For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંગ્લોરમાં BMTC બસે છાત્રાને અડફેટે લેતા દર્દનાક મોત

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

બેંગ્લોરમાં BMTC બસે છાત્રાને અડફેટે લેતા દર્દનાક મોત

બેંગ્લોરમાં BMTC બસે છાત્રાને અડફેટે લેતા દર્દનાક મોત

દેશના આઇટી હબ બેંગ્લોરમાં એક દર્દનાક ઘટના ઘટી હતી. શહેરના મેજીસ્ટીક બસ સ્ટોપ પર BMTC બસની તેજ રફ્તારે 18 વર્ષની આશાસ્પદ યુવતીને કચડી નાખતા સ્થળ પર જ તેનુ મોત થયુ હતુ.

યુપીમાં ગૌ હત્યા કરનાર પર લગાવાશે NSA

યુપીમાં ગૌ હત્યા કરનાર પર લગાવાશે NSA

ઉત્તરપ્રદેશમાં ગૌ હત્યા કરનાર પર રાજ્ય સરકારે NSA લગાવવાનો નિર્ણય કર્યો છે. યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે રાજ્યમાં પહેલેથી જ ગૌ હત્યા કરવા પર પ્રતિબંધ છે. પરંતુ જો કોઇ પણ શખ્ય તેનો ભંગ કરશે તો તેના પર NSA લગાવવામાં આવશે.

બોલીવુડ એક્ટર વિશાલ ઠક્કરની ધરપકડ

બોલીવુડ એક્ટર વિશાલ ઠક્કરની ધરપકડ

બોલીવુડ એક્ટર વિશાલ ઠક્કરની મુંબઇમાંથી ગઇકાલે પોલીસે બળાત્કારના આરોપસર ધરપકડ કરી છે. પોલીસે તેના પર કાયદાની વિવિધ ધારાઓ લગાવી છે. અને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વપૂર્ણ છેકે વિશાલ ઠક્કરે ઘણી ફેમસ ફિલ્મોમાં કામ કર્યું છે.

10 વર્ષના બાળકને ઘોડી સાથે બાંધી ઘસેડતા મોત

10 વર્ષના બાળકને ઘોડી સાથે બાંધી ઘસેડતા મોત

ઉત્તરપ્રેદશના કાનપુરમાં માણસાઇને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં એક યુવકે 10 વર્ષના માસુમ બાળકને ઘોડી સાથે બાંધીને ઘસેડી ઘસેડીને મોતને ઘાટ ઉતારી દીધો છે. પોલીસે આ કેસમાં કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

શેરબજારમાં શરૂઆતના કારોબારમાં નરમાઇ

શેરબજારમાં શરૂઆતના કારોબારમાં નરમાઇ

ભારતીય શેરબજારમાં સપ્તાહના બીજા દિવસે કારોબારમાં થોડી નરમાઇ જોવા મળી હતી. મુંબઇ સ્ટોક એક્સચેન્જનો સેંસેક્સ સવારે 37.98ના વધારા સાથે 25,891 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 5 અંકના મામુલી વધારા સાથે 7856 પર ખુલ્યો હતો.

ટેસ્ટ ટીમમાં જાડેજા ઇન, વન ડેમાંથી ઉમેશ આઉટ

ટેસ્ટ ટીમમાં જાડેજા ઇન, વન ડેમાંથી ઉમેશ આઉટ

સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ચાર મેચની ટેસ્ટ સિરીઝની પહેલી બે મેચ અને વન ડે ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. ટેસ્ટ ટીમમાં બિન્દાસ ખેલાડી રવીન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ઉમેશ યાદવ ટીમથી બહાર થઇ ગયા છે.

મોદીને આરામથી ઉંઘવા નહીં દઉં: કેજરીવાલ

મોદીને આરામથી ઉંઘવા નહીં દઉં: કેજરીવાલ

ફરી એકવખત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રાજ્યની બગડતી કાયદા વ્યવસ્થાની સ્થિતી માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં વધી રહેલા અપરાધોને લઇને તે પીએમ મોદીને ચેનથી ઉંઘવા નહીં દે. કેજરીવાલે દિલ્હીમાં બે માસુમ બાળકીઓ પર થયેલા ગેંગ રેપને લઇને દિલ્હી પોલીસને જવાબદાર ઠેરવી છે.

પ્રિયંકાને રાજનૈતિક ઉત્તરાધિકારી બનાવવા ઇચ્છતા હતા ઇંદિરા ગાંધી

પ્રિયંકાને રાજનૈતિક ઉત્તરાધિકારી બનાવવા ઇચ્છતા હતા ઇંદિરા ગાંધી

કોંગ્રેસ છાવણીમાં હંમેશાથી રાહુલ ગાંધીની જગ્યાએ પ્રિયંકા ગાંધીને ઉત્તરાધિકારી ઘોષિત કરવાની માંગ ઉઠી રહી છે. ગાંધી પરિવારના નિકટના માનવામાં આવતા વરિષ્ઠ કોંગ્રેસી નેતા માખન લાલ ફોતેદારે પણ આ સંદર્ભમાં મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છેકે ઇંદિરા ગાંધી પોતાના રાજકીય ઉત્તરાધિકારી તરીકે પ્રિયંકા ગાંધીને ઇચ્છતા હતા.

શત્રુજ્ઞ સિંહાના શત્રુ બોલ...5 સ્ટારમાં મીટીંગથી કઇ નહીં બદલાય

શત્રુજ્ઞ સિંહાના શત્રુ બોલ...5 સ્ટારમાં મીટીંગથી કઇ નહીં બદલાય

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શત્રુજ્ઞ સિંહાનો પક્ષ વિરોધી સૂર યથાવત રહ્યો હતો. શોટગન નેતાએ ટ્વીટ કરીને કહ્યું હતુ કે પાર્ટીના નેતાઓએ 5 સ્ટાર હોટેલની અંદર પ્રેસવ્રાતા કરવાની જગ્યાએ જમીનથી જોડાયેલા કાર્યકર્તાઓનું સન્માન કરવુ જોઇએ.

IPLમાં બે વર્ષ સુધી CSK અને RR નહીં રમી શકે

IPLમાં બે વર્ષ સુધી CSK અને RR નહીં રમી શકે

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ વાળી ચેન્નાઇ સુપર કીગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષનો બેન યથાવત રાખવામાં આવ્યો છે. આ નિર્ણય BCCIની વર્કીંગ કિમિટીએ કર્યો છે.

પતિએ ખાવાનું માંગતા પત્નીએ કરી આત્મહત્યા

પતિએ ખાવાનું માંગતા પત્નીએ કરી આત્મહત્યા

ચંદીગઢની બાપુધામ કોલોનીમાં પતિએ જ્યારે ટીવી જોતી પત્ની પાસેથી ખાવાનું માંગ્યુ તો તેણે નજર અંદાજ કરી દીધુ. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો અને પત્ની બીજા રૂમમાં ચાલી ગઇ અને આત્મહત્યા કરી લીધી. ઘટનાની જાણ પતિને થતા પતિ પત્નીને હોસ્પિટલ લઇ ગયો હતો પરંતુ ડૉક્ટર્સે તેને મૃત ઘોષિત કરી દીધી હતી.

શિવસેનાની બબાલ બાદ ભારત-આફ્રિકા સિરીઝમાંથી હટાવાયા પાક અમ્પાયર

શિવસેનાની બબાલ બાદ ભારત-આફ્રિકા સિરીઝમાંથી હટાવાયા પાક અમ્પાયર

શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા ગઇકાલે BCCIની ઓફીસ પર બબાલ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે એક કડક નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બાકીની મેચમાંથી પાકિસ્તાનના અંમ્પાયર અલીમ ડારને હટાવી દેવામાં આવ્યા છે.

ટીમ ઇન્ડિયા માટે નહીં રમે હવે મુલ્તાનના સુલ્તાન વિરેન્દ્ર સેહવાગ

ટીમ ઇન્ડિયા માટે નહીં રમે હવે મુલ્તાનના સુલ્તાન વિરેન્દ્ર સેહવાગ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઇન્ડિયામાં લગભગ એક દશક સુધી ઉત્તમ બેટીંગ કરનાર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કરી લીધો છે. સેહવાગ દુબઇથી પાછા આવ્યા બાદ સન્યાસની ઘોષણા કરી શકે છે.

વોલમાર્ટે એક મિલિયન ડૉલરની આપી લાંચ

વોલમાર્ટે એક મિલિયન ડૉલરની આપી લાંચ

અમેરિકાની લિડીંગ રીટેલ કંપની વોલમાર્ટે ભારતમાં ભ્રષ્ટાચારને આગળ વધાર્યો છે. એક રીપોર્ટ અનુસાર અમેરીકી કંપનીએ ભારતમાં સરળતાથી વેપાર થાય તેમ માટે એક મિલિયન ડૉલરની લાંચ આપી છે. આ અંગે જ્યારે વોલમાર્ટ પાસેથી પ્રતિક્રિયા લેવાની કોશિષ કરવામાં આવી તો કંપનીના હેડક્વાર્ટરમાંથી કોઇ માહિતી નહોતી મળી.

વરસાદમાં કબૂતરોએ લીધો વૃક્ષનો આશરો

વરસાદમાં કબૂતરોએ લીધો વૃક્ષનો આશરો

સોમવારે શ્રીનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે જનજીવન પર તેની અસર થઇ હતી. તો સાથે જ આ સુંદર તસવીર પણ કેમેરામાં કેદ થઇ હતી. જેમા કબુતરો એક વૃક્ષની નીચે આશરો લઇ રહેલા નજરે પડી રહ્યાં છે.

નેહા ધુપિયાએ કર્યું રેમ્પ પર વોક

નેહા ધુપિયાએ કર્યું રેમ્પ પર વોક

બોલીવુડ અભિનેત્રી નેહા ધુપિયાએ ડીઝાઇનર રાહુલ મિશ્રાના ડિઝાઇનર કોશ્ચુમમાં બ્લેન્ડર્સ પ્રાઇડ ફેશન ટુર 2015 માટે રેમ્પ પર કેટવોક કર્યું હતુ

સલમાન ખાન અને સોનમ કપૂરે કર્યું PRDPનું પ્રમોશન

સલમાન ખાન અને સોનમ કપૂરે કર્યું PRDPનું પ્રમોશન

બિગબોસ 9ની ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે સલમાન ખાન અને સોનમ કપૂરે તેમની આગામી ફિલ્મ "પ્રેમ રતન ધન પાયો"નું પ્રમોશન કર્યું હતુ. મહત્વપૂર્ણ છેકે આ પહેલા શાહિદ કપૂર અને આલિયાએ પણ બિગ બોસના પ્લેટફોર્મ પર "શાનદાર" ફિલ્મનું પ્રમોશન કર્યું હતુ.

નવરાત્રિ દરમ્યાન નેપાળી ભક્તોનો અનોખો અંદાજ

નવરાત્રિ દરમ્યાન નેપાળી ભક્તોનો અનોખો અંદાજ

હાલમાં દેશભરમાં નવરાત્રિનો ઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે ઝારખંડના રાંચીમાં સોમવારે નેપાળી શ્રદ્ધાળુઓએ સાતમા નોરતે ડોલી યાત્રાનું વિશેષ આયોજન કર્યું હતુ. જેમા તેમણે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

37 વર્ષના થયા વિરેન્દ્ર સેહવાગ

37 વર્ષના થયા વિરેન્દ્ર સેહવાગ

મુલ્તાનના સુલ્તાનના નામે જાણીતા વિરેન્દ્ર સેહવાગનો આજે જન્મદિવસ છે. મહત્વપૂર્ણ છેકે હાલમાં તેઓ દુબઇમાં છે. પરંતુ તેમના ફેન્સ તેમને સોશિયલ મિડીયા પર જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યાં છે.

સોશ્યિલ મિડીયા પર કાત્જુએ કહ્યું હું ગોબર ખાઇશ

સોશ્યિલ મિડીયા પર કાત્જુએ કહ્યું હું ગોબર ખાઇશ

સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ માર્કેન્ડેય કાત્જુ ફરી એકવખત વિવાદમાં ઘેરાયા છે. કાત્જુએ સોશ્યિલ મિડીયા પર ગૌ મુત્ર અને ગોબરને લઇને બેબાક નિવેદનો આપ્યા છે. તેમણે સોશ્યિલ મિડીયા પર લખ્યુ છેકે દેશમાં ગૌ માંસ ખાવા પર પ્રતિબંધ છે. પરંતુ ગોબર ખાવા પર કોઇ પ્રતિબંધ નથી. એવામાં જો હું ગાયનુ ગોબર ખાઇશ તો મને મોતને ઘાટ નહીં ઉતારવામાં આવે.

T-20 માટે ભારત આવવા માટે ના કહી શકે છે પાક ખેલાડી: અબ્બાસ

T-20 માટે ભારત આવવા માટે ના કહી શકે છે પાક ખેલાડી: અબ્બાસ

પાકિસ્તાન વિરૂદ્ધ સિરીઝને લઇને શિવસેનાના કાર્યકર્તાઓએ દેશમાં જે માહોલ ઉભો કર્યો છે. તેને જોતા ICC અધ્યક્ષ ઝહીર અબ્બાસે કહ્યું છેકે આ ઘટના બાદ આગામી વર્ષે T-20 વર્લ્ડકપ દરમ્યાન પાકિસ્તાની ખેલાડીઓની સુરક્ષાને લઇને ચિંતા છે. ત્યારે જો માહોલ આવો જ રહેશે તો બની શકે કે પાક ખેલાડીઓ ભારત ના આવે.

English summary
October 20: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X