For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IIT રુડકીમાં MeToo: 7 ફેકલ્ટી મેમ્બર સામે યૌન શોષણના આરોપ

આઈઆઈટી રુડકીમાં 3 મહિલાઓએ 7 ફેકલ્ટી મેમ્બર સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

રાજકારણ, ફિલ્મ અને પત્રકારત્વ બાદ #MeToo હવે શૈક્ષણિક સંસ્થાઓમાં પહોંચી ગયુ છે. આઈઆઈટી રુડકીમાં 3 મહિલાઓએ 7 ફેકલ્ટી મેમ્બર સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આરોપ લગાવનારી મહિલોમાં એક અમેરિકી નાગરિક પણ શામેલ છે. આ ઉપરાંત નેનોટેકનોલોજી સેન્ટરમાં એક 27 વર્ષની દલિત સ્કૉલરે પણ ત્રણ સીનિયર ફેકલ્ટી મેમ્બર સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. પોલિસે કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. શુક્રવારે દલિત સ્કૉલરે પોલિસને જણાવ્યુ કે 3 ફેકલ્ટી સભ્યોએ તેનુ યૌન શોષણ કર્યુ છે જે તેના પીએચડી ગાઈડ પણ હતા. તેમણે પીડિતા સામે જાતિસૂચક શબ્દો પણ કહ્યા. આના એક દિવસ પહેલા એક અમેરિકી મહિલાએ પણ હરિદ્વાર જિલ્લા પોલિસને ઈમેલ કરીને ત્રણ ફેકલ્ટી સભ્યો દ્વારા યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ઈન્સ્ટીટ્યુટના એક સૂત્રએ જણાવ્યુ કે ત્રણે ફેકલ્ટી સંભવતઃ હ્યુમેનિટીઝ અને સામાજિક વિજ્ઞાન વિભાગમાંથી છે.

ભીમ આર્મીના સેંકડો કાર્યકર્તાઓએ પોલિસ સ્ટેશનને ઘેર્યુ

ભીમ આર્મીના સેંકડો કાર્યકર્તાઓએ પોલિસ સ્ટેશનને ઘેર્યુ

ઘટનાથી ગુસ્સે ભરાયેલા ભીમ આર્મીના સેંકડો કાર્યકર્તાઓએ પોલિસ સ્ટેશનને ઘેરીને ખૂબ સૂત્રોચ્ચાર કર્યા. તેમની માંગ છે કે કેસ ફાઈલ કરવામાં આવે અને આરોપી ડીન અને પ્રોફેસરની વહેલામાં વહેલી તકે ધરપકડ કરવામાં આવે. તમને જણાવી દઈએ કે છેલ્લા લગભગ 5 દિવસથી પીડિતા પોતાના પરિવાર સાથે પોલિસ સ્ટેશનમાં અડ્ડો જમાવ્યો છે. એસએસપી હરિદ્વારે સમગ્ર મામલાની તપાસ એસઆઈટીને સોંપી દીધી છે.

પ્રોફેસરની અંડર કામ કરો નહિતર કેમ્પસમાંથી બહાર કાઢી દેવામાં આવશે

પ્રોફેસરની અંડર કામ કરો નહિતર કેમ્પસમાંથી બહાર કાઢી દેવામાં આવશે

ગુજરાત નિવાસી પીએચડી છાત્રાએ ડીન અને પ્રોફેસર પર છેડતીનો આરોપ લગાવીને હોબાળો મચાવી દીધો છે. કેસ અનુસૂચિત જાતિ સાથે જોડાયેલો હોવાના કારણે ભીમ આર્મીએ પણ હવે આઈઆઈટી મેનેજમેન્ટ સામે મોરચો ખોલી દીધો છે. પીડિતાના જણાવ્યા અનુસાર મેનેજમેન્ટે એક પત્ર આપ્યો હતો જેમાં લખ્યુ હતુ કે આ પ્રોફેસરની અંડરમાં કામ કરો નહિતર કેમ્પસમાંથી કાઢી દેવામાં આવશે. તે છેલ્લા કેટલાય દિવસથી એફઆઈઆરની માંગ કરી રહી છે. સાથે આરોપ લગાવતા કહ્યુ કે રુડકી મેનેજમેન્ટ તેના માતાપિતને ફોન કરે છે અને કહે છે કે તમારી દીકરી સાથે કંઈ પણ થઈ શકે છે એટલા એને કેમ્પસમાંથી પાછી લઈ જાવ.

શું કહેવુ છે પોલિસનું

શું કહેવુ છે પોલિસનું

હરિદ્વાર એસએસપી રિદ્ધિમ અગ્રવાલે આ સમાચારની પુષ્ટિ કરતા કહ્યુ કે એક અમેરિકીએ પોલિસને ઈમેલ કર્યો છે જ્યારે બાયોટેકની એક છાત્રાએ પણ આ પ્રકારના આરોપ લગાવીને મેસેજ કર્યા હતા. તેમણે જણાવ્યુ કે તે અમેરિકી મહિલા સાથે કેસની વધુ જાણકારી માટે ઈમેલ દ્વારા પૂછપરછ કરી રહ્યા છે. વળી સ્કૉલર છાત્રાને પણ પૂછપરછ કરીને તથ્યોને વેરિફાઈડ કરી રહ્યા છે. ત્યારબાદ મામલામાં કાર્યવાહી થશે. હાલમાં કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી પરંતુ દલિત સ્કૉલરની ફરિયાદ પર પોલિસે એસઆઈટીની ટીમની રચના કરી છે.

આ પણ વાંચોઃ અમિત શાહનો આરોપઃ 1984ના રમખાણોમાં કોંગ્રેસીઓએ કર્યા મહિલાઓ પર બળાત્કારઆ પણ વાંચોઃ અમિત શાહનો આરોપઃ 1984ના રમખાણોમાં કોંગ્રેસીઓએ કર્યા મહિલાઓ પર બળાત્કાર

English summary
The Indian Institute of Technology Roorkee has been hit by the #MeToo wave with sexual harassment allegations against as many as seven of its faculty
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X