For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક બાદ મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પર તોળાઈ રહ્યો છે ખતરો!

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યુ કે ભાજપ ભોપાલમાં સરકાર પાડવાની પૂરી કોશિશ કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસના ગઠબંધનની સરકાર પર રાજકીય ખતરો તોળાવા લાગ્યો છે. તમામ મીડિયાની નજર કર્ણાટકમાં એચડી કુમારસ્વામી સરકાર પર છે કે કેવી રીતે કોંગ્રેસ અને જેડીએસ પોતાના ધારાસભ્યોને એક રાખવામાં સફળ થાય છે. પરંતુ આ બધા વચ્ચે મધ્ય પ્રદેશમાં પણ કમલનાથ સરકાર પર ખતરો તોળાવા લાગ્યો છે. કોંગ્રેસ હાઈ કમાન્ડને લાગે છે કે ભાજપ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકારને પાડવાની કોશિશોમાં લાગેલી છે માટે તે પાર્ટીએ પોતાની ગતિવિધિઓને વધારી દીધી છે.

ભાજપ રાજ્ય સરકાર પાડવાની કોશિશ કરી રહી છે

ભાજપ રાજ્ય સરકાર પાડવાની કોશિશ કરી રહી છે

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યુ કે ભાજપ ભોપાલમાં સરકાર પાડવાની પૂરી કોશિશ કરી રહી છે. તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશમાં વિધાનસભાની કુલ 230 સીટો છે જેમાં ભાજપના ખાતામાં 109 સીટો આવી છે જ્યારે કોંગ્રેસના ખાતામાં પાંચ સીટો વધુ આવી છે અને તેને 114 સીટો પર જીત મળી છે. ત્યારબાદ પાર્ટીએ અપક્ષ ધારાસભ્યો અને સપા-બસપાના ધારાસભ્યોની મદદથી રાજ્યમાં સરકારની રચના કરી છે.

શું છે સમીકરણ

શું છે સમીકરણ

રાજ્યના મુખ્યમંત્રી કમલનાથને કદાવર નેતા માનવામાં આવે છે. આના કારણે પાર્ટી પૂર્ણ બહુમતથી થોડા પગલાં દૂર રહ્યા બાદ પણ અન્ય ધારાસભ્યોના સમર્થનથી રાજ્યમાં સરકાર બનાવવામાં સફળ થઈ. પાર્ટીને ચાર અપક્ષ ધારાસભ્યો, બે બસપા અને એક સપા ધારાસભ્યનું સમર્થન મળ્યુ છે જેના કારણે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની શકી છે.

ભાજપ પોતાનું ઘર બચાવે

ભાજપ પોતાનું ઘર બચાવે

જે રીતે રાજ્યની સરકારની તોડવાના સમાચારો મીડિયામાં સામે આવ્યા છે તે બાદ કમલનાથે ભાજપને પોતાનું ઘર બચાવવાની સલાહ આપી છે અને બીજા પક્ષ કે સરકારની ચિંતા ન કરે તેમ કહ્યુ છે. જ્યારે કમલનાથને પૂછવામાં આવ્યુ કે ભાજપ તેમના ધારાસભ્યોની ખરીદવાની કોશિશ કરી રહી છે તેના પર પ્રતિક્રિયા આપતા કમલનાથે કહ્યુ કે જે ભાગી ગયા મેદાનમાંથી તે શું રહેશે મેદાનમાં. વાસ્તવમાં સ્પીકરની ચૂંટણી દરમિયાન ભાજપે સંસદમાં વૉકઆઉટ કર્યુ હતુ. આનો ઉલ્લેખ કરતા કમલનાથે ભાજપ પર નિશાન સાધ્યુ હતુ.

મને ધારાસભ્યો પર પૂરો ભરોસો

મને ધારાસભ્યો પર પૂરો ભરોસો

કમલનાથે કહ્યુ કે શક્ય છે કે ભાજપ ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરી રહી હોય પરંતુ મને કોંગ્રેસના બધા ધારાસભ્યો પર પૂરો ભરોસો છે. વળી, અન્ય પાર્ટીઓના ધારાસભ્યો પર પણ પૂરો ભરોસો છે જેમણે અમને પોતાનું સમર્થન આપ્યુ છે. હું ભાજપને જણાવી દેવા માંગુ છુ કે તે કોંગ્રેસની ચિંતા ન કરે, તે પોતાના ઘરને પહેલા ઠીક કરે.

આ પણ વાંચોઃ Me Too: રાજકુમાર હિરાની પર યૌન શોષણનો આરોપ, સપોર્ટમાં આવ્યા આ બોલિવુડ કલાકારોઆ પણ વાંચોઃ Me Too: રાજકુમાર હિરાની પર યૌન શોષણનો આરોપ, સપોર્ટમાં આવ્યા આ બોલિવુડ કલાકારો

English summary
now-in-madhya-pradesh-kamalnath-gov-may-face-the-horse-trading
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X