For Daily Alerts
અઢી કરોડ પરિવારોને મળશે મફત મોબાઇલ!
નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર : જેમતેમ ચૂંટણી નજીક આવી રહી છે સરકાર લોકોને રિઝવવા માટે નવી નવી તરકીબો અજમાવી રહી છે, જેના પગલે સરકાર નવી સ્કીમ લોંચ કરવામાં લાગી ગઇ છે. મફત મોબાઇલ આપવાની સ્કીમ પર સરકારે ડ્રાફ્ટ કેબિનેટ નોટ તૈયાર કરી દીધું છે. આ સ્કીમ અંતર્ગત દેશમાં 2.5 કરોડ ગરીબ પરિવારોને ફોન આપવામાં આવશે. સાથે જ નોકિયા, સેમસંગ જેવી મોબાઇલ ફોન બનાવનાર કંપનીઓ માટે એક મોટું બજાર પણ ખુલી ગયું છે.
માનવામાં આવે છે કે આ વર્ષના અંત સુધીમાં મોબાઇલની વહેંચણી કરી દેવામાં આવશે. આ સ્કીમ પર સરકાર 4,850 કરોડ રૂપિયા ખર્ચ કરશે અને આ ખર્ચ યૂએસઓ ફંડથી કરવામાં આવશે. સાથે જ ટૂંક સમયમાં બીએસએનએલ મોબાઇલ ફોન માટે ટેંડર બહાર પાડશે.
સરકારની મોબાઇલ ફોનમાં 2 વર્ષનું કનેક્શન આપવાની સાથે 300 રૂપિયાનો ટોકટાઇમ પણ આપવાની યોજના છે. સરકારની તરફથી 2 વર્ષ સુધી દરેક મહીને 30 રૂપિયાનું રિચાર્જ પણ કરી આપવામાં આવશે. 30 રૂપિયાના રિચાર્જમાં 30 મિનિટ મફત એસએમએસની સુવિધા આપવાની યોજના છે.
દરેક હાથમાં મોબાઇલ યોજના અંતર્ગત સરકાર તરફથી પહેલા વર્ષે 25 લાખ, જ્યારે બીજા વર્ષે 50 લાખ મોબાઇલ ફોન આપવામાં આવશે. ત્રીજા વર્ષમાં 75 લાખ અને ચોથા વર્ષે 1 કરોડ મોબાઇલ ફોન વહેંચવાની યોજના છે.