For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અસમ બાદ હવે પશ્ચિમ બંગાળનો વારોઃ ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીય

અસમમાં જે રીતે ભાજપ સરકારે નેશનલ રજિસ્ટર ઓફ સીટિઝનશીપ એટલે કે એનઆરસી ડ્રાફ્ટને અંતિમ રૂપ આપ્યા બાદ રિલીઝ કર્યો અને 40 લાખ લોકોને ગેરકાયદે નાગરિક ગણાવ્યા ત્યારબાદ સતત આ મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

અસમમાં જે રીતે ભાજપ સરકારે નેશનલ રજિસ્ટર ઓફ સીટિઝનશીપ એટલે કે એનઆરસી ડ્રાફ્ટને અંતિમ રૂપ આપ્યા બાદ રિલીઝ કર્યો અને 40 લાખ લોકોને ગેરકાયદે નાગરિક ગણાવ્યા ત્યારબાદ સતત આ મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યુ છે. એક પછી એક તમામ વિપક્ષી દળો ભાજપ સરકારના આ નિર્ણય પર સવાલો કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ એનઆરસી પર સવાલ ઉભા કર્યા હતા. પરંતુ આ બધા વચ્ચે એક ભાજપ નેતાએ કહ્યુ છે કે અસમ બાદ હવે પશ્ચિમ બંગાળનો વારો છે.

બંગાળમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓની સંખ્યા 1 કરોડથી વધુ

બંગાળમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓની સંખ્યા 1 કરોડથી વધુ

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યુ કે પશ્ચિમ બંગાળનો યુવાન ઈચ્છે છે કે અહીં બાંગ્લાદેશથી આવેલા ગેરકાયદે નાગરિકોની ઓળખ કરવામાં આવે કારણકે આના કારણે તેમને બેરોજગારી, કાયદો વ્યવસ્થા જેવી તમામ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પશ્ચિમ બંગાળના લોકોની આ માંગનું ભાજપ સમર્થન કરે છે. આ પહેલા ભાજપે કહ્યુ હતુ કે પશ્ચિમ બંગાળમાં ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ થવી જોઈએ, તેમની સંખ્યા કરોડોમાં હોઈ શકે છે.

લોકસભામાં આપ્યો સ્થગન પ્રસ્તાવ

લોકસભામાં આપ્યો સ્થગન પ્રસ્તાવ

કૈલાશ વિજયવર્ગીયએ કહ્યુ કે જો અસમમાં એનઆરસીના ફાઈનલ ડ્રાફ્ટમાં 40 લાખ લોકો ગેરકાયદે ઓળખાયા છે તો પશ્ચિમ બંગાળમાં આ સંખ્યા કરોડોમાં હોઈ શકે છે. અસમમાં સુપ્રિમ કોર્ટે આની દેખરેખ કરી હતી. આ જ રીતે પશ્ચિમ બંગાળમાં આ કરવામાં આવી શકે છે. વળી આ બધા વચ્ચે ટીએમસીએ અસમમાં એનઆરસી સામે સંસદમાં પ્રદર્શન શરૂ કરી દીધુ છે. પક્ષના સંસદ સૌગતરાયે લોકસભામાં આ મામલે સ્થગન પ્રસ્તાવ આપ્યો છે.

2019 માં જીતીશુ 21 સીટો

2019 માં જીતીશુ 21 સીટો

લોકસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દાને ઉઠાવતા ટીએમસી નેતા સુદીપ બંદોપાધ્યાયે કહ્યુ કે આ મામલે તત્કાલ સંસદમાં ચર્ચા થવી જોઈએ કારણકે આ મુદ્દો 40 લાખ લોકો સાથે જોડાયેલો છે. જે રીતે ભાજપ પશ્ચિમ બંગાળમાં અસમની જેમ ગેરકાયદે નાગરિકોની ઓળખની પ્રક્રિયા શરૂ કરવા ઈચ્છે છે તેના પર બંને પક્ષો વચ્ચે ટકરાવ જોવા મળી શકે છે. ભાજપ પશ્ચિમ બંગાળમાં આ મુદ્દાના દમ પર પોતાની રાજકીય તાકાત વધારવામાં જોતરાયેલી છે. એક ઈન્ટરવ્યુમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યુ હતુ કે અમે આગામી 2019 ચૂંટણીમાં 42 માંથી 21 સીટો જીતીશુ.

English summary
NRC ROW: BJP leader says after Assam its West bengal turn. HE says there will be more thasn a crore illegal migrants in WB.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X