For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NRC પર મમતાએ કહ્યુ, ‘દેશમાં ગૃહયુદ્ધ છેડાશે', અમિત શાહનો વળતો જવાબ

અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) નો બીજો ડ્રાફ્ટ જારી થયા બાદ રાજકારણ ગરમાયુ છે અને 40 લાખ લોકોની નાગરિકતાના મુદ્દે વિપક્ષી દળો ભાજપ પર હુમલો કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) નો બીજો ડ્રાફ્ટ જારી થયા બાદ રાજકારણ ગરમાયુ છે અને 40 લાખ લોકોની નાગરિકતાના મુદ્દે વિપક્ષી દળો ભાજપ પર હુમલો કરી રહ્યા છે. મંગળવારે પણ ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ભાજપ પર નિશાન સાધ્યુ હતુ. ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પણ વળતો પ્રહાર કર્યો હતો.

અમિત શાહનો મમતા પર હુમલો

અમિત શાહનો મમતા પર હુમલો

અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મમતા બેનર્જી પર હુમલો કરતા કહ્યુ કે શરણાર્થીઓના નામે મતબેંકની રાજનીતિ કરી રહ્યા છે જ્યારે ભાજપ દેશની સુરક્ષા અને નાગરિકોના અધિકારોની વાત કરી રહ્યુ છે. દેશની સુરક્ષા ભાજપ માટે પહેલી પ્રાથમિકતા છે. શાહે કહ્યુ કે તે મમતા બેનર્જીનુ નિવેદન સાંભળીને ચોંકી ગયા. તે કયા પ્રકારના ગૃહયુદ્ધની વાત કરી રહ્યા છે.

શાહે જણાવ્યુ કે દેશની સુરક્ષા પહેલી પ્રાથમિકતા

શાહે જણાવ્યુ કે દેશની સુરક્ષા પહેલી પ્રાથમિકતા

શાહે કોંગ્રેસ પર પણ હુમલો કર્યો અને કહ્યુ કે શરણાર્થીઓના મુદ્દે રાહુલ ગાંધીએ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવુ જોઈએ. શાહે કહ્યુ કે એનઆરસીને કોંગ્રેસે લાગુ ના કર્યુ કારણકે તેમને મતબેંકની રાજનીતિ કરવી હતી. શાહે કહ્યુ કે એનઆરસી પર કોંગ્રેસ ક્યારેક કંઈ બોલે તો ક્યારેક બીજુ. શાહે કહ્યુ કે ભાજપ અને બીજદ ઉપરાંત કોઈ પક્ષે એ કહેવાનું યોગ્ય ના માન્યુ કે આપણા દેશમાં ઘૂસણખોરો માટે કોઈ સ્થાન નથી.

NRC ના કારણે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાશે

NRC ના કારણે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાશે

તમને જણાવી દઈએ કે અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરનો બીજો ડ્રાફ્ટ જારી થયુ બાદ મમતા બેનર્જીએ ચેતવણી આપતા કહ્યુ હતુ જો બંગાળમાં એનઆરસી થોપવાની કોશિશ કરવામાં આવી તો ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાશે અને ખૂનખરાબો થશે. તેમણે હુમલો કરતા કહ્યુ હતુ કે ભાજપ લોકોમાં ભાગલા પાડવાનું કામ કરી રહી છે જે સાંખી લેવામાં નહિ આવે.

English summary
nrc: amit shah slammed mamata banerjee over her civil war remark
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X