For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારની નવી સુવિધા, ગેસ કનેક્શન માટે હવે નહીં જવુ પડે એજન્સી સુધી

મોદી સરકારે ગ્રામીણ વિસ્તારના લોકોને દિવાળીની ભેટ આપી છે. આ ભેટ ખરેખર ગ્રામીણ વિસ્તારના લોકો માટે મદદગાર સાબિત થશે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકારે ગ્રામીણ વિસ્તારના લોકોને દિવાળીની ભેટ આપી છે. આ ભેટ ખરેખર ગ્રામીણ વિસ્તારના લોકો માટે મદદગાર સાબિત થશે. રાંધણ ગેસ કનેક્શન અને ગેસ સિલિન્ડરના વિતરણની વ્યવસ્થા સુધારવા માટે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એક મહત્વનું પગલું લીધું છે. ઓઈલ વિતરણ કંપનીઓએ જોઈન્ટ સર્વિસ સેન્ટર્સને ગેસ સિલિન્ડર બુક કરવા અને આપવા માટે અધિકૃત કર્યા છે. આ કેન્દ્રો પરથી ભારત પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમના રાંધણ ગેસ બુક થઈ શક્શે સાથે નવું કનેક્શન પણ લઈ શકાશે.

આ પણ વાંચો: જાણો, મોદી સરકારની આ 8 સફળ યોજના વિશે

CSCમાં જઈને બુક કરો ગેસ કનેક્શન

CSCમાં જઈને બુક કરો ગેસ કનેક્શન

જો તમારે નવું ગેસ કનેક્શન લેવું છે, તો તમારે હવે ગેસ એજન્સી સુધી જવાની જરૂર નથી. હવે તમે તમારી નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને ગેસ કનેક્શન બુક કરી શકો છો.

આ માટે તમારે 20 રૂપિયા ફી ચૂકવવી પડશે. આ મામલે શનિવારે ઓઈલ માર્કેટિંગ કંપની અને કોમન સર્વિસ સેન્ટર, SPV વચ્ચે MoU થયા છે. આ સમયે ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર રવિશંકર પ્રસાદ અને પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા હતા.

આ કંપનીઓએ ગેસના નવા કનેક્શન માટે બુકિંગ, રિફિલીંગ અને વિતરણ માટે કોમન સર્વિસ સેન્ટર સાથે કરાર રહ્યા છે. હાલ દેશમાં ત્રણ લાખ CSC કામ કરી રહ્યા છે. ઓઈલ કંપનીઓ શરૂઆતમાં 1 લાખ કેન્દ્રો પર આ સુવિધા આપશે.

શું કામ કરશે કોમન સર્વિસ સેન્ટર ?

શું કામ કરશે કોમન સર્વિસ સેન્ટર ?

- નવા એલપીજી કનેક્શન (ઉજ્જવલા અને જનરલ કેટેગરી) બુક કરશે.

- એલપીજી રિફીલ બુકિંગ (14.2 કિલોગ્રામ)

- CSC દ્વારા LPG સિલિન્ડર (100 કિગ્રા જેટલું સ્ટોરેજ)નો સપ્લાય અને ડિસ્ટ્રિબ્યુશન.

શું રહેશે ચાર્જ?

શું રહેશે ચાર્જ?

- નવા કનેક્શનના બુકિંગ માટે 10 રૂપિયા

- ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે 2 રૂપિયા

- ગેસ સિલન્ડર સપ્યાલ કરવા માટે 10 રૂપિયા

લગભગ 5.75 લાખ લોકોને થશે ફાયદો

લગભગ 5.75 લાખ લોકોને થશે ફાયદો

આ દરમિયાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ઉજ્જવલા સ્કીમ અંતર્ગત દેશભરમાં 5.75 કરોડ જરૂરિયાત મંદ લોકોને કનેક્શન અપાયા છે. પરંતુ તેમને રિફિલ કરાવવામાં મુશ્કેલીમુશ્કેલી પડી રહી હતી, પરંતુ હવે એ મુશ્કેલી પણ નહીં આવે. કારણ કે CSCનું નેટવર્ક દેશભરમાં ફેલાયેલું છે. હવે લોકો સીએસસી દ્વારા સિલિન્ડર રિફીલ કરાવી શક્શે.

1 લાખ CSCમાં સર્વિસ શરૂ

1 લાખ CSCમાં સર્વિસ શરૂ

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ટૂંક સમયમાં જ 1 લાખ CSC પર આ સુવિધા મળશે. સૌથી પહેલા રૂરલ એરિયાના સેન્ટરને જોડાશે, કારણ કે રૂરલ એરિયાના લોકોને વધુ મુશ્કેલી પડે છે.

વીએલએનો ફાયદો

વીએલએનો ફાયદો

એલપીજી ગેસ કંઝ્યુમર્સને તેનો ફાયદો થશે. સાથે જ કોમન સર્વિસ સેન્ટર ચલાવી રહેલા ગ્રામીણ વિસ્તારનો એન્ટરપ્રેન્યોર્સ વીએલએને પણ ફાયદો થશે. તેમની આવક વધશે.

English summary
Now You Can Apply For New Gas Connection In CSC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X