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અત્યંત ગંભીર પરિસ્થિતિમાં દાખલ કરવામા આવેલી એ વિદ્યાર્થિનીનું 29 ડિસેમ્બરના રોજ સિંગાપોરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું, જેના રવિવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

English summary
In yet another shocking incident, a girl was allegedly molested by two conductors inside a cluster bus near Delhi’s Mandi House.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X