લાલુ પ્રસાદ યાદવનો ચૂંટણીપ્રચારમાં અલગ અંદાજ

Posted By:
Subscribe to Oneindia News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

 

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

લાલુ પ્રસાદ યાદવનો ચૂંટણીપ્રચારમાં અલગ અંદાજ
  

લાલુ પ્રસાદ યાદવનો ચૂંટણીપ્રચારમાં અલગ અંદાજ

બિહારમાં મુખ્યમંત્રીની ખુરશી મેળવવા માટે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ત્યારે RJD સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવે પટનાની પટના સાહિબ વિધાનસભા બેઠક માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતા. તો સાથે જ તેઓ લાક્ષણિક મુદ્રામાં જોવા મળ્યા હતા.

સોનિયા ગાંધીએ મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકાર પર તાક્યુ નિશાન
  

સોનિયા ગાંધીએ મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકાર પર તાક્યુ નિશાન

બિહારમાં ચૂંટણીનો માહોલ છે. અને બે તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે, હવે ત્રીજા તબક્કાના મતદાન માટે બધા જ પક્ષ ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી બિહારમાં જ્યાં પણ ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે, ત્યાં તેમણે મોંઘવારીને હથિયાર બનાવ્યુ છે. મોંઘવારીના મુદ્દે તેઓ કેન્દ્રની ભાજપ સરકાર પર પોતાના સંબોધનોમાં વાકપ્રહાર કરી રહ્યાં છે.

નિતીશ કુમારે કર્યો ચૂંટણીપ્રચાર
  
 

નિતીશ કુમારે કર્યો ચૂંટણીપ્રચાર

બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમાર પણ પોતાની ખુરશી યથાવત રાખવા માટે ધમધોકાર ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે. નિતીશ કુમારે બિહારના ડુમરાવમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતુ.

પ્રધાનમંત્રીની રેલી રદ્દ થતા ગયો નકારાત્મક સંદેશ: શત્રુજ્ઞ સિંહા
  

પ્રધાનમંત્રીની રેલી રદ્દ થતા ગયો નકારાત્મક સંદેશ: શત્રુજ્ઞ સિંહા

ફરી એક વખત ભાજપના કદ્દાવર નેતા શત્રુજ્ઞ સિંહાનું નિવેદન ભાજપ માટે મુસીબત બની શકે છે. હાલમાં બિહારમાં ચૂંટણીનો માહોલ છે, ત્યારે ભાજપી નેતા શત્રુજ્ઞ સિંહાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી રદ્દ થતા બિહારની જનતામાં નકારાત્મક સંદેશ ગયો હોવાની વાત કરી છે. તેમના આ નિવેદનથી ભાજપને મુસીબતનો સામનો કરવો પડી શકે છે.

બોલિવુડ એક્ટર વિશાલ ઠક્કર પર બળાત્કારનો આરોપ
  

બોલિવુડ એક્ટર વિશાલ ઠક્કર પર બળાત્કારનો આરોપ

બોલિવુડ ફિલ્મ મુન્નાભાઇ MBBS, ચાંદની બાર, અને ટેન્ગો ચાર્લી જેવી ફિલ્મો તેમજ અનેક ટેલી સિરીયલ્સમાં કામ કરી ચૂકેલ એક્ટર વિશાલ ઠક્કર પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપ પડોસન, જય બજરંગબલી અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસે લગાવ્યો છે. બંને લિવ ઇનમાં રહેતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં પણ બળાત્કારની પુષ્ટી થઇ છે. પોલીસે આ ઘટના અંગે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

કોંગ્રેસમાં ટિકીટ મેળવવા માટે બનાવવા પડે છે શારીરિક સંબંધ
  

કોંગ્રેસમાં ટિકીટ મેળવવા માટે બનાવવા પડે છે શારીરિક સંબંધ

કોંગ્રેસમાં મહિલાઓએ ટિકીટ મેળવવા માટે શારિરીક સંબંધ બનાવવા પડે છે. જી હા પક્ષ પર આ શર્મશાર આરોપ પક્ષના ભૂતપૂર્વ વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ રક્ષાપ્રધાન એ.કે.એન્ટોનીના ઘણાં જ નિકટના મનાતા ચેરિયન ફિલીપે લગાવ્યો છે. ફિલીપે ફેસબુક પોસ્ટના માધ્યમથી આ આક્ષેપોને સાર્વજનિક કર્યા છે.

RSSએ દાદરીકાંડને વ્યાજબી ઠેરવ્યો
  

RSSએ દાદરીકાંડને વ્યાજબી ઠેરવ્યો

દાદરીકાંડ બાદ દેશમાં બીફના મુદ્દે બબાલ મચેલી છે. ત્યાં જ RSSના મુખપત્ર પાંચજન્યમાં લખાયેલા એક આર્ટીકલે આગમાં ઘી હોમવાનું કામ કર્યુ છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલી એક ખબર મુજબ પાંચજન્યમાં દાદરી મુદ્દે એક કવર સ્ટોરી લખવામાં આવી છે. જેમા RSSના મુખપત્ર પાંચજન્યના લેખની વાત છે.

બળાત્કાર કેસમાં બેની ધરપકડ, કેજરીવાલ ખુશ નહીં
  

બળાત્કાર કેસમાં બેની ધરપકડ, કેજરીવાલ ખુશ નહીં

ફરી એક વખત દેશની રાજધાની નવી દિલ્હીમાં રેપની ઘટના ઘટી અને રાજધાની દિલ્હી શર્મસાર થઇ ગઇ. એક તરફ જ્યાં દિલ્હી 2 વર્ષ અને પાંચ વર્ષની બાળકીઓ પર ગેંગરેપની ઘટનાથી સળગી રહ્યું છે, ત્યાં આ ઘટનાઓએ હવે રાજકીય રંગ ધારણ કર્યો છે. દિલ્હીના સીએમ કેજરીવાલે આ બંને ઘટનાઓને લઇને દેશના પીએમ નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે.

ગૈરી કર્સ્ટન ફરી એકવખત ટીમ ઇન્ડિયાના કોચ બનશે?
  

ગૈરી કર્સ્ટન ફરી એકવખત ટીમ ઇન્ડિયાના કોચ બનશે?

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર ગૈરી કર્સ્ટનને ભારતીય ટીમના નવા કોચ બનાવવામાં આવી શકે છે. BCCIએ આ અંગે ગૈરી કર્સ્ટનનો અપ્રોચ પણ કર્યો છે. એક અંગ્રેજી અખબાર મુંબઇ મિરરના રીપોર્ટ મુજબ 47 વર્ષના ગૈરી કર્સ્ટને ખુદ આ વાતનો ખુલાસો કર્યો છે.

BCCIની ઓફીસ પર PCBના અધિકારીઓ વિરૂદ્ધ શિવસૈનિકોનો સૂત્રોચ્ચાર
  

BCCIની ઓફીસ પર PCBના અધિકારીઓ વિરૂદ્ધ શિવસૈનિકોનો સૂત્રોચ્ચાર

ભારત પાકિસ્તાન વચ્ચેની આગામી સંભવિત સિરીઝને લઇને થનારી મીટીંગના વિરોધમાં શિવસેનાના કાર્યકર્તાઓએ BCCI ઓફીસ પર પહોંચીને PCBના અધિકારીઓ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. શિવસૈનિકો BCCIની ઓફીસ પહોંચી ગયા હતા. અને ભારત પાકિસ્તાન વચ્ચેની આગામી સંભવિત સિરીઝ અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો.

અમિતાભે કહ્યું કુલીની દુર્ઘટનાનો સ્મિતાને પહેલીથી અણસાર હતો
  

અમિતાભે કહ્યું કુલીની દુર્ઘટનાનો સ્મિતાને પહેલીથી અણસાર હતો

બોલિવુડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચને તેમની સાથે નમક હલાલ ફિલ્મમાં કામ કરનાર સ્વર્ગીય અભિનેત્રી સ્મિતા પાટીલ સાથે જોડાયેલ એક રહસ્યમયી વાત કરી હતી. બિગ બીએ કહ્યું કે કુલી ફિલ્મના શુટીંગ દરમ્યાન તેમની સાથે જે દુર્ઘટના થઇ હતી તે ઘટનાના એક દિવસ પહેલા સ્મિતા પાટીલને તેમના અંગે એક ખરાબ સ્વપ્ન આવ્યું હતુ. શનિવારે અમિતાભ બચ્ચને સ્મિતા પાટીલની 60મી જન્મતિથીના અવસરે મૈથિલી રાવ લિખીત પુસ્તક "સ્મિતા પાટીલ: અ બ્રીફ ઇન્ડેક્સ"નું વિમોચન કર્યું હતુ. તે દરમ્યાન તેમણે આ બનાવનું વર્ણન કર્યું હતુ.

લગ્નની પહેલી રાત્રે પત્નીનું સત્ય જાણતા પતિએ આપ્યા છુટાછેડા
  

લગ્નની પહેલી રાત્રે પત્નીનું સત્ય જાણતા પતિએ આપ્યા છુટાછેડા

ઉત્તરપ્રદેશના મેરઠમાં લગ્નની પહેલી રાત્રે જ પત્નીની આપત્તિજનક તસવીરો સામે આવતા પતિએ પત્નીને છુટાછેડા આપી દેવાની ઘટના બની છે. જી હા આ કિસ્સામાં નવ પરણીત જોડાને પોતાના મોબાઇલ અને લેપટોપ ખુલ્લા છોડવા મોંઘા પડી ગયા છે.

સ્વર્ગીય અભિનેત્રી સ્મિતા પાટીલ પર લખાયેલા પુસ્તકનું અનાવરણ
  

સ્વર્ગીય અભિનેત્રી સ્મિતા પાટીલ પર લખાયેલા પુસ્તકનું અનાવરણ

શનિવારે સ્વર્ગીય અભિનેત્રી સ્મિતા પાટીલની 60મી જન્મતિથી હતી. આ અવસરે તેમના પર મૈથીલી રાવ દ્વારા લખાયેલા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતુ. આ અવસરે બોલીવુડની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. જેમા સ્વર્ગીય સ્મિતા પાટીલનો દિકરો અભિનેતા પ્રતિક બબ્બર અને સોનાલી કુલકર્ણી ખાસ ઉપસ્થિત રહી હતી.

દિપીકાએ રાજશી ઠાઠમાં કર્યું બાજીરાવ મસ્તાનીનું પ્રમોશન
  

દિપીકાએ રાજશી ઠાઠમાં કર્યું બાજીરાવ મસ્તાનીનું પ્રમોશન

દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ અભિનીત "બાજીરાવ મસ્તાની"નું પ્રમોશન પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે દિપીકા પાદુકોણે રાજસ્થાનમાં જયુપરના પોલો ગ્રાઉન્ડ પર રાજશી ઠાઠમાં ફિલ્મનું પ્રમોશન કર્યું હતુ.

સેન્સેક્સમાં RILનો નફો વધતા 120 અંકનો ઉછાળો
  

સેન્સેક્સમાં RILનો નફો વધતા 120 અંકનો ઉછાળો

મુંબઇ શેરબજારના સુચકઆંકમાં સોમવારના શરૂઆતી કારોબારમાં 120 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. પાછલા શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો પોઝીટીવ આવતા બજારમાં ઉછાળો આવ્યો હતો. આજે ઓપનીંગ બેલમાં સેન્સેક્સ 27,334.87 પહોંચ્યો હતો.

જગત જનનની માં દુર્ગાની મૂર્તિને આખરી ઓપ આપી રહેલો કારીગર
  

જગત જનનની માં દુર્ગાની મૂર્તિને આખરી ઓપ આપી રહેલો કારીગર

દેશના વિવિધ ભાગોમાં નવરાત્રિને વિવિધ રીતે મનાવવામાં આવે છે. બંગાળી લોકો માટે દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે દિલ્હીમાં દુર્ગા પૂજા પહેલા કારીગરો માંની મૂર્તીને આખરી ઓપ આપી રહ્યાં હતા.

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાની ધૂમ
  

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાની ધૂમ

દુર્ગા પૂજાની તૈયારીઓ દેશભરમાં થઇ રહી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ હોય છે. દુર્ગા પૂજાને લઇને વિવિધ પંડાલોને સજાવી દેવામાં આવ્યા છે. ત્યારે કલકત્તામાં એક પૂજા પંડાલને ભારતીય પરંપરાગત સંસ્કૃતિ "ચઉ આર્ટ" દ્વારા મહા પંચમીના દિવસે વિશેષ રીતે શણગારવામાં આવ્યો હતો.

હૈદરાબાદમાં બદકમ્માની ઉજવણી
  

હૈદરાબાદમાં બદકમ્માની ઉજવણી

હાલમાં માંની આરાધનાના પવિત્ર દિવસો ચાલી રહ્યાં છે. દેશના વિવિધ ભાગોમાં લોકો વિવિધ રીતે ઉજવણી કરી રહ્યાં છે, ત્યારે રવિવારે હૈદરાબાદમાં યુવતીઓ અને મહિલાઓએ બદકમ્માની ઉજવણી કરી હતી.

ચુનરી યાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તોએ લીધો ભાગ
  

ચુનરી યાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તોએ લીધો ભાગ

નવરાત્રિના તહેવારોમાં ભક્તો આસ્થા અને શ્રદ્ધાને અનુરૂપ માંના વિવિધ રૂપની પૂજા અર્ચના કરે છે. ત્યારે મધ્યપ્રદેશના ઇંદોરમાં બે કિલોમીટર લાંબી ચુનરી યાત્રામાં હજારો ભક્જનોએ ભાગ લઇને શ્રદ્ધાનું ભાથુ બાંધ્યુ હતુ.

બોલીવુડ ડાંડિયાની ધુમ
  

બોલીવુડ ડાંડિયાની ધુમ

નવરાત્રિના ડાંડિયા રાસનો ક્રેઝ માત્ર ગુજરાત પુરતો સિમીત ન રહેતા દેશ વિદેશમાં પણ જોવા મળે છે. તેમાય વળી બોલીવુડમાં તો ડાંડિયા રાસનું ખાસ આયોજન કરવામાં આવે છે. મુંબઇમાં એક્ટર આફતાબ શિવદાસાની અને એક્ટ્રેસ ગીરીજા ઓકે પણ ડાંડિયા-રાસને માણ્યા હતા.

નવરાત્રિ દરમ્યાન જમ્મુના કાલી મંદિર પર ભક્તોનો ધસારો
  

નવરાત્રિ દરમ્યાન જમ્મુના કાલી મંદિર પર ભક્તોનો ધસારો

નવરાત્રિની ધુમ દેશમાં ચારે તરફ છે. ભક્તો અનેક વિધ કાલાવાલા કરીને માંના અસિમ આર્શિવાદ મેળવી રહ્યાં છે. ત્યારે જમ્મુ કાશમીરમાં છઠ્ઠા નોરતે ઐતિહાસિક કાલી મંદિર પર ભક્તોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો.

નેપાળી ભક્તોએ કુવાશીઓની કરી ચંદન પૂજા
  

નેપાળી ભક્તોએ કુવાશીઓની કરી ચંદન પૂજા

ઝારખંડના રાંચીમાં નવરાત્રિમાં દુર્ગા પૂજા દરમ્યાન સાતમા નોરતે નેપાળી ભક્તોએ નાની કુંવારી કન્યાઓની "ફુલ પત્તી"ની પરંપરાગત વિધી દરમ્યાન ચંદન તિલક કરીને પૂજા કરી હતી.

English summary
October 19: Read today's top news in pics
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.