• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

રાહુલના નિવેદનથી કેજરીવાલ લાલઘૂમ

રાહુલના નિવેદનથી કેજરીવાલ લાલઘૂમ

રાહુલ ગાંધીએ મોદી પર જવાનોના લોહીની દલાલી કરવાનો આરોપ લગાવતા નિવેદન આપ્યાં. ત્યારે કેજરીવાલે કહ્યું કે પીએમ સુરક્ષા માટે જે પગલું ભરી રહ્યા છે તેના માટે આપણે તેમનો સાથ આપવો જોઇએં. કેજરીવાલે સુરક્ષા પર રાજનીતિ ન કરવા જણાવ્યું હતું.

2018 સુધીમાં ભારત-પાકિસ્તાન બોર્ડર સીલ કરાશેઃ રાજનાથ સિંહ

2018 સુધીમાં ભારત-પાકિસ્તાન બોર્ડર સીલ કરાશેઃ રાજનાથ સિંહ

ભારત-પાક વચ્ચે સતત વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી રાજનાથ સિંહ બે દિવસના રાજસ્થાનના પ્રવાસ પર છે. તેમણે રાજસ્થાન, ગુજરાત, જમ્મુ-કાશ્મીર અને પંજાબના બીએસએફ અધિકારીઓ અને નેતાઓ સાથે મીટિંગ કરી હતી. તેમણે કહ્યું કે, 2018 સુધીમાં પાકિસ્તાનને જોડતી તમામ સરહદો સીલ કરવાનો ટાર્ગેટ છે.

હરિયાણામાં કાશ્મીરથી આવેલા સફરજન પર મળ્યા ભારત વિરોધી સૂત્રો

હરિયાણામાં કાશ્મીરથી આવેલા સફરજન પર મળ્યા ભારત વિરોધી સૂત્રો

કાશ્મીરથી હરિયાણાના સિરસામાં આવેલા સફરજનો પર ભારત વિરોધી સૂત્રો લખેલા મળી આવ્યા છે. સિરસા શાક માર્કેટમાં સફરજનની પેટીઓમાંથી બે સફરજન એવા નિકળ્યા છે, જેના પર ભારત વિરોધી લખાણ લખેલું છે. 'ઈન્ડિયન ડોગ્સ ગો બેક' જેવા લખાણ મળતા ગુપ્તચર એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે.

દેશ માટે માથું વાઢતા ખચકાતા નથી જાંબાઝ ગુરખા

દેશ માટે માથું વાઢતા ખચકાતા નથી જાંબાઝ ગુરખા

અફઘાનિસ્તાનના બાબાજી વિસ્તારમાં રોયલ ગુરખા રાઇફલ્સની ફર્સ્ટ બટાલિયન ડિપ્લોય હતી. બ્રિટીશ આર્મીમાં ગુરખા રેજીમેન્ટ સર્વ કરે છે. ગુરખા પેટ્રોલ પાર્ટીને તાલિબાનના મુખ્ય ટાર્ગેટને પતાવી દેવાનું હતું. સબૂત સ્વરૂપે તેઓ કેમેરા સાથે નહોતા લઇ ગયા, એક સૈનિકે કૂકરી કાઢીને એક ઝાટકે તેનું માથું સ્વતંત્ર કરી દીધું.

સરહદે ગોળીઓ ચાલે ત્યારે પાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં : અજય દેવગણ

સરહદે ગોળીઓ ચાલે ત્યારે પાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં : અજય દેવગણ

અજય દેવગણ હાલ કોઇ પાકિસ્તાની આર્ટિસ્ટ સાથે કામ કરવા નથી ઇચ્છતો. અજયં કહ્યું, 'જ્યારે સરહદ પર વારંવાર ગોળીઓ ચાલતી હોય ત્યારે તમે મારી પાસેથી શું આશા રાખો છો? તમે વાતચીત કરી રહ્યા હોય અને કોઇ આવીને મારી જાય તો કામ કેવી રીતે ચાલુ રાખી શકાય.'

જયલલિતાના આરોગ્ય અંગે સવાલ ઉઠાવતી અરજી HCએ ફગાવી

જયલલિતાના આરોગ્ય અંગે સવાલ ઉઠાવતી અરજી HCએ ફગાવી

તામિલનાડુના મુખ્યપ્રધાન જે. જયલલિતાના આરોગ્યની સ્થિતિને સાર્વજનિક કરવાની માગ કરીત જાહેર હિતની અરજીને મદ્રાસ હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે, પબ્લિસિટી મેળવવાના ઈરાદાથી આ અરજી કરવામાં આવી હતી. મુખ્યપ્રધાનની આરોગ્યની સ્થિતિ અંગે હોસ્પિટલ દ્વારા નિયમિત રીતે બુલેટિન બહાર પાડવામાં આવે છે.

મોદીજી! જવાનોએ દેશ માટે વહાવેલા લોહીની દલાલી કરે છે : રાહુલ ગાંધી

મોદીજી! જવાનોએ દેશ માટે વહાવેલા લોહીની દલાલી કરે છે : રાહુલ ગાંધી

યુપીમાં ચાલી રહેલા પ્રચાર અભિયાન પુરુ કરીને દિલ્લી પરત ફરેલા રાહુલ ગાંધીએ કહ્યું છે કે દેશના જમ્મુ કાશ્મીરમાં અને સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનમાં જે જવાનોએ દેશ માટે પોતાનું લોહી રેડ્યું છે. મોદી તેમની દલાલી કરી રહ્યા છે. દેશની સેનાએ દેશની સુરક્ષા માટે કામ કર્યું છે.

દલાલી કરવી કોંગ્રેસનો સ્વભાવ, રાહુલ તો માનસીક બિમાર છે : ભાજપ

દલાલી કરવી કોંગ્રેસનો સ્વભાવ, રાહુલ તો માનસીક બિમાર છે : ભાજપ

PM મોદીને દલાલ કહેનારા રાહુલ ગાંધીને જવાબ આપતા ભાજપે જણાવ્યું છે કે તેમની ટિપ્પણીઓ ભારતીય રાજકારણમાં ખૂબ નીચલા સ્તરની છે અને તેઓ માનસિક બીમારીનો શિકાર છે. ભાજપના મહાસચિવ શ્રીકાંત શર્માએ કહ્યું હતું કે, 'આ ખૂબ જ શરમજનક છે. આવી ટિપ્પણીઓ રાહુલનું 'માનસિક દેવાળિયું' દર્શાવે છે.

ભારતીય સૈન્યએ 100 ટકા પરફેક્ટ સર્જિક્લ સ્ટ્રાઈક કરીઃ રક્ષા મંત્રી

ભારતીય સૈન્યએ 100 ટકા પરફેક્ટ સર્જિક્લ સ્ટ્રાઈક કરીઃ રક્ષા મંત્રી

ભારતીય સૈન્ય દ્વારા પીઓકેમાં કરવામાં આવેલી સર્જિક્લ સ્ટ્રાઈક મુદ્દે આજે રક્ષા મંત્રી મનોહર પર્રિકરે આ અંગેના પૂરાવા માંગતા રાજકારણીઓની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપણા સૈન્યની બહાદૂરી પર કોઈ શંકા નથી. આપણે 100 ટકા પરફેક્ટ સર્જિક્લ સ્ટ્રાઈક કર્યું છે.

સેનાએ હાફિઝ અને દાઉદનો પણ આવી જ રીતે ખાતમો કરવો જોઇએ

સેનાએ હાફિઝ અને દાઉદનો પણ આવી જ રીતે ખાતમો કરવો જોઇએ

ભારતીય સેનાના સર્જિકલ સ્ટ્રાઇક અંગે યોગ ગુરુ રામદેવ બાબાએ નિવેદન આપ્યું હતું. રામદેવ બાબાએ કહ્યું કે ભારતીય સેનાએ હવે આવા જ હુમલાઓ પર ફોકસ કરવું જોઇએં. આવું ઓપરેશન હાથ ધરી હાફિઝ સઇદ અને દાઉદ ઇબ્રાહિમનો પણ ખાતમો કરવો જોઇએં.

સુપ્રીમે બિહારમાં દારૂ બંધીનો કાયદો યથાવત

સુપ્રીમે બિહારમાં દારૂ બંધીનો કાયદો યથાવત

સુપ્રીમ કોર્ટે બિહારમાં દારૂબંધીનો કાયદો લાગુ કરનારી સરકારને રાહત આપી છે. દારુ બંધીના કાયદાને રદ કરતા પટના હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમે રોક લગાવી દીધી છે. આ અંગે દસ અઠવાડિયા બાદ સુનાવણી હાથ ધરવામાં આવશે.

English summary
October 07 read today's top national news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X