For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘રાકેશ અસ્થાના સામેની તપાસમાં ડોભાલ કરી રહ્યા છે હસ્તક્ષેપ': ડીઆઈજી

સીબીઆઈના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર એમકે સિન્હીએ સુપ્રીમ કોર્ટમાં એક યાચિકામાં દાવો કર્યો છે કે રાકેશ અસ્થાના મામલે થઈ રહેલી તપાસમાં દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હસ્તક્ષેપ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

સીબીઆઈના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર એમકે સિન્હાએ સુપ્રીમ કોર્ટમાં એક યાચિકામાં દાવો કર્યો છે કે રાકેશ અસ્થાના મામલે થઈ રહેલી તપાસમાં દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હસ્તક્ષેપ કરી રહ્યા છે. આ યાચિકા પર આજે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. સિન્હાએ આરોપ લગાવ્યો છે કે ડોભાલના હસ્તક્ષેપ બાદ અસ્થાનાના ઘરે તપાસ કરવામાં ન આવી. તમને જણાવી દઈએ કે સીબીઆઈ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પર લાંચ લેવાનો આરોપ છે અને આ આરોપ ડાયરેક્ટર આલોક વર્માએ લગાવ્યા છે.

આ પણ વાંચોઃ વિશેષ રણનીતિ હેઠળ ભાજપ હાઈકમાન્ડે પોતાના ત્રણે સીએમને આપ્યા ફ્રી હેન્ડઆ પણ વાંચોઃ વિશેષ રણનીતિ હેઠળ ભાજપ હાઈકમાન્ડે પોતાના ત્રણે સીએમને આપ્યા ફ્રી હેન્ડ

asthana

સિન્હાનો દાવો છે કે અસ્થાના સામે તપાસમાં શામેલ તે બે વ્યક્તિ પણ હતા જે ડોભાલના નજીકના છે. સિન્હા, સીબીઆઈના તે અધિકારીઓમાં શામેલ હતા જે અસ્થાના સામે તપાસ કરી રહ્યા હતા અને તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવી. સિન્હાનો આરોપ છે કે અસ્થાના લાંચ મામલે ફરિયાદકર્તા સના સતીશ બાબુએ તેમને જણાવ્યુ હતુ કે કોલસા અને ખાણ મંત્રી હરિભાઈ પાર્થભાઈ ચૌધરીને સંબંધિત મામલે કથિત મદદ માટે ઘણા કરોડ રૂપિયાની લાંચની ચૂકવણી કરવામાં આવી હતી. ચૌધરી ગુજરાતના ધારાસભ્ય છે અને તેઓ પીએમ મોદીના નજીકના ગણાય છે.

યાચિકામાં એ પણ કહેવામાં આવ્યુ છે કે રૉના અધિકારી સહિત ગોયલ સાથે જોડાયેલ વાતચીત પર મોનીટરીંગ સાથે છેડછાડ કરવામાં આવી હતી જ્યાં તેમને એ કહેતા સાંભળવામાં આવ્યા હતા કે પીએમઓએ સીબીઆઈ કેસમાં દખલ દઈને તે રાતે જ અસ્થાના કેસની તપાસ કરનારી આખી સીબીઆઈ ટીમને હટાવી દીધી હતી.

English summary
NSA Ajit Doval interfered in Asthana probe, stalled searches: CBI DIG
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X