કેજરીવાલની ભવિષ્યવાણી, બિહારમાં હારશે ભાજપ

Posted By:
Subscribe to Oneindia News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

 

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

કેજરીવાલની ભવિષ્યવાણી, બિહારમાં હારશે ભાજપ
  

કેજરીવાલની ભવિષ્યવાણી, બિહારમાં હારશે ભાજપ

બિહાર વિધાનસભા માટે બીજા ચરણનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ભવિષ્યવાણી કરતા કહ્યું છે કે બિહારમાં ભાજપ હારશે. અને નિતીશકુમારની જીત થશે.

બિહારમાં બીજા ચરણની 32 બેઠકો માટે મતદાન
  

બિહારમાં બીજા ચરણની 32 બેઠકો માટે મતદાન

બિહાર વિધાનસભા ચૂંટણી માટે પાંચ તબક્કામાં મતદાન થવાનું છે. આજે બીજા તબક્કાની 32 બેઠકો માટે બિહારના મતદારો મતદાન કરી રહ્યાં છે. કુલ 86.13 લાખ મતદારો 456 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

બિહારના પટનામાં લાલુ પ્રસાદ યાદવે કર્યું સંબોધન
  
 

બિહારના પટનામાં લાલુ પ્રસાદ યાદવે કર્યું સંબોધન

બિહારમાં ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. ત્યારે પટનામાં RJD ચીફ લાલુ પ્રસાદ યાદવે જનસભાને સંબોધન કર્યું હતુ. જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

સીએમ અખિલેશ યાદવે અમરસિંહને પોતાની ખુર્શી આપી દીધી
  

સીએમ અખિલેશ યાદવે અમરસિંહને પોતાની ખુર્શી આપી દીધી

એક સમયે બે શરીર અને એક આત્મા કહેવાતા મુલાયમ સિંહ અને અમરસિંહ આજે એકબીજાથી ઘણાં દૂર થઇ ગયા છે. પરંતુ ગુરૂવારે બંને લખનૌમાં આયોજીત એક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં સીએમ અખિલેશ યાદવે અમરસિંહનું હાથ પકડીને મંચ પર સ્વાગત કર્યું હતુ અને સાથે જ એ ખુર્શી પર બેસાડ્યા જ્યાં તેમને ખુદ બેસવાનું હતુ.

ખટ્ટરનું વિવાદીત નિવેદન
  

ખટ્ટરનું વિવાદીત નિવેદન "મુસ્લિમોએ દેશમાં રેહવુ હોય તો બીફ ખાવાનું છોડવું પડશે"

દેશમાં દાદરીકાંડ બાદ બીફ મુદ્દે રાજકારણ ગરમાયુ છે. ત્યારે હવે આ વિવાદોમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પણ વિવાદીત નિવેદન આપ્યું છે. આ સંદર્ભે તેમણે વિવાદાદસ્પદ નિવેદન આપતા કહ્યું કે મુસ્લિમો આ દેશમાં રહી શકે, પરંતુ તેમણે બીફ ખાવાનું છોડવું પડશે. કારણ કે ગાય આપણા દેશમાં ધર્મનું પ્રતિક છે.

જેઠમલાણીએ કાળાધન મુદ્દે ભાજપ પર કર્યા તીખા પ્રહાર
  

જેઠમલાણીએ કાળાધન મુદ્દે ભાજપ પર કર્યા તીખા પ્રહાર

ભાજપના ભૂતપૂર્વ નેતા અને વરિષ્ઠ વકીલ રામ જેઠમલાનીએ કાળાધન મુદ્દે ફરી એકવખત ભાજપ પર વાકપ્રહાર કર્યા છે. કાળાધન મુદ્દે રામ જેઠમલાનીએ પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર નિશાન સાધ્યુ હતુ.

ડીઝલ 95 પૈસા મોંઘુ, પેટ્રાલના ભાવ યથાવત
  

ડીઝલ 95 પૈસા મોંઘુ, પેટ્રાલના ભાવ યથાવત

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો વધતા તેલ કંપનીઓએ ઓક્ટોબરમાં સતત બીજી વખત ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. તેલ કંપનીઓએ ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 95 પૈસાનો ભાવ વધારો કર્યો છે. જ્યારે પેટ્રોલની કિંમતોમાં કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યો.

ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની ટીમ ગુજરાતની મહેમાન
  

ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની ટીમ ગુજરાતની મહેમાન

આગામી 18 તારીખે ગુજરાતના રાજકોટમાં ઇન્ડિયા-સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી વન ડે રમાશે. ત્યારે ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની ટીમનું આગમન રાજકોટ એરપોર્ટ પર થયુ હતુ. જ્યાં તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. હાલમાં ટીમ ઇન્ડિયા રાજકોટની ઇમ્પિરિયલ હોટલ તેમજ સાઉથ આફ્રિકાની ટીમ ફોર્ચ્યુન હોટેલમાં ઉતરી છે.

માલકણના પ્રેમમાં ડ્રાઇવરે કર્યુ માલિકનું ખુન
  

માલકણના પ્રેમમાં ડ્રાઇવરે કર્યુ માલિકનું ખુન

એક તરફી પ્રેમના કારણે ગુડગાંવમાં નોકરે માલિકને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. ગુડગાવમાં ડ્રાઇવરને જ્યારે પોતાની માલકણ સાથે પ્રેમ થઇ ગયો ત્યારે તેણે માલિકને પોતાના રસ્તાનો કાંટો સમજીને મોતને ઘાટ ઉતારી દીધો. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સગીરા ભાગી ના જાય તે માટે તીજોરીમાં ગોંધી રાખી
  

સગીરા ભાગી ના જાય તે માટે તીજોરીમાં ગોંધી રાખી

માણસ કઇ હદ સુધી સંવેદનહીન હોઇ છે તેનુ ઉદાહરણ ઉત્તરપ્રદેશના કાનપુરમાં જોવા મળ્યુ. જી હા, અહીં એક દંપતીએ પોતાના ઘરે કામ કરનારી સગીરા ભાગી ના જાય તે માટે તેને તીજોરીમાં ગોંધી રાખવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસે પણ કાર્યવાહી હાથ ધરીને આરોપીઓને પકડી વધુ તપાસ હાથ ધરી છે.

CAB પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીનું બહુમાન
  

CAB પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીનું બહુમાન

હાલમાં જ CABના પ્રેસિડેન્ટ તરીકે સૌરવ ગાંગુલીની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે પશ્ચિમ બંગાળના યુથ અફેર્સ મિનીસ્ટર અરૂપ બિશ્વાસે CABની વાર્ષિક સામાન્ય સભા બાદ તેમનુ હાર પહેરાવીને બહુમાન કર્યું હતુ.

શાહિદ કપુર અને આલિયા ભટ્ટે કર્યું ફિલ્મનું પ્રમોશન
  

શાહિદ કપુર અને આલિયા ભટ્ટે કર્યું ફિલ્મનું પ્રમોશન

શાહિદ કપૂર અને આલિયા ભટ્ટની આગામી ફિલ્મ શાનદારનું પ્રમોશન જોરશોરમાં ચાલી રહ્યું છે. ત્યારે દિલ્હીમાં આયોજીત એક પ્રમોશનલ ઇવેન્ટ દરમ્યાન બંને કલાકારો ઘણા ક્યુટ લાગી રહ્યાં હતા.

દુર્ગા પૂજાની તૈયારીઓને આખરી ઓપ
  

દુર્ગા પૂજાની તૈયારીઓને આખરી ઓપ

હાલમાં દેશભરમાં નવરાત્રાની ધુમ છે. સાથે જ દુર્ગા પૂજાની તૈયારીઓ પણ ચાલી રહી છે. ત્યારે દિલ્હીમાં કલાકારો દ્વારા માં દુર્ગાની પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

સીએમ મમતા બેનર્જીએ માં દુર્ગાના પંડાલમાં કર્યું પૂજન
  

સીએમ મમતા બેનર્જીએ માં દુર્ગાના પંડાલમાં કર્યું પૂજન

દુર્ગા પૂજાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને દુર્ગા પૂજાનું પશ્ચિમ બંગાળમાં વિશેષ મહત્વ છે. ત્યારે ઉત્તર પશ્ચિમ બંગાળમાં રાજ્યના સીએમ મમતા બેનર્જીએ દુર્ગા પંડાલમાં દુર્ગા પૂજા કરી હતી.

1લી જાન્યુઆરીથી કોલ ડ્રોપ થશે, તો મળશે 1 રૂપિયો
  

1લી જાન્યુઆરીથી કોલ ડ્રોપ થશે, તો મળશે 1 રૂપિયો

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ કોલડ્રોપને લઇને એક મહત્વનો નિર્ણય કર્યો છે. ટ્રાઇએ ટેલિકોમ ઓપરેટર્સને કોલ ડ્રોપ પર ઉપભોક્તાને એક રૂપિયો આપવા માટે નિર્દેશ જાહેર કરી દીધા છે. આ નિર્દેશનો અમલ પહેલી જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવશે.

80 વર્ષના કાદરખાન માટે બાબા રામદેવ બનશે સંજીવની
  

80 વર્ષના કાદરખાન માટે બાબા રામદેવ બનશે સંજીવની

હાલમાં બાબા રામદેવના યોગપીઠ પતંજલિમાં દેશના પ્રતિભાશાળી અભિનેતા કાદરખાન સારવાર માટે પહોંચ્યા છે. હાલમાં કાદરખાન બોલી, ચાલી શક્તા નથી. બાબા રામદેવે દાવો કર્યો છે કે તે આર્યુવેદના માધ્યમથી કાદરખાનને વહેલામાં વહેલા ચાલતા કરી દેશે.

NJACને સુપ્રિમે ગેરબંધારણીય ઠેરવ્યુ, NDAને ઝટકો
  

NJACને સુપ્રિમે ગેરબંધારણીય ઠેરવ્યુ, NDAને ઝટકો

સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કરતા હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં જજોની નિયુક્તિ માટે NDA સરકાર દ્વારા બનાવવામાં આવેલા નેશનલ જ્યુડિશીયલ અપોઇન્ટમેન્ટ કમીશન એટલે કે NJACને ગેરબંધારણીય ઠેરવ્યું છે.

ટીમ ઇન્ડિયા વન ડે પહેલા પહોંચી પુજારાના ઘરે
  

ટીમ ઇન્ડિયા વન ડે પહેલા પહોંચી પુજારાના ઘરે

દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પાંચ વન ડેની સિરીઝમાં 1-1થી બરાબરી કર્યા બાદ ટીમ ઇન્ડિયા ત્રીજી વન ડે મેચ રમવા માટે ગુજરાતના રાજકોટ પહોંચી છે. જ્યાં ગુરૂવારે સાંજે ટીમ ઇન્ડિયા ચેતેશ્વર પુજારાના ઘરે પહોંચી હતી. ટીમ ઇન્ડિયાએ પુજારાના ઘરે રાત્રે ભોજન પણ કર્યું હતુ.

English summary
October 16: Read today's top news in pics
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.