ગુજરાતીઓ પર ના ચાલ્યો ભાજપનો જાદુ, વોટ નહીં આપવાના મૂડમાં

Posted By:
Subscribe to Oneindia News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

 

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ગુજરાતીઓ પર ના ચાલ્યો ભાજપનો જાદુ, વોટ નહીં આપવાના મૂડમાં
  

ગુજરાતીઓ પર ના ચાલ્યો ભાજપનો જાદુ, વોટ નહીં આપવાના મૂડમાં

પાછલા વર્ષે થયેલી લોકસભા ચૂંટણીમાં ગુજરાતીને દેશના પીએમ બનાવવા માટે વોટ કરનાર બિહારમાં વસતા ગુજરાતીઓમાં ભાજપ પ્રત્યે મોહભંગ થઇ ગયો છે. પટનાના ગુજરાતીઓએ કહ્યું છેકે તેઓ પટનામાં નહીં પણ ગુજરાતમાં વસે છે અને એટલે તેઓ તેમને જ વોટ આપશે જે તેમનો વિકાસ કરશે.

ફરી વરરાજા બનેલા નિતીશ કુમારને કોઇ કન્યા વરમાળા નથી પહેરાવી રહી
  

ફરી વરરાજા બનેલા નિતીશ કુમારને કોઇ કન્યા વરમાળા નથી પહેરાવી રહી

હાલમાં બિહારમાં ચૂંટણીનો ધમધમાટ છે. બિહાર ચૂંટણીને લઇને દરેક પક્ષના નેતા આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યાં છે. ભાજપે નિતીશ કુમાર પર વાકપ્રહાર કર્યા છે, અને કહ્યું છેકે નિતીશ બીજી વખત લગ્ન કરવા જઇ રહ્યાં છે. અને કોઇ કન્યા બીજી વખત લગ્ન કરવા વાળાને વરમાળા નથી પહેરાવી રહીં.

બિહારમાં ચૂંટણીસભાઓ યથાવત
  
 

બિહારમાં ચૂંટણીસભાઓ યથાવત

કેન્દ્રીય પ્રધાન રાધા મોહન સિંહે બિહારના ચંપારન જિલ્લાના છિરૈયામાં ચૂંટણીસભાને સંબોધિત કરી હતી.

જમ્મુ કાશ્મીરમાં મુઠભેડમાં એક આતંકી ઠાર, સેનાના બે જવાન ઘાયલ
  

જમ્મુ કાશ્મીરમાં મુઠભેડમાં એક આતંકી ઠાર, સેનાના બે જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરના બારામુલ્લાના તંગમાર્ગ વિસ્તારમાં આજે સેના અને આતંકીઓ વચ્ચે મુઠભેડ થઇ હતી. જેમાં સેનાને એક આતંકી ઠાર કરવામાં સફળતા મળી છે. જ્યારે આ દરમ્યાન સેનાના બે જવાન ઘાયલ થયા છે.

હાર્દિક પટેલ શુક્રવાર સુધી પોલીસ કસ્ટડીમાં
  

હાર્દિક પટેલ શુક્રવાર સુધી પોલીસ કસ્ટડીમાં

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમિતીના સંયોજક હાર્દિક પટેલની મુસિબતો વધી રહી છે. હાલમાં જ હાર્દિક પટેલની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હજીરા પોલીસ દ્વારા 8 કલાકની લાંબી પૂછપરછ બાદ હાર્દિકને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટે હાર્દિકને શુક્રવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

પ્રધાનમંત્રી 5 નવેમ્બરે રજૂ કરશે ભારત સ્વર્ણ મુદ્રા
  

પ્રધાનમંત્રી 5 નવેમ્બરે રજૂ કરશે ભારત સ્વર્ણ મુદ્રા

પ્રધાનમંત્રી 5 નવેમ્બરના રોજ અશોક ચક્રના નિશાન વાળી ભારત સ્વર્ણ મુદ્રા અને અન્ય યોજનાઓને શરૂ કરશે. ભારત સ્વર્ણ મુદ્રા 5 ગ્રામ અને 10 ગ્રામ વજનની હશે.

શેરમાર્કેટ
  

શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં સપ્તાહના ત્રીજા દિવસે કારોબારમાં તેજી જોવા મળી હતી. સેંસેક્સ 96 અંકના ઉછાળા સાથે 27, 403 અને નિફ્ટી 18 અંકના ઉછાળા સાથે 8280 પર હતા.

પાછલા 18 વર્ષથી શરીરની બહાર ધડકી રહ્યું છે હ્રદય
  

પાછલા 18 વર્ષથી શરીરની બહાર ધડકી રહ્યું છે હ્રદય

ગુજરાતમાં એક એવો મામલો સામે આવ્યો છેકે જે તબીબી જગત માટે પણ આશ્ચર્યજનક છે. જી હા, ગુજરાતના અમદાવાદથી 40 કીલોમીટર દુર છાપરા ગામનો કિસ્સો છે કે જ્યાં વસવાટ કરી રહેલા એક યુવકનું હ્રદય તેના જન્મથી જ શરીરની બહાર ધડકી રહ્યું છે. જી હા, મેડીકલ જગત માટે ઉદાહરણરૂપ આ કેસમાં હાલમાં યુવકની ઉંમર 18 વર્ષની છે.

સ્પીનર અમિત મિશ્રા પર મારપીટના આરોપસર FIR દાખલ
  

સ્પીનર અમિત મિશ્રા પર મારપીટના આરોપસર FIR દાખલ

ટીમ ઇન્ડિયાના લોકપ્રિય સ્પીનર અમિત મિશ્રા વિરૂદ્ધ એક મહિલા પર મારપીટનો કેસ દાખલ થયો છે. અમિત મિશ્રા વિરૂદ્ધ આ FIR બેંગ્લોરના પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે સીએમ અખિલાશ યાદવ અને તેમના પત્ની
  

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે સીએમ અખિલાશ યાદવ અને તેમના પત્ની

ઉત્તરપ્રદેશના લખનઉમાં ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા સીએમ અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવના મહેમાન બન્યા હતા.

  

"રોહિત શર્મા" બની શકે છે, "સહેવાગ"

દક્ષિણ આફ્રિકાની ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથનું માનવુ છેકે ભારતના હાલના સલામી બેટ્સમેન રોહિત શર્મામાં વિરેન્દ્ર સેહવાગ બનવાના તમામ ગુણ છે.

ક્રિકેટથી દૂર ઘોડાઓ સાથે સમય પસાર કર્યો રવિન્દ્ર જાડેજાએ
  

ક્રિકેટથી દૂર ઘોડાઓ સાથે સમય પસાર કર્યો રવિન્દ્ર જાડેજાએ

વિશ્વકપ બાદ ટીમ ઇન્ડિયાથી બહાર થઇ ગયેલા રવિન્દ્ર જાડેજાનો ફરી એકવખત ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. રવિન્દ્ર જાડેજાનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે પાછલા ચાર મહિના દરમ્યાન જાડેજાએ ક્રિકેટથી દૂર પોતાના ઘોડાઓ સાથે સમય વિતાવ્યો હતો.

ગૌતમ ગંભીરે કરી મિડીયા સાથે વાતચીત
  

ગૌતમ ગંભીરે કરી મિડીયા સાથે વાતચીત

નવી દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને મિડીયા સાથે ક્રિકેટર ગૌતમ ગંભીરે વાતચીત કરી હતી.

સની દેઓલની ઘાયલ વન્સ અગેઇનનું પોસ્ટર રિલીઝ
  

સની દેઓલની ઘાયલ વન્સ અગેઇનનું પોસ્ટર રિલીઝ

સની દેઓલ ફરી એક વખત દમદાર ડાયલોગ્સ અને એક્શન સીન્સ સાથે કમબેક કરવા માટે તૈયાર છે. જી હા, સની દેઓલની ઘાયલ વન્સ અગેઇનનું પોસ્ટર રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મ સની દેઓલની સુપરહિટ ફિલ્મ ઘાયલની સિક્વલ છે. ફિલ્મ 16 જાન્યુઆરી 2016ના રોજ રિલીઝ થશે.

શાહિદ કપૂર અને આલિયા ભટ્ટ રમ્યા ગરબા
  

શાહિદ કપૂર અને આલિયા ભટ્ટ રમ્યા ગરબા

શાહિદ કપૂર અને આલિયા ભટ્ટની આગામી ફિલ્મ શાનદાર આવતીકાલે રિલીઝ થઇ રહી છે. ત્યારે તેમણે શાનદારનું પ્રમોશન કરતા અમદાવાદમાં ગરબા રમ્યા હતા.

એક નહીં બે સુપરસ્ટાર્સ સાથે જોવા મળશે નવાઝુદ્દીન સિદ્દીકી
  

એક નહીં બે સુપરસ્ટાર્સ સાથે જોવા મળશે નવાઝુદ્દીન સિદ્દીકી

બોલીવુડ ગલીની અફવાઓ જો સાચી માનીએ તો બહુ જલ્દી ત્રણ સુપરસ્ટાર્સની જોડી ફિલ્મી પડદે જોવા મળશે. જી હા, સમાચાર છેકે નવાઝુદ્દીન સિદ્દીકીને અમિતાભ બચ્ચન અને વિદ્યા બાલનની સાથે TE3N માટે કાસ્ટ કરવામાં આવશે તેવી ખબરો છે. ફિલ્મ તેના નામની જેમ જ અલગ પણ છે.

નવી હિરોઇનની સાથે ઋત્વિકની પહેલી મોહનજોદડો સેલ્ફી!
  

નવી હિરોઇનની સાથે ઋત્વિકની પહેલી મોહનજોદડો સેલ્ફી!

ઋત્વિક રોશને મોહનજોદડોના સેટ પરથી પહેલી સેલ્ફી રિલીઝ કરી છે. અને તે પણ પોતાની નવી કો-સ્ટાર પૂજા હેગડે સાથે. તસવીરમાં તેમની સાથે આશુતોષ ગોવારીકર પણ જોવા મળી રહ્યાં છે. પણ તસવીર એટલી સાફ છે કે તેમા કશું જ દેખાતુ નથી.

અભિનેત્રી દિપીકા પાદુકોણે કર્યું રેમ્પ પર વોક
  

અભિનેત્રી દિપીકા પાદુકોણે કર્યું રેમ્પ પર વોક

નવી દિલ્હીમાં Myntra shopping app માટે અભિનેત્રી દિપીકા પાદુકોણે પોતાના ડિઝાઇનર લેબલ "All About You"ના ડીઝાઇનર કોશ્ચુમમાં રેમ્પ પર વોક કર્યું હતુ.

હાઉસ ફુલ 3નું ફર્સ્ટલુક રિલીઝ, 2016માં અક્ષયનો ધમાકો
  

હાઉસ ફુલ 3નું ફર્સ્ટલુક રિલીઝ, 2016માં અક્ષયનો ધમાકો

જી હા, હાઉસ ફુલ 3 કે જેની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા, તેનું ફર્સ્ટલુક રિલીઝ થઇ ચૂક્યું છે. હાઉસફુલ 3માં અક્ષયની સાથે રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, જેક્લીન ફર્નાડીઝ, નરગીસ ફખરી, અને લીઝા હેડન છે.

દુનિયાનો સૌથી પહેલો કેશલેસ દેશ બનવાની રાહમાં સ્વીડન
  

દુનિયાનો સૌથી પહેલો કેશલેસ દેશ બનવાની રાહમાં સ્વીડન

તમને જાણીને નવાઇ લાગશે પણ વાત સાચી છેકે સ્વીડન વિશ્વનો પ્રથમ કેશલેસ દેશ બનવા જઇ રહ્યો છે. આ જાણકારી એક સંશોધન દરમ્યાન સામે આવી છે.

મહેમાનોએ લીધી મુકેશ અંબાણી સાથે સેલ્ફી
  

મહેમાનોએ લીધી મુકેશ અંબાણી સાથે સેલ્ફી

મુંબઇમાં સામ પિત્રોડાના પુસ્તક "Dreaming big"નો લોન્ચ કાર્યક્રમ હતો. જ્યાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી સાથે ઉપસ્થિત મહેમાનોએ સેલ્ફી લીધી હતી.

હૈદરાબાદમાં લોકોએ મનાવ્યો બાથુકમ્માનો ઉત્સવ
  

હૈદરાબાદમાં લોકોએ મનાવ્યો બાથુકમ્માનો ઉત્સવ

હૈદરાબાદમાં મંગળવારે લોકોએ નવરાત્રિના દિવસોમાં બાથુકમ્માનો ઉત્સવ મનાવ્યો હતો.

NCC કેડેટ્સે ગંગા કિનારો કર્યો સાફ
  

NCC કેડેટ્સે ગંગા કિનારો કર્યો સાફ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે NCC કેડેટ્સે ગંગા નદીના કિનારે સફાઇ અભિયાન હાથ ધર્યું હતુ.

English summary
October 21: Read today's top news in pics
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.