ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

Posted By:
Subscribe to Oneindia News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

 

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

દાદરીકાંડ મુદ્દે અખિલેશ યાદવ અને આઝમ ખા આમને સામને
  

દાદરીકાંડ મુદ્દે અખિલેશ યાદવ અને આઝમ ખા આમને સામને

ઉત્તરપ્રદેશના દાદરીમાં ગૌ હત્યાની અફવા બાદ અખલાકની હત્યા થઇ હતી. આ મુદ્દે હવે રાજકારણ ગરમાયુ છે. સપા નેતા આઝમ ખાને ધમકી આપતા કહ્યું છેકે જો તેમને દાદરી મુદ્દો યુએન લઇ જવા માટે રોકવામાં આવશે તો તેઓ પાર્ટીમાંથી રાજીનામુ આપી દેશે. મહત્વપૂર્ણ છેકે આ મુદ્દાને લઇને રાજ્યના મુખ્યપ્રધાન અખિલેશ યાદવ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છેકે ઘરના મુદ્દાને ઘરમાં જ ઉકેલવો જોઇએ.

AIIMSના સીલબંધ બ્રેડ પેકેટમાં ઉંદર, કંપની પર બેન
  

AIIMSના સીલબંધ બ્રેડ પેકેટમાં ઉંદર, કંપની પર બેન

દેશની પ્રતિષ્ઠીત મેડિકલ સંસ્થાન AIIMSમાં એક અજીબોગરીબ ઘટના ઘટી. નવી દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં (AIIMS) બ્રેડ બોન ન્યૂટ્રીએટસની બ્રેડ આવે છે. જેમાંથી ઉંદર નીકળવાની ઘટના બાદ એમ્સે કંપનીની બ્રેડ પર ત્રણ વર્ષનો બેન લગાવી દીધો છે.

સોશ્યિલ મિડીયા દ્વારા 60 યુવાનો, આતંકી સંગઠનમાં શામેલ
  
 

સોશ્યિલ મિડીયા દ્વારા 60 યુવાનો, આતંકી સંગઠનમાં શામેલ

ગૃહ મંત્રાલયના એક રીપોર્ટ દ્વારા કાશ્મીર ઘાટીમાં અશાંતિનો માહોલ કેટલી હદ સુધી ફેલાઇ ચૂક્યો છે, તેનો ખ્યાલ આવે છે. ગૃહ મંત્રાલયનો દાવો છેકે ઓછામાં ઓછા 60 કાશ્મિરી યુવકો સોશ્યિલ મિડીયાના માધ્યમથી આતંકી સંગઠનમાં શામેલ થઇ ગયા છે. જેમાં હિઝબુલ મુઝાહુદ્દીન ભરતી કરવામાં સૌથી આગળ છે.

એજન્સીઓ આંતકી સંગઠન અંગે નહીં મેળવી શકે જાણકારી?
  

એજન્સીઓ આંતકી સંગઠન અંગે નહીં મેળવી શકે જાણકારી?

મળી રહેલી જાણકારી મુજબ પાકિસ્તાનના લશ્કરે તૈયબાના આતંકીઓ દિવસેને દિવસે વધુ અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વધુ એડવાન્સ થઇ રહ્યાં છે. ત્યારે સુરક્ષા એજન્સીઓ પણ આતંકીઓની ટેક્નોલોજી પ્રત્યેની સતર્કતાથી હેરાન છે. ટેક્નોલોજીના પ્રયોગના કારણે લશ્કર જેવા આતંકી સંગઠનો હવે તપાસ એજન્સીઓ માટે મોટો પડકાર બની રહ્યાં છે.

ભારત ચીનનો સંયુક્ત સૈન્ય અભ્યાસ
  

ભારત ચીનનો સંયુક્ત સૈન્ય અભ્યાસ "હાથમાં હાથ" શરૂ

ભારત અને ચીનની વચ્ચે પાંચમો "હાથમાં હાથ" 2015 નામનો સંયુક્ત અભ્યાસ યુન્નાન પ્રાંતની કુનમીંગ સૈન્ય અકેડેમીમાં આજથી પ્રારંભ થયો છે. 12 દિવસીય આ સંયુક્ત અભ્યાસમાં આતંકવાદ સામે સંયુક્ત રૂપે મુકાબલો અને માનવીય સહાયતા, તેમજ રાહત અને બચાવ કામગીરી પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

નવરાત્રિનો પ્રારંભ
  

નવરાત્રિનો પ્રારંભ

માઁની આરાધના, પૂજા અને ઉપવાસનો સંયોગ એટેલે નવલા નોરતા. દેશભરમાં નવલા નોરતાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રિની ધૂમ હોય છે. ઉત્તરભારતમાં નવરાત્રિમાં જાગરણનું મહત્વ હોય છે. તો આ નવ દિવસ દરમ્યાન ભક્તો માઁની આરાધના ઉપવાસ, ધ્યાન અને હવન-પૂજા કરીને પુણ્યનું ભાથુ બાંધે છે.

શાહનવાઝ હુસેને કર્યુ મુખ્યમંત્રી પદ માટે એલાન
  

શાહનવાઝ હુસેને કર્યુ મુખ્યમંત્રી પદ માટે એલાન

બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા શાહનવાઝ હુસેને બિહારની રાજનિતીમાં એક નવો બોમ ફોડ્યો છે. જી હા, શાહનવાઝ હુસેને પાર્ટીની એક બેઠકને સંબોધીત કરતા જણાવ્યું છેકે જો પ્રદેશમાં એનડીએની સરકાર બનશે તો એનડીએના મુખ્યમંત્રી ડૉ. પ્રેમ કુમાર હશે.

નુસરત ફતેહ અલી ખાનને ગુગલની શ્રદ્ધાંજલિ
  

નુસરત ફતેહ અલી ખાનને ગુગલની શ્રદ્ધાંજલિ

પાકિસ્તાની સૂફી ગાયક નુસરત ફતેહ અલી ખાનના 67માં જન્મદિવસ નિમિત્તે ગુગલે તેમનું ડૂડલ બનાવીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. ગૂગલે બનાવેલા ડૂડલમાં નુસરતને તેમના ગાયકીના અંદાજમાં બતાવવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છેકે નુસરત ફતેહ અલી ખાનનો જન્મ 13 ઓક્ટોબર 1948માં પાકિસ્તાનના ફૈસલાબાદમાં થયો હતો.

સંજીવ ભટ્ટને SCનો ઝટકો, ફગાવી અરજી
  

સંજીવ ભટ્ટને SCનો ઝટકો, ફગાવી અરજી

સસ્પેન્ડેડ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સંજીવ ભટ્ટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. અરજીમાં તેમણે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને આરએસએસ નેતા એસ.ગુરુમૂર્તિને 2002ના ગુજરાત રમખાણોમાં પક્ષકાર બનાવવાની માંગ કરી હતી. તદઉપરાંત તેમની વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ SIT તપાસની માંગ કરી હતી. આ અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે.

English summary
October 13: Read today's top news in pics
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.