• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

જમ્મુ કાશ્મીરમાં ભારત અને ચીનનો સંયુક્ત સૈન્ય અભ્યાસ

જમ્મુ કાશ્મીરમાં ભારત અને ચીનનો સંયુક્ત સૈન્ય અભ્યાસ

ભારત અને ચીનનાં સૈન્યે જમ્મુ કાશ્મીરના પૂર્વીય લદાખ વિસ્તારમાં સાથે યુદ્ધ અભ્યાસ કર્યો છે. ભારતીય સૈન્યે કહ્યું છે કે, આ અભ્યાસથી એલએસી (લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ) પર તહેનાત બંને દેશના જવાનોમાં પરસ્પર વિશ્વાસ વધ્યો છે. એલએસી સીમાએ લાઇન નથી અને તેની પર વિવાદ રહ્યો છે.

ભારતે ગુપ્ત રીતે રશિયા પાસેથી મેળવી ન્યૂક્લિયર સબમરીન

ભારતે ગુપ્ત રીતે રશિયા પાસેથી મેળવી ન્યૂક્લિયર સબમરીન

ગોવામાં BRICS બેઠક, રશિયા સાથે ભારતના હેલિકોપ્ટર સોદો, હાફિઝ સઈદ મુદ્દે ચીનના આડા વલણની ચર્ચા કરી રહી હતી. ભારત-રશિયાએ ગુપ્ત રીતે વધુ એક સોદો કર્યો હતો. રશિયા ભારતને અકૂલા શ્રેણીની ન્યૂક્લિયર પાવર્ડ સબમરીન લિઝ પર આપશે.

JNUમાં વિદ્યાર્થીઓએ VC, રજિસ્ટ્રાર સહિત 10 અધિકારીઓને બનાવ્યા બંધક

JNUમાં વિદ્યાર્થીઓએ VC, રજિસ્ટ્રાર સહિત 10 અધિકારીઓને બનાવ્યા બંધક

જેએનયૂમાં એક લાપતા વિદ્યાર્થીને લઈને ચાલી રહેલ પ્રદર્શન મોડી રાત્રે ત્યારે ગંભીર બની ગયું હતું. આંદોલનકારી વિદ્યાર્થીઓએ કુલપતિ અને અન્ય ઉચ્ચ અધિકારીઓને પ્રશાસનિક ભવનમાં બંધ કરી દીધા. કેમ્પસ બહાર અંદાજે 300 વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું.

આતંકીઓ લોન વુલ્ફ એટેકની ફિરાકમાં

આતંકીઓ લોન વુલ્ફ એટેકની ફિરાકમાં

આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ભારતમાં મોટા હુમલાને અંજામ આપવાની તૈયારીમાં છે. પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ પાસેથી મળેલી માહિતી મુજબ દિલ્હીના ભીડભાડવાળા વિસ્તારમાં હુમલાની શક્યતા છે. તમિલનાડૂ અને કર્ણાટકમાં ઝડપેલા ISISના સંદિગ્ધો પાસેથી હથિયારો મળી આવ્યાં છે.

તિરંગાની શાન ખાતર મુખ્યમંત્રી પદ છોડ્યુંઃ ઉમા ભારતી

તિરંગાની શાન ખાતર મુખ્યમંત્રી પદ છોડ્યુંઃ ઉમા ભારતી

કર્ણાટકની એક અદાલતે કરફ્યૂ હોવા છતાં તિરંગો લહેરાવવા બાબતે 2004માં એમની સામે બિન જામનપાત્ર વોરંટ રજૂ કર્યું હતું. જેને લઇ ઉમા ભારતીએ મધ્ય પ્રદેશના સીએમ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. તેમણે કહ્યું કે અટલજીએ કહ્યું હોત તો લાહોર અને કરાંચીમાં પણ દેશની શાન માટે તિરંગો લહેરાવી દેતી.

Amazoneના નામથી ચાલી રહી છે બોગસ વેબસાઈટ

Amazoneના નામથી ચાલી રહી છે બોગસ વેબસાઈટ

આજકાલ વૉટ્સએપ પર સ્માર્ટફોન પર 99 ટકા ડિસ્કાઉન્ટ સાથેની લિંક ફરી રહી છે. amazone.festival sale.in આ લિંક સીધી તમને ઓફર વાળા પેજ પર લઈ જાય છે. જે નકલી વેબસાઇટ છે. ઓફરનો લાભ લેવા માટે ફોર્મ ભરાવડાવે છે, જેમાં તમારા પૈસા અને ડેટા ચોરાવાનો ભય છે.

દિલ્હીના વકીલ પાસેથી મળી 125 કરોડની બિનહિસાબી સંપત્તિ

દિલ્હીના વકીલ પાસેથી મળી 125 કરોડની બિનહિસાબી સંપત્તિ

દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા એક વકીલ પાસેથી મળેલી સંપત્તિને જોઈને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત રહી ગયા હતા. IT ડિપાર્ટમેન્ટે વકીલના સાઉથ દિલ્હી સ્થિતિ નિવાસ સ્થાન પર છાપો મારીને 125 કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિનો ખુલાસો કર્યો હતો.

જેએનયૂમાં કેટલાક વિદ્યાર્થિઓ અભ્યાસ નહીં, રાજકારણ કરે છેઃ રિજિજૂ

જેએનયૂમાં કેટલાક વિદ્યાર્થિઓ અભ્યાસ નહીં, રાજકારણ કરે છેઃ રિજિજૂ

બુધવારે સાંજે જવાહર લાલ નહેરૂ યુનિવર્સિટીમાં લાપત્તા વિદ્યાર્થી નજીબ અહેમદને લઇને હોબાળો થયો. જેને પગલે વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરને છેલ્લા 20 કલાકથી બંધક બનાવી લીધા છે. ગૃહરાજ્ય પ્રધાન કિરણ રિજિજૂએ કહ્યું કે કેટલાક લોકો જેએનયૂનો માહોલ ખરાબ કરી રહ્યા છે.

English summary
October 20 read today's top national news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X