For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NRC: વિપક્ષ 40 લાખ વોટોથી પાછળ ચાલી રહ્યું છે- પરેશ રાવલ

એનઆરસી મામલે હમણાં રાજકારણ ગરમાઈ ગયું છે. વિપક્ષ જ્યાં એક તરફ 40 લાખ લોકોના બેઘર થવા પર સરકાર પર હુમલો કરી રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

એનઆરસી મામલે હમણાં રાજકારણ ગરમાઈ ગયું છે. વિપક્ષ જ્યાં એક તરફ 40 લાખ લોકોના બેઘર થવા પર સરકાર પર હુમલો કરી રહી છે ત્યાં જ ભારતીય જનતા પાર્ટી ઘ્વારા બધા જ આરોપો નકારી નાખતા કહેવામાં આવ્યું છે કે આસામમાં જે પણ થઇ રહ્યું છે જે બધું જ સુપ્રિમકોર્ટની નજર હેઠળ થઇ રહ્યું છે. બીજેપીને તેનાથી કોઈ જ લેવાદેવા નથી. આ બધા વચ્ચે ભાજપ સાંસદ પરેશ રાવલે એક મોટું નિવેદન આપ્યું છે.

વિપક્ષ 40 લાખ વોટોથી પાછળ ચાલી રહ્યું છે

પરેશ રાવલ ઘ્વારા આ મામલે એક ટવિટ કરવામાં આવ્યું છે કે 'વર્ષ 2019 ઇલેક્શનનું પહેલું રૂઝાન આવી ગયું છે, વિપક્ષ 40 લાખ વોટોથી પાછળ ચાલી રહ્યું છે', તેમના આ ટવિટ પર ઘણા લોકો તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

મિક્સ પ્રતિભાવ

ખાસ બાબત છે કે કેટલાક લોકો પરેશ રાવલ સાથે તેમના આ નિર્ણય પર સહમત છે. જયારે કેટલાક લોકોએ આ મામલે પરેશ રાવલને ખેંચી લીધા છે. એક યુઝર ઘ્વારા લખવામાં આવ્યું છે કે ખુશ તો એવા થાય છે જાણે 40 લાખ લોકો ઘરવાપસી કરીને બીજેપીમાં જોડાઈ ગયા હોય.

એનઆરસી મામલે સૌથી વધુ ઉગ્ર મમતા બેનર્જી

એનઆરસી મામલે સૌથી વધુ ઉગ્ર મમતા બેનર્જી

એનઆરસી મામલે સૌથી વધુ ઉગ્ર મમતા બેનર્જી છે. તેમને જણાવ્યું કે આસામ અમારું પાડોસી છે અને અમે અમારા પાડોસી સાથે થઇ રહેલા અન્યાય સામે ચૂપ નહીં રહીયે. આસામની જેમ પશ્ચિમ બંગાળમાં એનઆરસી લાગુ થશે તો ગ્રહયુદ્ધ છેડાઈ જશે. મમતા બેનર્જી ઘ્વારા આપવામાં આવેલા નિવેદનની ભાજપની સાથે સાથે કોંગ્રેસે પણ નિંદા કરી છે.

અમિત શાહનો મમતા પર હુમલો

અમિત શાહનો મમતા પર હુમલો

અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મમતા બેનર્જી પર હુમલો કરતા કહ્યુ કે શરણાર્થીઓના નામે મતબેંકની રાજનીતિ કરી રહ્યા છે જ્યારે ભાજપ દેશની સુરક્ષા અને નાગરિકોના અધિકારોની વાત કરી રહ્યુ છે. દેશની સુરક્ષા ભાજપ માટે પહેલી પ્રાથમિકતા છે. શાહે કહ્યુ કે તે મમતા બેનર્જીનુ નિવેદન સાંભળીને ચોંકી ગયા. તે કયા પ્રકારના ગૃહયુદ્ધની વાત કરી રહ્યા છે.

English summary
Taking a dig at opposition over the NRC list in Assam, BJP MP Paresh Rawal on Thursday called it opposition’s defeat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X