• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીંગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

યુપીએના શાસનમાં પણ થઇ હતી સર્જિકલ સ્ટ્રાઇક

યુપીએના શાસનમાં પણ થઇ હતી સર્જિકલ સ્ટ્રાઇક

2011ના ઉનાળામાં ભારત અને પાકિસ્તાને બોર્ડર પાર સર્જિકલ સ્ટ્રાઇક્સ કરી હતી. જેમાં કુલ 13 પાકિસ્તાની જવાનોની મોત થયા હતાં જેમાના 6ના ગળા કાપી નાખવામાં આવ્યા હતા. ઓફિશિયલ દસ્તાવેજ, વીડિયો અને તસવીરોને 'ધ હિન્દુ' અખબારે મેળવીને માહિતી બહાર પાડી છે.

પાકિસ્તાની કબૂતરની ઘૂસણખોરી, ઉર્દીમાં લખ્યો હતો મેસેજ

પાકિસ્તાની કબૂતરની ઘૂસણખોરી, ઉર્દીમાં લખ્યો હતો મેસેજ

એક પાકિસ્તાની કબૂતર પઠાણકોટ જિલ્લાના બમિયાલમાં ઘૂસી આવ્યું છે. પોલીસે આ કબૂતરને પાંજરામાં પુરી લીધું છે. બમિયાલમાં સતવિંદર નામના જાગૃત વ્યક્તિએ કબૂતરના પગમાં ઉર્દુમાં લખેલા સંદેશો જોઈ પોલીસને હવાલો કર્યો છે. મેસેજમાં લખ્યું હતું કે મોદી અમે 1971 જેવા નથી, જૈશ એ મોહમ્મદ.

વિપક્ષમાં હતા ત્યારે મોદીએ પણ સેનાનું અપમાન કર્યું હતુંઃ કોંગ્રેસ

વિપક્ષમાં હતા ત્યારે મોદીએ પણ સેનાનું અપમાન કર્યું હતુંઃ કોંગ્રેસ

જવાનોના લોહીની દલાલીવાળા નિવેદનને પગલે રાહુલ ગાંધી વિવાદમાં ફસાયો હતો. ત્યારે કોંગ્રેસે મોદી પર સેનાના અપમાનનો આરોપ લગાવ્યો. મોદીએ કરેલી ટ્વીટ પોસ્ટ કરી જેમાં લખેલું હતું કે આપણે અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ તે સેનાની નબળાઇને કારણે છે? મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે આ ટ્વીટ કરી હતી.

અમે બોલતા નથી, કરીને બતાવીએ છીએ: એર ચીફ માર્શલ અરૂપ રહા

અમે બોલતા નથી, કરીને બતાવીએ છીએ: એર ચીફ માર્શલ અરૂપ રહા

84માં એર ફોર્સ ડે પ્રસંગે હિંડન એર બેઝ ખાતે એર ચીફ માર્શલ રહાએ જણાવ્યું કે, 'સર્જિકલ સ્ટ્રાઇક્સ વિશે દેશમાં ઘણી બધી ચર્ચા થઈ રહી છે. દેશની આશા મુજબનું પરિણામ આપવાનો ​આર્મ્ડ ફોર્સીસ પ્રયાસ કરે છે. અમે તે વિશે વાત નહીં કરીએ. અમે માત્ર એક્શન લઈશું.'

શું સર્જિકલ સ્ટ્રાઇકની સલાહ મુલાયમે આપી હતી?

શું સર્જિકલ સ્ટ્રાઇકની સલાહ મુલાયમે આપી હતી?

પીઓકેમાં ભારતીય આર્મીએ કરેલ સર્જિકલ સ્ટ્રાઇક પર પણ રાજનીતિ થઇ રહી છે. બધા પક્ષો પોતાની રીતે તેનો જશ ખાટી જતા પોસ્ટર્સ લગાવતા જોવા મળી રહ્યા છે. મેરઠમાં લાગેલા એક હોર્ડિંગમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદીએ સર્જિકલ સ્ટ્રાઈકના આદેશ મુલાયમસિંહ સાથે મંત્રણા કર્યા બાદ આપ્યા હતાં.

કાવેરી વિવાદઃ સુપ્રીમ કોર્ટની નવી ખંડપીઠની રચના

કાવેરી વિવાદઃ સુપ્રીમ કોર્ટની નવી ખંડપીઠની રચના

કાવેરી મામલે સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે ત્રણ ન્યાયાધિશની એક નવી ખંડપીઠની રચના કરી. આ ખંડપીઠ કાવેરી વિવાદ પરના તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી સુનાવણી હાથ ધરશે. 18 ઓક્ટેબરે કાવેરી મામલે વધુ સુનાવણી હાથ ધરાશે.

કાશ્મીર માટે પાકિસ્તાન યુએનનો દુરુપયોગ કરી રહ્યું છેઃ ભારત

કાશ્મીર માટે પાકિસ્તાન યુએનનો દુરુપયોગ કરી રહ્યું છેઃ ભારત

શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત મલીહા લોધીએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગેની ટિપ્પણીને ફગાવી દેતા ભારતે કહ્યું કે પાકિસ્તાન યુએનનો દુરુપયોગ કરી રહ્યું છે. ભારતે યાદ અપાવ્યું કે ડીકોલોનાઇઝેશ પર બનેલી સ્પેશિયલ કમિટીનો સંબંધ માત્ર બિન-સ્વયં-શાસિત પ્રદેશો સાથે જ હતો.

મોનિકા મર્ડર કેસ : CCDમાં મોનિકા સાથે જોવા મળેલી અજાણી વ્યક્તિ કોણ?

મોનિકા મર્ડર કેસ : CCDમાં મોનિકા સાથે જોવા મળેલી અજાણી વ્યક્તિ કોણ?

જાણીતી પર્ફ્યૂમ ડિઝાઈનર મોનિકો ઘુરડેએ વારંવાર સંપર્ક કરવા છતાંય કોઈ જવાબ ન આવતા તેના ભાઈએ તેજ ફ્લેટમાં રહેતા એક વિદેશી વ્યક્તિને ફોન કર્યો. પડોશીને મોનિકાના ઘરનો દરવાજો ખુલ્લો મળ્યો હતો. આથી પોલીસે CCDમાં મોનિકા સાથે જોવા મળેલી અજાણી વ્યક્તિની તપાસ આદરી છે.

68 દિવસના ઉપવાસ કરવાથી 13 વર્ષની જૈન કિશોરીનું મોત

68 દિવસના ઉપવાસ કરવાથી 13 વર્ષની જૈન કિશોરીનું મોત

પોતાના કુટુંબના સારા નસીબ માટે આરાધના નામની એક 13 વર્ષની છોકરીએ 'ચતુર્માસ' ઉપવાસ કર્યો હતો. આરાધનાના પિતા લક્ષ્મીચંદ સાંસદીયાને જ્વેલરી બિઝનેસમાં ભારે ખોટ થઈ હતી. ચેન્નાઈના એક પૂજારીએ સલાહ આપી હતી કે દીકરી ચતુર્માસ ઉપવાસ કરશે તો ખોટ રિકવર થઈ જશે અને નફો પણ થશે.

કોંગ્રેસના નેતા સંજય નિરૂપમને ગેંગસ્ટર રવિ પુજારીની ધમકી

કોંગ્રેસના નેતા સંજય નિરૂપમને ગેંગસ્ટર રવિ પુજારીની ધમકી

કોંગ્રેસ નેતા સંજય નિરુપમ દ્વારા સર્જિકલ સ્ટ્રાઈકને ખોટી ગણાવ્યા બાદ હવે તેમના પરિવાર પર ભય તોળાઇ રહ્યો છે. તેમના પત્નીએ વડાપ્રધાનને ચિઠ્ઠી લખીને સુરક્ષાની માંગણી કરી છે. ગેંગસ્ટર રવિ પુજારી દ્વારા તેમને ધમકી આપવામાં આવી છે.

યુપી સરકાર પર માયાવતીના પ્રહારો

યુપી સરકાર પર માયાવતીના પ્રહારો

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને બસપાના સુપ્રીમો માયાવતીએ રાજ્ય અને કેન્દ્ર સરકારની ઝાટકમી કાઢી. માયાવતીએ કહ્યું કે કેન્દ્ર સરકારે સર્જિકલ સ્ટ્રાઇકના નિર્ણયમાં વિલંબ કર્યો હતો. અખિલેશ સરકાર રમખાણો અટકાવવામાં નિષ્ફળ રહી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

English summary
October 09 read today's top national news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X