For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ટ્રેનની ટિકિટનું SMS બુકિંગ શક્ય

|
Google Oneindia Gujarati News

indian-railway
નવી દિલ્હી, 12 જૂન : ભારતીય રેલવેના મુસાફરો માટે ખુશીના સમાચાર આવ્યા છે. જુલાઇથી હવે આપ માત્ર એક એસએમએસથી ટ્રેનની ટિકિટ અને રિઝર્વેશન બૂક કરાવી શકશો. ભારતમાં વધી રહેલા મોબાઇલ ફોનના ઉપયોગને ધ્યાનમાં રાખીને આઇઆરસીટીસીએ એક પહેલી જુલાઇથી એસએમએસ આધારિત રેલવે ટિકિટ બુકિંગની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. એસએમએસથી ટિકિટ બૂક કરાવવા માટેનો ખાસ નંબર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

આ અંગે માહિતી આપતા આઇઆરસીટીસીના એક અધિકારીએ જણાવ્યું કે આ પગલું ઇકોફ્રેન્ડલી છે. મોબાઇલ એસએમએસથી ટિકિટ બૂકિંગ કોઇપણ સમયે કોઇપણ સ્થળેથી કરાવી શકાશે. આ સુવિધા માટે કોઇ પણ પ્રકારની પ્રિન્ટઆઉટની જરૂર રહેશે નહીં. કારણ કે મોબાઇલ પર આવેલા ટિકિટિંગના મેસેજને ટ્રેનમાં મુસાફરી દરમિયાન માન્ય રાખવામાં આવેશે.

આ સુવિધા અંતર્ગત લોકોએ પોતાનો મોબાઇલ નંબર આઇઆરસીટીસી અને સાથે જ પોતાના બેંક રજિસ્ટરમાં જમા કરાવવાનો રહેશે. બેંકમાંથી નિયત રકમની ચૂકવણી કરવા માટે એમએમઆઇડી (મોબાઇલ મની આઇડેન્ટિફાયર) અને ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) જાહેર કરશે.

અધિકારીએ જણાવ્યું કે એસએમએસ બુકિંગ એકદમ સરળ હશે. કારણ કે કોઇ પણ મુસાફરને બસ, ટ્રેનના નંબર, ગંતવ્ય સ્થાન, યાત્રાની તારીખ, ક્લાસ, નામ, ઉંમર અને લિંગ જેવા વિવરણ એસએમએસ બોક્સમાં ટાઇપ કરવાના રહેશે. તેના આધારે ટ્રાન્ઝિક્શન આઇડી મળશે અને તે બીજા એસએમએસથી ચૂકવણી કરશે.

English summary
Now train tickets SMS booking possible
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X