For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગઠબંધન નહિ દેશને આવતા 10 વર્ષ સુધી જોઈએ મજબૂત સરકારઃ અજીત ડોભાલ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલે કહ્યુ છે કે આવનારા દસ વર્ષો સુધી ભારતને મજબૂત અને સ્થિર તેમજ નિર્ણાયક નિર્ણયો લેનારી સરકાર જોઈએ.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલે કહ્યુ છે કે આવનારા દસ વર્ષો સુધી ભારતને મજબૂત અને સ્થિર તેમજ નિર્ણાયક નિર્ણયો લેનારી સરકાર જોઈએ. તેમણે કહ્યુ કે નબળુ ગઠબંધન સરકાર માટે ખરાબ સાબિત થશે. આવતા અમુક વર્ષો નબળી સરકાર ભારત માટે ખરાબ સાબિત થશે કારણકે તે આકરા નિર્ણયો નથી લઈ શકતી. ડોભાલે કહ્યુ કે આગામી અમુક વર્ષો સુધી ભારત સોફ્ટ પાવર નહિ બની શકે કારણકે તેને આકરા નિર્ણય લેવા માટે મજબૂર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ મળો મોઈન કુરેશીની હૉટ એન્ડ બોલ્ડ પુત્રી પરનિયાને, બોલિવુડમાં કરી ચૂકી છે કામઆ પણ વાંચોઃ મળો મોઈન કુરેશીની હૉટ એન્ડ બોલ્ડ પુત્રી પરનિયાને, બોલિવુડમાં કરી ચૂકી છે કામ

ajit doval

ડોભાલે કહ્યુ કે જો આપણે મોટી શક્તિ બનવુ હોય તો દેશને આર્થિક રીતે વધુ મજબૂત થવુ પડશે. આપણે લોકપ્રિય નિર્ણયો નહિ પરંતુ દેશના જરૂરિયાતવાળા નિર્ણયોની મહત્વ આપવુ પડશે. આ એક પ્રકારની લાલચ છે કે તમે એક વસ્તુ લો છો કે રાષ્ટ્રીય હિતના નિર્ણયો લેવાથી બચો છો. બની શકે કે આકરા નિર્ણયો દેશના લોકોને થોડા સમય માટે થોડી પીડા આપે.

ડોભાલે કહ્યુ કે આપણા પર જનતાના પ્રતિનિધિઓ નહિ પરંતુ તેમના બનાવેલા કાયદાઓનું શાસન છે એટલા માટે કાયદાનું રાજ ખૂબ જ મહત્વનું છે. વળી, પ્રાઈવેટ કંપનીઓનો પક્ષ લેતા તેમણે કહ્યુ કે ચીનમાં અલીબાબા અને બીજી કંપનીઓને ત્યાંની સરકારે ઘણી મદદ કરી છે. ભારતમાં પણ ખાનગી સેક્ટરની કંપનીઓને પ્રોત્સાહન આપવુ જોઈએ.

આ પણ વાંચોઃ રાત્રે ભરપૂર સૂતા કર્મચારીઓને કંપની આપી રહી છે 41 હજાર રૂપિયાનું ઈનામઆ પણ વાંચોઃ રાત્રે ભરપૂર સૂતા કર્મચારીઓને કંપની આપી રહી છે 41 હજાર રૂપિયાનું ઈનામ

English summary
NSA Ajit Doval says India needs stable government for next 10 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X