For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી ઇફેક્ટ, હવે ઓનલાઇન પીવો ગરમા-ગરમ ચા

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 11 જૂન: આજકાલ દુનિયા ખૂબ જ ઝડપી આગળ વધી રહી છે. બધું જ ઇન્ટરનેટ સાથે જોડાઇ રહ્યું છે. ઓનલાઇન શોપિંગનો ક્રેઝ વધતો જઇ રહ્યો છે. બજારમાં ભીડ ઓછી અને ઓનલાઇન શોપિંગ સાઇટો પર ટ્રાફીક વધતું જઇ રહ્યું છે. પરંતુ શું આપે વિચાર્યું હતું કે ઇન્ટરનેટના ઉપયોગથી આપ ગરમા-ગરમ ચા પી શકો છો.

જી હા હવે ઘરે બેઠા-બેઠા આપ ચા પણ ઓર્ડર કરી શકો છો. મુંબઇના બાંદ્રા વિસ્તારના એક ચાવાળાએ પોતાના બિઝનેસની ઓનલાઇન શરૂઆત કરી છે. બાંદ્રા વિસ્તારના છોટૂ ચાવાળાએ શોપ.છોટૂચાયવાલા.કોસ નામથી એક વેબસાઇટ લોન્ચ કરી પોતાની ચાની દુકાનને બાંદ્રામાંથી નિકાળીને ઇન્ટરનેશનલ માર્કેટમાં પહોંચાડી દીધી છે.

tea
આ વેબસાઇટ દ્વારા આપ બાંદ્રામાં ચા માટે પોતાનો ઓર્ડર બૂક કરી શકો છો. આપનો ઓર્ડર બૂક થતા જ થોડીક જ મિનિટમાં ગરમા ગરમ ચા આપના હાથોમાં હશે. અત્રે ઓનલાઇન પેમેન્ટની પણ સુવિધા છે અને કેશ ઓન ડિલિવરીનું પણ ઓપશન આપેલું છે. એટલું જ નહીં છોટૂ ચાવાળાએ ચાની ઓનલાઇન માર્કેટિંગ લોન્ચ કરી નવી પહેલ કરી છે. અત્રે આપ એક અઠવાડીયાથી લઇને એક મહીના સુધીનું સબ્સ્ક્રીપ્શન પણ લઇ શકો છો.

એક અઠવાડીયાનું સબ્સક્રિપ્શન માટે આપને 70 રૂપિયા આપવા પડશે. જ્યારે બે અઠવાડીયા માટે 140 અને એક મહીના માટે આપને 280 રૂપિયા આપવા પડશે. છોટૂ ચાવાળા હવે સોશિયલ મીડિયા દ્વારા પોતાની ચાને પ્રમોટ કરી રહ્યો છે. આપ ફેસબુક અને ટ્વિટર પર પણ છોટૂ ચાવાળાને ફોલો કરી શકો છો. હાલ આ સેવા મુંબઇના બાંદ્રા વિસ્તારમાં જ છે, પરંતુ ટૂંક સમયમાં તેના વિસ્તારની યોજના પણ તૈયાર છે.

English summary
Tea and Tea seller plays major role in Recent Lok sabha Election. Now after making the central government the tea stalls go online in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X